બ્રેકિંગ ન્યુઝ
VTV / બિયોન્ડ વીડિયોઝ / angry guests throw chair find no paneer in matar paneer fight in wedding viral video
Vikram Mehta
Last Updated: 03:45 PM, 22 December 2023
ADVERTISEMENT
ઘરમાં ગમે તેટલું પનીર ખાઈએ, ફાઈવ સ્ટાર હોટેલ રેસ્ટોરન્ટમં પનીરનું શાક ઓર્ડર કરીએ. લગ્નમાં પનીર ખાવાની મજા જ અલગ છે. ઘણી વાર લગ્નમાં પનીર ના મળે તો લોકોને ખોટુ પણ લાગી જતું હોય છે. શું તમે ક્યારેય પનીરના કારણે કોઈને લડતા જોયા છે? હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે બાબતે દાવો કરવામાં આવી રહ્યો છે, આ તમામ લોકોને લગ્નમાં પનીરના શાકમાં પનીર ના મળતા લડી રહ્યા છે.
હાલમાં ટ્વિટર એકાઉન્ટ @gharkekalesh પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં વેડિંગ હોલમાં લોકો લડી રહ્યા છે. વિડીયો માટે દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ તમામ લોકો વર અને કન્યા પક્ષના છે અને પનીરના શાકમાં પનીર ના મળતા લડી રહ્યા છે. VTV ગુજરાતી આ દાવાની પુષ્ટી કરતું નથી.
ADVERTISEMENT
પનીર માટે લડાઈ
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, અનેક લોકો એકબીજા સાથે લડી રહ્યા છે અને ખુરશી ઉઠાવીને ફેંકી રહ્યા છે. વચ્ચે ફૂડ ટેબલ છે અને કોઈ ધ્યાન પણ નથી આપી રહ્યું. પાછળ પણ લોકો ખુરશી તોડી રહ્યા છે અને હાથમાં ખુરશી પકડી છે. ઘણા લોકો મૂક દર્શકની જેમ આ બધુ જોઈ રહ્યા છે.
Kalesh b/w groom side and bride side people's during marriage over no pieces of paneer inside matar paneer
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 20, 2023
pic.twitter.com/qY5sXRgQA4
ADVERTISEMENT
વાયરલ વિડીયો
1 લાખથી વધુ લોકોએ આ વિડીયો જોયો છે અને યૂઝર્સ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે, ‘આજે મટર પનીર પર ફોકસ નથી કરવું.’ અન્ય યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે, ‘પનીર નહીં હોય તો લગ્ન પણ નહીં થાય’, ‘પનીર માટે ત્રીજુ વિશ્વયુદ્ધ થશે’, ‘આ રીતે લડાઈ કરવાથી મટરમાં પનીર નહીં આવી જાય’, ‘લોકો ખુરશી તોડીને પનીરના પૈસા વસૂલ કરી રહ્યા છે.’
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.