બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / An obscene video suddenly played in the middle of a Zoom meeting

અમેરિકા / Zoom મિટિંગની અધવચ્ચે અચાનક જ ચાલ્યો અશ્લીલ વીડિયો, મેમ્બર્સએ કહ્યું શું છે આ બધુ? જુઓ પછી શું થયું?

Priyakant

Last Updated: 11:29 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Zoom Porn Video In America News: ઝૂમ પર મહત્વપૂર્ણ ઓનલાઈન મીટિંગ કરી રહેલા કેટલાક લોકોને અચાનક સ્ક્રીન પર અશ્લીલ વીડિયો દેખાવા લાગ્યા

  • ઝૂમ પર મીટિંગમાં અચાનક સ્ક્રીન પર અશ્લીલ વીડિયો દેખાવા લાગ્યા
  • બેઠક વચ્ચે અચાનક એક વ્યક્તિ અશ્લીલ હરકતો કરતો જોવા મળ્યો
  • ઝૂમ પર મીટિંગનાં હોસ્ટે માફી માંગી હતી અને તેને મીટિંગનું હેકિંગ ગણાવ્યું હતું

ભૂતકાળમાં જાહેર સ્થળોએ અશ્લીલ વીડિયો ચલાવવાના અનેક ઘટનાઓ સામે આવી છે. આવી સ્થિતિમાં ત્યાં હાજર લોકોને પરિચિતો અને આસપાસના અન્ય લોકો વચ્ચે શરમનો સામનો કરવો પડ્યો હતો. હવે આવો જ બીજો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઝૂમ પર મહત્વપૂર્ણ ઓનલાઈન મીટિંગ કરી રહેલા કેટલાક લોકોને અચાનક સ્ક્રીન પર અશ્લીલ વીડિયો દેખાવા લાગ્યા હતા. 

આ ઘટના અમેરિકાની છે. અહીં કોની આઇલેન્ડ હેલ્થ સેન્ટરની ઝૂમ મીટિંગ ચાલી રહી હતી. જાતીય રોગોના વધતા જતા કિસ્સાઓ સંદર્ભે યોજાઈ રહેલી આ બેઠક વચ્ચે અચાનક એક વ્યક્તિ અશ્લીલ હરકતો કરતો જોવા મળ્યો હતો. તે વ્યક્તિ અશ્લીલ અવાજ પણ કરી રહ્યો હતો. સભાની વચ્ચોવચ ગભરાયેલા સભ્યોને ક્યાં જોવું તે સમજાતું ન હતું. તે પ્રી-રેકોર્ડેડ વિડિયો હોય તેવું લાગતું હતું. મીટીંગ હોસ્ટ કરી રહેલી લ્યુસી મુજિકા ડિયાઝે ગુસ્સામાં કહ્યું, આ બધું શું છે?  ઉપરાંત તેમણે બેઠકમાં હાજર દરેક સભ્યોને તાત્કાલિક બેઠક છોડી દેવા જણાવ્યું હતું.

તો શું આ એક પોર્ન હેક હતું ? 
મીટિંગમાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે, તે સંપૂર્ણ પોર્ન હેક હતું. મીટીંગ હેક કરવામાં આવી હતી. આ મીટિંગ તરત જ બંધ કરવામાં આવી હતી અને નવી મીટિંગ લિંક જાહેર કરવામાં આવી હતી અને હોસ્ટે માફી માંગી હતી અને તેને મીટિંગનું હેકિંગ ગણાવ્યું હતું. લ્યુસીએ કહ્યું કે, અમે આ બધા માટે દિલગીર છીએ. અમારી મીટિંગ હેક કરવામાં આવી હતી. 

તમને જણાવી દઈએ કે, લ્યુસી કોમ્યુનિટી બોર્ડ 13નો ભાગ છે જે બ્રાઈટન બીચ, કોની આઈલેન્ડ, ગ્રેવસેન્ડ અને સી ગેટને આવરી લે છે. નોંધપાત્ર રીતે કોવિડના સમયથી ઓનલાઈન યોજાયેલી ઘણી સરકારી બેઠકો હેક થઈ હોવાના અહેવાલ છે. બે વર્ષ પહેલા ન્યૂયોર્ક કાઉન્સિલની એક ઈવેન્ટની મીટિંગને 20 મિનિટ માટે હેક કરવામાં આવી હતી. આ દરમિયાન સ્ક્રીન પર અશ્લીલ વીડિયો પણ ચાલતો હતો.

પટના રેલવે સ્ટેશન પર એડલ્ટ ફિલ્મ ચાલી હતી 
નોંધનીય છે કે, ગયા મહિને બિહારની રાજધાની પટના રેલવે સ્ટેશન પર જાહેરાત પ્રસારણ માટે રોકાયેલા ટેલિવિઝન સ્ક્રીન પર અચાનક એડલ્ટ ફિલ્મનું પ્રસારણ શરૂ થઈ ગયું હતું. લગભગ 3 મિનિટ સુધી ડઝનેક ટેલિવિઝન સ્ક્રીન પર એડલ્ટ ફિલ્મ ચાલતી રહી. રેલવે સ્ટેશન પર હાજર કેટલાક મુસાફરોએ ઉતાવળમાં જીઆરપી અને આરપીએફને જાણ કરી ત્યારબાદ ટેલિવિઝન પર જાહેરાત ચલાવતી એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો અને એડલ્ટ ફિલ્મ રિલીઝ કરવામાં આવી. પ્રસારણ થોભાવવામાં આવ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ