બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Anger over slow progress of overbridge work in Rajkot

કામ ખોરંભે ચડ્યું / કે. કે. વી બ્રિજના લોકાર્પણમાં તારીખ પે તારીખ: કોન્ટ્રાક્ટ કંપનીનું ગોકળગતિએ કામ, રાજકોટવાસીઓને ક્યારે મળશે ટ્રાફિક જામથી મુક્તિ?

Kishor

Last Updated: 08:21 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના અનેક માર્ગો પર ઓવરબ્રીજ બની રહ્યા છે જોકે કાચબાગતિએ ચાલતા કામથી હવે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યા છે.

  • રાજકોટના કે.કે.વી બ્રિજનું કામ ખોરંભે ચડ્યું
  • સૌરાષ્ટ્રના પ્રથમ એલિવેટર બ્રિજનું કામ ખોરંભે 
  • લોકાર્પણની તારીખ પાછી ઠેલાતા વાહનચાલકોમાં રોષ

રંગીલા રાજકોટીયનો મનોમન રાજી થઇ રહ્યાં છે કે શહેરમાં અનેક સ્થળોએ ઓવર બ્રીજ બની રહ્યાં છે, જેના કારણે ટ્રાફિક ઓછો થશે, શહેરમાં માધાપર ચોકડીથી લઇને કાલાવડ રોડ સહિત અનેક મુખ્ય માર્ગો પર ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. જો કે ઓવરબ્રીજના ગોકળગતિએ ચાલતા કામથી હવે વાહન ચાલકોની ધીરજ ખુટી રહી છે. સૌરાષ્ટ્રનો પ્રથમ એલિવેટર બ્રીજ રાજકોટમાં બન્યો છે, જેનું મોટાભાગનું કામ પૂર્ણતાને આરે છે, પરંતુ કોઇ કારણસર આ બ્રીજનું કામ ખોરંભે ચડ્યું છે. પહેલા એવી જાહેરાત થઇ હતી કે અષાઢી બીજના દિવસે આ બ્રીજનું ઉદ્ઘાટન થવાનું હતું પરંતુ તેમાં વિઘ્ન આવતાં લોકાર્પણની નવી મુદ્દત આપવામાં આવી છે. 

બિપરજોય વાવાઝોડાને લઈને કામમાં વિલંબ થવાનો તંત્રનો દાવો

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં કેકેવી ચોકડી પાસે સૌરાષ્ટ્રનો પ્રથમ એલિવેટર બ્રીજ પહેલા એવી વાત હતી કે આ બ્રીજ અષાઢી બીજના રોજ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે, પરંતુ હવે તંત્રનું કહેવું છે કે વાવાઝોડાને કારણે બ્રીજના કામમાં વિઘ્ન આવતાં હવે બ્રીજના લોકાર્પણમાં મોડું થશે. લોકાર્પણની તારીખ પાછી ઠેલાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

Anger over slow progress of overbridge work in Rajkot

હવે 15 જુલાઈ સુધી લોકાર્પણની તારીખ અપાઈ

શહેરના મુખ્ય વિસ્તાર એવા કાલાવડ રોડ પર કેકેવી ચોકડી પાસે આ એલિવેટર બ્રીજનું કામ બે વર્ષથી ચાલે છે. આ બ્રીજ બનાવવાનું કામ રણજીત બિલ્ડકોન નામની કંપનીને આપવામાં આવ્યું છે. અગાઉ પણ બ્રીજના લોકાર્પણને લઇને વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. સતત આ બ્રીજના લોકાર્પણની તારીખો લંબાવવામાં આવતા વાહન ચાલકો અને શહેરીજનોની ધીરજ ખુટી રહી છે. જો કે રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે 15 જુલાઇ સુધીમાં બ્રીજનું લોકાર્પણ થઇ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ