બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:42 PM, 5 November 2024
સુરતના લસકાણા વિસ્તાર ખાતે લુમ્સના ખાતામાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિએ પ્રેમીને બોથડ પદાર્થ વડે માર મારી ગળાના ભાગે પગથી દબાવી હત્યા કરી નાખી હતી. સરથાણા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર ઇન્ડસ્ટ્રીમાં હત્યા કરાયેલી એક યુવકની લાશ મળી આવી હતી. સરથાણા પોલીસે આ ઘટના અંગે તપાસ કરતા ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી હતી. લસકાણાના ખાતા નંબર 146-147 માં હત્યા થઈ હતું. આ અંગે પોલીસને ખાતાના માલિકે જાણકારી આપી હતી. ખાતાના માલિક રમેશ વઘાસીયાએ પોલીસને જણાવ્યું હતું કે અગાઉ તેમના ખાતામાં નોકરી કરતા આરોપી અર્જુન કેવટની પત્ની સાથે જયેશ દેશરાજનો પ્રેમ સંબંધ હતો. અવારનવાર મૃતક જયશંકર આરોપીની પત્ની સાથે ફોન પર વાતચીત કરતો હતો જે બાબતે અગાઉ પણ ખાતામાં બોલાચાલી થઈ હતી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ગીર સોમનાથમાં NHAIની મનમાની! 63 કિલોમીટરના અંતરમાં બનાવ્યા 3 ટોલબૂથ
આરોપી અર્જુન જયશંકર સાથે તે દિવસે પણ આ જ બાબતે ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બનતા અર્જુનને જયશંકરે બોથડ પદાર્થ વડે માર મારી અને ગળાના ભાગે પગથી દબાવી હત્યા કરી ભાગી ગયો હતો પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરા ની તપાસ હાથ ધરી આરોપી અર્જુનની કામરેજથી ધરપકડ કરી હતી. આરોપી અર્જુન મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર નો રહેવાસી છે જ્યારે મૃતક જયશંકર પણ ઉત્તર પ્રદેશના આલમપુરનો રહેવાસી હતો. બંને લસકાણા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT