બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anand LCB busted a BJP vice president run gambling den in Anklav

આણંદ / વાળ જ ચીભડાં ગળે તેવો ઘાટ, આંકલાવ શહેર ભાજપ ઉપપ્રમુખ ચલાવતા હતા જુગારનો અડ્ડો, 7 જુગારીયાઓ સામે ફરિયાદ

Kishor

Last Updated: 09:31 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંકલાવ શહેરમાં ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોર સંચાલિત જુગારધામ પર એલસીબીએ રેડ પાડી 7 જુગારીઓને દબોચી લીધા હતા. ​

  • આણંદ LCBએ પાડ્યા આંકલાવમાં દરોડા
  • ભાજપ ઉપપ્રમુખનું જુગારધામ ઝડપાયું
  • જગદીશ ઠાકોર ચલાવતા હતા જુગારધામ

આણંદમાં છાને ખૂણે અનેક સ્થળોએ જુગારધામ ધમધમતા હોવાની રાવ વચ્ચે આજે LCBની ટીમે બાતમીના આધારે જુગારધામ પર રેડ પાડી હતી. એલસીબીની ટીમ ત્રાટકતા જુગારીઓના રંગમાં ભંગ પડ્યો અને નાસભાગ મચી જવા પામી હતી. આ દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં આંકલાવ શહેરમાં ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોર જ જુગારધામ ચલાવતો હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. એટલું જ નહીં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આ જુગારધામ ધમધમતું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આણંદ એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડતા જુગાર ધામનો પર્દાફાશ થયો છે.


  
7 જુગારીઓ પોલીસ ઝપટે ચડયા

આંકલાવમા રંજેવાડ આવેલ તળાવ વિસ્તારામાં રહેતા આંકલાવ શહેર ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઉર્ફે ઝૂમરી ઠાકોર સંચાલિત જુગારધામ પર પોલીસ ત્રાટકી હતી. આ પ્રકરણમાં એયુ બખાન અખ્તરખાન રાઠોડની પણ ભાગીદારી હોવાનું ખુલ્યું છે. આ દરમિયાન પત્તા ટીંચતા સૈકલી ઉર્ફે બાપુ ઇનાયતઅલી સૈયદ, જઇદઅલી ઇનાયત અલી સૈયદ, કમલેશભાઈ ઉર્ફે અકુ શાંતિલાલ પટવા, નાસીરખાન સિકંદરખાન પઠાણ, અબ્દુલરજાક ઈસ્માઈલભાઈ વોરા સહિત 7 જુગારીઓ પોલીસ ઝપટે ચડયા હતા. જેને લઈને પોલીસે તમામ પટ્ટાપ્રેમીઓને પકડી પાડી એલસીબીએ ગુન્હો નોંધવા સહિતની આગળની કાર્યવાહી અર્થે સ્થાનિક પોલીસ મથક ખાતે સોંપ્યા હતા. 


શહેર ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત બે શખ્સો નાશી છૂટયા

વધુમાં આ પ્રકરણમાં શહેર ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત બે શખ્સો પરિસ્થિતિ પારખી નાશી છૂટયા હતા.હાલ પોલીસે પોલીસે ઘટના સ્થળેથી અને પોલીસ ઝપટે ચડેલા જુગારીઓના કબ્જામાંથી 26 હજારની રોકડ ઉપરાંત બાઇક, સહિત 76 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરાંત પોલીસને હાથતાળી આપી નાશી છૂટવામાં સફળ રહેલા શખ્સોને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ