બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Anand Mahindra on SRK's dance, asked 'Is this a 57-year-old hero?', King Khan's reply later won hearts

મનોરંજન / SRKના ડાન્સ પર ફિદા આનંદ મહિન્દ્રા, પૂછ્યું 'આ 57 વર્ષનો હીરો છે?', બાદમાં કિંગ ખાનના જવાબે દિલ જીતી લીધું

Megha

Last Updated: 03:57 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરુખ ખાનની આવનારી ફિલ્મ 'જવાન' ના ગીત "ઝિંદા બંદા"નો વિડીયો જોઇને આનંદ મહિન્દ્રા પોતાની જાતને રોકી ન શક્યા અને તેમણે એક ટ્વિટ કરીને SRKના વખાણ કરતાં આ વાત કહી હતી.

  • શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થશે
  • ગીત "ઝિંદા બંદા" જોઈ આનંદ મહિન્દ્રાએ કર્યા SRKના વખાણ
  • મહિન્દ્રાના ટ્વિટ પર આવી હતી શાહરૂખની પ્રતિક્રિયા

બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થશે અને થોડા સમય પહેલા ફિલ્મનો પ્રીવ્યૂ સામે આવ્યો હતો જે લોકોને ખૂબ પસંદ આવ્યું હતું એ બાદ  તાજેતરમાં જ ફિલ્મનું પહેલું ગીત "ઝિંદા બંદા" રિલીઝ થયું હતું. ત્યારથી આ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે. 

આ બધા દરમિયાન હવે બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાનું રીએક્શન પણ સામે આવ્યું છે. એ વાત તો જાણીતી જ છે કે આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. શાહરુખની ફિલ્મના આ ગીતનો વીડિયો જોયા બાદ આનંદ મહિન્દ્રા પોતાની જાતને રોકી ન શક્યા અને તેમણે એક ટ્વિટ કરીને વાત કહી હતી. હાલ આનંદ મહિન્દ્રાનું ટ્વીટ ઘણું વાયરલ થઈ રહ્યું છે. 

શાહરૂખનો 'ઝિંદા બંદા' અવતાર પસંદ આવ્યો 
આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટમાં લખ્યું, 'આ હીરો 57 વર્ષનો છે? દેખીતી રીતે તેની વૃદ્ધત્વ પ્રક્રિયા ગુરુત્વાકર્ષણના દળોને અવગણે છે! તે મોટાભાગના લોકો કરતા 10 ગણો વધુ જીવંત છે. #ઝિંદાબંદા હો તો ઐસા...' આનંદ મહિન્દ્રાના વખાણ કરવાની આ સ્ટાઈલ લોકોને ઘણી પસંદ આવી. શાહરૂખ ખાન પણ આ ટ્વીટ વાંચીને પોતાની જાતને પ્રતિક્રિયા આપતા રોકી શક્યો નહીં અને તેને રીટ્વીટ કરીને પોતાના વિચારો શેર કર્યા હતા. 

આવી હતી શાહરૂખની પ્રતિક્રિયા
આનંદ મહિન્દ્રાના એ ટ્વિટને શાહરૂખ ખાને રીટ્વીટ કરીને લખ્યું કે, 'જીંદગી ખૂબ ટૂંકી અને ઝડપી છે સર, બસ તેને ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યો છું. બને તેટલા લોકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કરો...હસો, રડો.. ચોંકી જાઓ અને ઊડો...આશા છે કે કેટલાક લોકો સીતારાઓ સાથે તરી શકે છે...ખુશીની થોડી ક્ષણોનું સપનું જોઈ શકે.' શાહરૂખના રિએક્શન બાદ આ ટ્વીટ ઝડપથી વાયરલ થઈ ગયું.

આ દિવસે રિલીઝ થનારી ફિલ્મ
જણાવી દઈએ કે, શાહરૂખ ખાનનું ગીત 'ઝિંદા બંદા' હવે હિન્દી , તમિલ અને તેલુગુના તમામ મોટા મ્યુઝિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. 'જવાન' એ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન છે જેનું દિગ્દર્શન એટલી દ્વારા કરવામાં આવ્યું છે અને ગૌરી ખાન દ્વારા નિર્મિત અને ગૌરવ વર્મા દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ