બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આખરે કઇ રીતે ઘટી વાસદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની દુર્ઘટના? સામે આવ્યું ચોંકાવનારું કારણ
Last Updated: 10:37 AM, 6 November 2024
આણંદના વાસદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોનાં મોત થયા હતા. ક્રેઈન ઉપર મેઈન્ટેઈન કરવામાં દુર્ઘટનાં સર્જાઈ હોવાનું અનુમાન અધિકારીઓ લગાવી રહ્યા છે. પિલરની વચ્ચે રાખવામાં આવેલા બ્લોક એકાએક તૂટી પડ્યા હતા. કાટમાળ નીચે 4 લોકો દબાયા હતા. ફાયર વિભાગે 4 કલાક સુધી રેસ્ક્યું ઓપરેશન કર્યું હતું. કાટમાળ હટાવવાની કામગીરી આખી રાત ચાલી હતી. તેમજ દુર્ઘટનાનું કારણ શોધવા એક્સપર્ટની ટીમ ઘટનાં સ્થળની મુલાકાત લેશે.
ADVERTISEMENT
દુર્ઘટનાં બનતા અધિકારીઓ ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા
ADVERTISEMENT
3 જેટલા કામદારો ક્રોકીટનાં બ્લોક નીચે દબાયા હતા. મોટા પિલ્લરને વજન આપીને ફાઉન્ડેશન મજબૂત કરવામાં આવતું હોય છે. લોડ મુકેલ પ્લેટ ખસતા દુર્ઘટનાં સર્જાઈ હતી. ઘટનાને લઈ એસપી. ડીવાયએસપી, મામલતદાર સહિતનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. કેબલ ક્રોન અને જેસીબીની મદદથી ક્રોંકીટ બ્લોક હટાવ્યા હતા.
અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં જ કાપી શકાશે
અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત રાજ્યમાંથી પસાર થતા તમામ બ્રિજનું કામ પુર્ણ થઈ ગયું છે. માહિતી અનુસાર, મુંબઈ-અમદાવાદ રૂટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે, જેના નિર્માણમાં જાપાન સરકાર પણ મદદ કરી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું 508 કિલોમીટરના અંતર માત્ર 2 કલાકમાં જ કાપી શકાશે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં એન્જિનિયરિંગનો અદભુત કમાલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 12 નદીઓ પર રેલવે પુલના કામ પુર્ણ થઈ ગયા છે. જેમાં 20 પૈકી 9 રેલવે બ્રિજ વાપી અને સુરત નદી પરના પુલોની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પુલનો પ્રોજેક્ટ 29 ઓક્ટોબરના રોજ પૂર્ણ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું સંચાલન કેન્દ્ર સાબરમતી ખાતે હશે.
ગુજરાતમાં કોરિડોર પર પૂર્ણ થયેલા 12 નદી પુલ
વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે: કરેરા (નવસારી જિલ્લો), પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), કોલક નદી (વલસાડ જિલ્લો), કાવેરી નદી (નવસારી જિલ્લો) અને વેંગાનિયા (નવસારી જિલ્લો) - કુલ 9 પૂલોનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે.
વધુ વાંચોઃ પત્ની સાથેના આડા સંબંધમાં ખેલાયો ખૂની ખેલ, સુરતમાં પતિએ કરી પ્રેમીની હત્યા
વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે ખરેરા નદી પરના પુલની મુખ્ય વિશેષતાઓ
આ નદી અંબિકા નદીની ઉપનદીઓમાંની એક છે, જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં આવેલા વાંસદા તાલુકાના ટેકરીઓમાંથી નીકળે છે. ખરેરા નદી વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 45 કિમી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 6 કિમી દૂર છે. આ પુલની લંબાઈ 120 મીટર છે. જયારે 3 ફુલ સ્પાન ગર્ડર (દરેક 40 મીટર) નો સમાવેશ થાય છે. પીલર્સની ઊંચાઈ - 14.5 મીટરથી 19 મીટર છે, 4 મીટરનો એક (01) ગોળાકાર થાંભલો અને 5 મીટર વ્યાસનો ત્રણ (03) ગોળાકાર થાંભલા છે. બે સ્ટેશનો વચ્ચેના અન્ય પૂર્ણ થયેલા પુલ કોલક, પાર, ઔરંગા અને કાવેરી નદી પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.