બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથમાં NHAIની મનમાની! 63 કિલોમીટરના અંતરમાં બનાવ્યા 3 ટોલબૂથ

નારાજગી / ગીર સોમનાથમાં NHAIની મનમાની! 63 કિલોમીટરના અંતરમાં બનાવ્યા 3 ટોલબૂથ

Last Updated: 10:27 PM, 5 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ નજીકના અંતરે ત્રણ ટોલનાકા નેશનલ હાઇવે પર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વેરાવળ નજીકનું સુંદર પરા ટોલ નાકું શરૂ થતાં વિવાદ વકર્યો છે.સોમનાથ નજીક ડારી ટોલબુથથી વેળવા ટોલ નાકા સુધીમાં 63 કિલોમીટરનું અંતર હોવા છતા 63 કિલોમીટરમાં ત્રણ ટોલ નાકા શરૂ થતાં સ્થાનિકો અને પ્રવાસીઓ માં નારાજગી જોવા મળી રહી છે.

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર 60 કિલોમીટરનાં અંતરે ત્રણ ટોલનાકા શરૂ થયા છે.એક વેરાવળ નજીક ડારી બીજું પણ વેરાવળ નજીકનું સુંદરપરા અને ત્રીજું કોડીનાર નજીક વેળવા પાસે ટોલનાકુ બન્યું અને ટોલ ઉઘરાવવાનું શરૂ પણ કરી દીધું. !! હજુ હાઇવેનું કામ પણ અધૂરું છે.ત્યાં જ મસમોટો ટોલ ઉઘરાવવાનું શરૂ કરી દેવાતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.થોડા સમય પહેલા કેન્દ્રીય વાહન વ્યવહાર અને રોડ મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું હતું.'60 કિલોમીટર પછીજ બીજું ટોલનાકુ હશે.સ્થાનિકોને રાહત મળશે.' પરંતુ ટોલ સંચાલકો દ્વારા આ બાબતની અવગણના થતી હોવાની લોકોમાં ચર્ચા જાગી છે.

વર્તમાન સમયમાં ગીરમાં શરૂ થયેલા ટોલ સંદર્ભે લોકો કહી રહ્યા છે કે, 'નેશનલ હાઇવે ઓથોરિટી સરકારનું પણ માનતી ન હોય તેવું લાગી રહ્યું છે. અને મનસ્વી રીતે ટોલ ઉઘરાવાઈ રહ્યો છે જેને કારણે સ્થાનિકોમાં અને પ્રવાસીઓમાં રોષ વ્યાપ્યો છે. તો સોમનાથ થી દિવ જતા કે ભાવનગરથી દ્વારકા જતા પ્રવાસીઓને ખૂબ ટૂંકા અંતરે આવેલા ગીરનાં આ ત્રણેય ટોલનાકે અઢળક ટોલ ભરવો પડે છે.જેની સામે રોડ તો હજુ અધુરો છે.સુવિધાના નામે મીંડું છે.આમ છતાં જે ટોલ ઉઘરાવાઈ રહ્યો છે તે ન્યાયિક બાબત નહીં હોવાનું પ્રવાસીઓ જણાવી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લામાં માત્ર 63 કિલોમીટરમાં ત્રણ ટોલનાકા શરૂ કરી ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે તે ગેરકાયદે હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ટોલબુથ થી માત્ર 200 મીટરના અંતરે રહેતા ગામના લોકો ને પણ ટોલ ભરવો પડે અને તે પણ એક દિવસમાં ત્રણથી ચાર વખત તો સ્વાભાવિક છે આકરૂ તો લાગે. જિલ્લા મથકે પોતાના કામ સંદર્ભે વિવિધ કચેરીઓમાં જવાનું થાય ત્યારે એક દિવસમાં ઘણી વખત ગ્રામ્ય પ્રજાએ જવું પડતું હોય છે.ઘરની ગાડી હોય તેનો મતલબ એ તો નથી કે એકજ દિવસમાં વારંવાર ટોલ ભરવો...!

વધુ વાંચોઃ સુરતના મહુવામાં મોટી દુર્ઘટના, અંબિકા નદીમાં ન્હાવા પડેલા બે યુવકના મોત

સ્થાનિકો માટે માસિક પાસની વ્યવસ્થા પણ હજુ અહીંના ટોલનાકાઓ પર શરૂ કરી નથી. રોડ અધૂરા છે.અનેક ડાઈવર્ઝન પણ હજુ છે. હાઈવેની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે.આમ છતાં ઝડપ થી ટોલનાકાઓ ઉભા કરીને ટોલ ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે તેનાથી સ્થાનિક પ્રજા અને પ્રવાસીઓમાં પણ નારાજગી પ્રવર્તે છે.જે ઝડપે ટોલનાકા ઉભા કરવામાં આવ્યા તે ઝડપ હાઈવે ઓથોરિટી રોડ બનાવવામાં કેમ નથી દર્શાવતી...? તે યક્ષ પ્રશ્ન બન્યો છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, 'આ સંદર્ભે હવે સરકારે જાગૃત થવું રહ્યું અન્યથા હાઇવે ઓથોરિટીના કર્મનું ફળ સરકારે ભોગવવું પડશે...!

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National Highway Authority Gir Somnath Tolanaka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ