ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / An important decision taken in the Manpani Standing Committee
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્યમાં કોરોનો પ્રક્રોપ વધતા હવે સરકાર દ્વારા કડક નિયમ લગાવામાં આવ્યા છે. જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે. લગ્ન પ્રસંગમાં 150 વ્યક્તિઓની મંજૂરી આપતા અનેક લોકો અટવાયા છે. તેમજ આ સાથે લગ્ન રદ કરી રહ્યા છે. અને આ સાથે બુક કરેલા હોલને રદ કરી દીધા છે. આ અંગે મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકોએ કોર્પોરેશનના હોલ બુક કરી રદ કર્યા હશે તેમને 95% રકમ પરત આપવામાં આવશે.
હોલ બુકિંગ રદ્દ કરવા પર રકમ પરત મળશે
રાજ્યમાં કોરોના સંક્રમણ માં થઇ રહેલા વધારાને પગલે સરકારે રાજકીય, ધાર્મિક અને લગ્ન પ્રસંગોમાં 400 લોકો ની મર્યાદા ઘટાડી માત્ર 150 લોકોની જ કરી દીધી છે.. તો બીજી તરફ 15 જાન્યુઆરી બાદ શરૂ થઇ રહેલ લગ્ન સિઝનમાં હજારોની સંખ્યામાં લગ્ન થવાના છે ત્યારે તેમાં ઝાકમઝોળ ને ગ્રહણ લાગ્યું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.. અનેક પરિવારો પણ મૂંઝવણમાં મુકાયા છે કે લગ્ન પ્રસંગ કેવી રીતે યોજવા..! કેટલાક પરિવારોએ તો લગ્ન માટે હોલનું પણ બુકિંગ કરાવી દિધું છે. જો કે હવે કોરોનાની નવી ગાઈડલાઈનને પગલે લગ્નમાં હાજર રહેનાર લોકોની સંખ્યા 150ની કરી દેવામાં આવી છે. ત્યારે લગ્નમાં હોલ બુકિંગ કરી દીધા બાદ હવે 95 ટકા રકમ પરત આપવોનો મનપાએ નિર્ણય કર્યો છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ