બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / anganwadi worker burns boy private parts

દર્દનાક / આંગણવાડીમાં બાળક વારંવાર પેશાબ કરતું હોવાથી મેડમનો પિત્તો ગયો, બાળકના પ્રાઈવેટ પાર્ટ્સને સળગાવી દીધો

Pravin

Last Updated: 12:33 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના તુમકુરુ જિલ્લામાંથી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક આંગણવાડી કાર્યકર્તાએ ત્રણ વર્ષના બાળકના પ્રાઈવેટ પાર્ટ્સને આગ લગાવી દીધી હતી.

  • કર્ણાટકમાંથી હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો
  • ત્રણ વર્ષનું બાળક વારંવાર પેશાબ કરી જતાં મેડમનો પિત્તો ગયો
  • બાળકના પ્રાઈવેટ પાર્ટ્સમાં આગ લગાવી દીધી

કર્ણાટકના તુમકુરુ જિલ્લામાંથી હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જિલ્લાની એક આંગણવાડી કાર્યકર્તાએ ત્રણ વર્ષના બાળકના પ્રાઈવેટ પાર્ટ્સને આગ લગાવી દીધી હતી. પોલીસ સૂત્રોએ શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી. આંગણવાડી કાર્યકર્તાએ એટલા માટે આવુ કર્યું કેમ કે, ત્રણ વર્ષનું બાળક ક્લાસમાં વારંવાર પેશાબ કરી જતું હતું. બાળકના પ્રાઈવેટ પાર્ટ્સને સળગાવવાના આરોપમાં આંગણવાડી કાર્યકર્તા પર ફરિયાદ નોંધી લેવામાં આવી છે. 

ગુરુવારે એક મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધ્યા બાદ પોલીસને આ ઘટનાની જાણ થઈ. આ ઘટના 19 ઓગસ્ટની હોવાનું કહેવાય છે. 

આંગણવાડી કાર્યકર્તા પર બાળકોને પ્રતાડિત કરવાનો આરોપ

જિલ્લાના ચિક્કા નયનકહલ્લી તાલુકાના ગોડેકેરે ગામ નિવાસી અધિકારીને પત્ર લખીને આંગણવાડી કાર્યકર્તા પર બાળકોને પ્રતાડિત કરવાનો આરોપ લગાવ્યો છે. 

બાળકને માચિસની સળી સળગાવી ડરાવાની કોશિશ કરી હતી

ફરિયાદના આધાર પર સરકારી અધિકારી જી હોન્નપ્પાએ મામલાની તપાસ માટે ગામની મુલાકાત લીધી હતી. તેમણે આંગણવાડી કાર્યકર્તા રશ્મિ કેપી સાથે કેટલાય સવાલો કર્યા હતા. તેના પર આંગણવાડી કાર્યકર્તાએ કહ્યું કે, તે ફક્ત માચિસની સળી સળગાવી બાળકને ડરાવાની કોશિશ કરી હતી. પણ ભૂલથી આગ લાગી ગઈ હતી. જેના પરિણામ સ્વરુપે બાળકનો પ્રાઈવેટ સળગી ગયો હતો. બાળકે તેની ફરિયાદ પોતાના દાદા-દાદીને કરી હતી. ત્યાર બાદ તેનું મેડિકલ કરાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ