An FIR has been registered against Shweta Tiwari for making a controversial statement against God
કાર્યવાહી /
ભગવાન પરના વિવાદિત નિવેદનને લઈને એક્ટ્રેસ શ્વેતા તિવારી ફસાઈ, થઈ આ મોટી કાર્યવાહી
Team VTV10:52 AM, 28 Jan 22
| Updated: 10:57 AM, 28 Jan 22
ભોપાલમાં શ્વેતા તિવારીએ એક ઈવેન્ટમાં ભગવાન સામે વિવાદીત નિવેદન આપ્યું હતું. જે નિવેદનને લઈને તેની સામે હવે FIR દાખલ થઈ છે જેમા તેની સામે ધાર્મિક લાગણી દુભાવાનો આરોપ લાગ્યો છે.
પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી હવે એક નવી મુસિબતમાં ફસાઈ ગઈ છે. મીડિયા સામે તેણે એવું નિવેદન આપ્યું હતું કે તેની બ્રા ની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે. જેથી તેના આ વિવાદીત નિવેદન પર કેસ દાખલ થયો છે. જેમા ભોપાલામાં આવેલ શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં શ્વેતા તિવારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ધાર્મિક લાગણી દુભાવાનો લાગ્યો આરોપ
શ્વેતા તિવારી સામે IPC કલમ 295 (A) મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમા તેની સામે એવા આરોપ લાગ્યા છે તેણે ધાર્મિક લાગણીઓ દુભાવી છે. ભોપાલમાં શ્વેતા તિવારી અપકમિંગ વેબ સીરીઝના લોન્ચ ઈવેન્ટ માટે ગઈ હતી તે સમયે તેણે મજાક મજાકમાં વિવાદીત નીવેદન આપી દીધું કે મારી બ્રા ની સાઈઝ ભગવાન લઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વિવાદીત નિવેદન વાયરલ
શ્વેતાનું આ વિવાદીત નિવેદન હાલ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેની નિંદા કરી રહ્યા છે. શ્વેતા વેબ સીરીઝ શો સ્ટોપર મીટ ધ બ્રા ફિટરના લોન્ચ ઈવેન્ટમાં ગઈ હતી. જોકે આ મામલે શોના હોસ્ટ સલિલ આચાર્યનું કહેવું છે આ એક મિસકોમ્યુનિકેશન છે. વધુમાં તેણે કહ્યું મે બ્રા ફિટરના રોલને લઈને સવાલ કર્યો હતો. જેનો જવાબ તેણે એવો આપ્યો કે ભગવાન સાથે અમે ફિટિંગ કરાવી રહ્યા છે.
સીરીઝ શરૂ થતા પહેલાજ વિવાદોમાં
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સલિલ આચાર્યનું કહેવું છે કે શ્વેતાના નિવેદનને પૂરી રીતે સમજવું જરૂરી છે. આ વેબ સીરીઝમાં શ્વેતા સાથે રોહિત રોય, દિગાંગના સૂર્યવંશી, સૌરભ રાજ જૈન પણ નજર આવશે. ભોપાલમાં આ વેબ સીરીઝ શૂટ કરવામાં આવશે જોકે સીરીઝ શરૂ થાય તે પહેલાજ તેને લઈને વિવાદ થઈ ગયો છે. જોકે આ વિવાદ મામલે શ્વાતા તિવારી દ્વારા હજુ કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું