બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anand district has been a pioneer in the field of co operatives for years Anand district

આણંદ / ભાઠા મંડળીના ખેડૂતોએ સામૂહિક ખેતીથી લાખો કમાયા, સરકારી જમીન ફળી, ઓછા ખર્ચે આવી રીતે મેળવ્યું મબલખ ઉત્પાદન

Kishor

Last Updated: 10:02 AM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સહકારીતા ક્ષેત્રે આણંદ જિલ્લો વર્ષોથી અગ્રેસર રહ્યો છે. ત્યારે આણંદ જિલ્લામાં સામુહિક એટલે કે સહિયારા પ્રયાસોથી આઝાદી સમયથી ધમધમતી એક સહકારી મંડળી પણ આવેલી છે. આ મંડળીએ સંપ ત્યાં જંપની કહેવતને સાર્થક કરી રહી છે.

  • આણંદ જિલ્લાના આંકલાવ પંથકના ખેડૂતોના સંપને સલામ
  • મંડળીમાં 281 ખેડૂતો સહિયારા પ્રયાસોથી ખેતી કરી મેળવે છે લાખોની ઉપજ
  • 1953માં ભાઠા મંડળીનીં સ્થાપવામાં આવી હતી
  •  

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા, કોઠીયાખડ અને નાની શેરડી તેમજ બીલપાડ ગામના ખેડૂતોએ મળીને  "મહીસાગર સમુહદાયિક ભાઠા મંડળી"ની સ્થાપના કરી છે. આ મંડળીમાં એક બે નહીં પરંતુ કુલ 281 ખેડૂતો સહિયારા પ્રયાસોથી ખેતી કરી લાખોની ઉપજ મેળવી રહ્યા છે. આઝાદી સમય દરમિયાન મહીસાગર નદી કાંઠે આવેલ 4 ગામની જમીનનું પુર દરમિયાન મોટા પ્રમાણમાં ધોવાણ થયું હતું અને ખેડૂતોને પુરમાં ખરાબ થયેલી જમીનમાં ખેતી કેવી રીતે કરવી એ સવાલ ખટકતો હતો ત્યારે આવા સમયે ગંભીરા ગામના ખેડૂત પુત્ર અને સ્વાતંત્ર્ય સેનાની છગનભાઇ મુળજીભાઈ પટેલને એક વિચાર આવ્યો જેમાં તેમણે મહીસાગર સમુહદાયિક ભાઠા મંડળીની સ્થાપના કરી. પૂર દરમિયાન ડૂબાણમાં ગયેલી જમીન સામે મહીસાગર કાંઠે વેરાન જમીનની તત્કાલીન સરકાર સમક્ષ માંગ કરી હતી. ખેડૂતો પ્રત્યેની લાગણીને માન આપી સરકારે 900 એકરની જમીન મંડળીને સુપ્રત કરી હતી. જે વેરાન જમીનને મંડળી સાથે સંકળાયેલ ખેડૂતોએ આકરી મહેનત કરી ખેડાણ લાયક બનાવી અને ખેતીની શરૂઆત કરી હતી.


1953માં ભાઠા મંડળીનીં કરાઈ હતી સ્થાપના


શરૂઆતમાં ખેડૂતો અને મંડળીને ઘણી સમસ્યા નડી પણ આર્થિક રીતે સક્ષમ એવા મંડળીના સ્થાપક છગનભાઇ પટેલે આર્થિક મદદ કરી ખેડૂતોને ખેતી કરવા પ્રેરણા આપી એક મજબૂત મંડળી બનાવી હતી. હાલ ખેડૂતો જાતે જ સામુહિક રીતે ખેતી કરી ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન કરી રહ્યા છે. જેને લઈ આ મંડળી અહીંના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.વર્ષ 1953 માં સ્થાપવામાં આવેલ મહીસાગર ભાઠા મંડળી હાલ એશિયામાં ખેડૂતો દ્વારા સ્થાપવામાં આવેલ એક માત્ર મંડળી છે જ્યા ખેડૂતો જાતે મહેનત કરી રહ્યા છે.મહીસાગર ભાઠા મંડળી પાસે હાલ 525 એકર જમીન છે. જેમાં 281 ખેડૂતો સામુહિક રીતે ખેતી કરે છે અહીં મુખ્યત્વે તમાકુ, બાજરી, ડુંગળી જેવા પાક ખેડૂતો પક્વતા હોય છે. જમીનમાં  14 /14 ખેડૂતોની ટુકડી બનાવવામાં આવી છે આ 14 ખેડૂતો દ્વારા સામુહિક રીતે એક બીજાને સોંપવામાં આવેલ જમીનમાં એક સંપ થઈ મજૂરી કરી પાક પકવતા હોય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ તમામ ખેડૂતો અલગ અલગ પરિવારના છે અને તેમ છતાં પણ ઘરેથી વાળું લઈ અરસપરસ ભેગા મળી ખેતી કામ દરમિયાન એક સાથે બેસી વાળું કરતા હોય છે.

મંડળી પાસે પોતાનું સ્વંભાંડોળએ કરોડ રૂપિયા છે.

મંડળી દ્વારા આ તમામ ખેડૂતોને ખેડ ખાતર પાણી અને બિયારણની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. જેથી ખેડૂતોને ખેતી ખર્ચ માટે નાણાં વ્યાજે કે ઉછીના લેવા પડતા નથી,જ્યારે ખેડૂતો દ્વારા પકવેલ મોલ તૈયાર થઈ જાય છે ત્યારે તેની જાહેર માં પારદર્શક હરાજી કરવામાં આવે છે અને જેના થકી ઉપજ ના મળેલ નાણાં માં થી ખેડૂતો 60 ટકા રકમ ચૂકવી આપવામાં આવે છે બાકીની બચેલ 40 ટકા રકમમાંથી ખેડૂતોને આપવામાં આવેલ ખેતી માટેનો ખર્ચ કાપવામાં આવે છે અને વધેલી રકમ ખેડૂતોને બોનસ પેટે ચૂકવી આપવામાં આવે છે.

હાલ મંડળી પાસે પોતાનું સ્વંભાંડોળ એ કરોડ રૂપિયા છે ખેડૂતો માટે 30 ગોડાઉન પણ એકજ સ્થળે બનાવ્યા છે. જ્યારે મંડળીનું વાર્ષિક ટર્ન ઓવર 5 કરોડ છે. મંડળી દ્વારા સ્વભંડોડમાંથી ચાર ગામોમાં અનેક વિકાસના કામો પણ કરવામાં આવે છે આ સાથે મુશ્કેલીના સમયે ખેડૂતોને જરૂર મુજબ એડવાન્સ નાણાં પણ ચૂકવવામાં આવે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ