ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત / 'અનહદ અનિલ'! 3000 કરોડની લોન પાસ કરાવવા અંબાણીએ કર્યું 'અતિ હેરાનીભર્યું ', ટોપ સિક્રેટ જાહેર

ઉદ્યોગ / 'અનહદ અનિલ'! 3000 કરોડની લોન પાસ કરાવવા અંબાણીએ કર્યું 'અતિ હેરાનીભર્યું ', ટોપ સિક્રેટ જાહેર

Last Updated: 01:02 PM, 24 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ 3000 કરોડની લોન પાસ કરાવવા એક ખતરનાક કામ કર્યું હતું તેવો ઈડીનો આરોપ છે.

ADVERTISEMENT

બેન્ક ફ્રોડમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ઠેકાણા પર દરોડા પાડનારી ઈડીએ ચોંકાવનારો આરોપ મૂકીને ઉદ્યોગ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. ઈડીનો આરોપ છે અનિલ અંબાણીએ 3000 કરોડની લોન પાસ કરાવવા માટે યસ બેંકના ટોચના અધિકારીઓને લાંચ આપી હતી. આ મોટા પાયે લોન 2017 અને 2019 ની વચ્ચે મંજૂર કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય એજન્સીએ "ગેરકાયદેસર ક્વિડ પ્રો ક્વો વ્યવસ્થા" શોધી કાઢી છે જેના ભાગ રૂપે યસ બેંકના પ્રમોટરોએ લોન મંજૂર કરતા પહેલા ખાનગી માલિકીની કંપનીઓએ પૈસા સ્વીકાર્યાં હતા.

અનિલ અંબાણીના 35 સ્થળોએ મોટા દરોડા

અનિલ અંબાણીની આગેવાની હેઠળની કંપનીઓ સામે મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં કેન્દ્રીય એજન્સીએ 35 થી વધુ સ્થળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

વધુ વાંચો : 'મારે તો સેક્સ જ જોઈએ, નહોતો આપી શકતો એટલે મારી નાખ્યો' પત્નીની કબૂલાતથી કંપ્યું શહેર

ઈડીએ કેમ શરુ કરી તપાસ?

ED ની તપાસ બે CBI કેસ પર આધારિત છે જેમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ અને બેંક લોનના અન્યત્ર ઉપયોગનો આરોપ છે. તેને નેશનલ હાઉસિંગ બેંક, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા, નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી અને બેંક ઓફ બરોડા તરફથી પણ ઇનપુટ્સ પ્રાપ્ત થયા છે.સૂત્રોએ જણાવ્યું હતું કે એજન્સીએ લોન ભંડોળનો દુરુપયોગ કરીને બેંકો, રોકાણકારો, શેરધારકો અને જાહેર સંસ્થાઓ સાથે છેતરપિંડી કરવાની "ગણતરી કરેલી યોજના" શોધી કાઢી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

anil ambani bank fraud anil ambani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ