બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાંથી નકલી વિઝાની આખી ફેક્ટરી ઝડપાઇ, જે દેશ કહો તેના વિઝા 10 મિનિટમાં તૈયાર

ગુજરાતનું ગૌરવ / સુરતમાંથી નકલી વિઝાની આખી ફેક્ટરી ઝડપાઇ, જે દેશ કહો તેના વિઝા 10 મિનિટમાં તૈયાર

Last Updated: 06:06 PM, 2 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત એસઓજી અને પીસીબીની ટીમે માહિતીના આધારે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા સમોર રેસીડેન્સીના ફ્લેટ નંબર 202 માં દરોડો પાડ્યો હતો. જ્યાં લેપટોપ પર કોરલ ડ્રો સોફ્ટવેરમાં બનાવટી વિઝા સ્ટીકર બનાવતા પ્રતીક શાહ નામના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ઝડપાતા ચકચાર મચી ગઇ છે.

Duplicate visa scam in surat : શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં એસઓજી અને પીસીબીએ સંયુક્ત દરોડો પાડીને મસમોટુ કૌભાંડ ઝડપી લીધું હતું. દરોડામાં પ્રતિક શાહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોતાની ઓફિસમાં બેઠાબેઠા જ વિઝાનું બનાવટી સ્ટીકર બનાવી લોકોને ઉલ્લુ બનાવતા હતા. આ નકલી સ્ટીકર દિલ્હી, પંજાબ, ચંદીગઢ અને હરિયાણા સહિતના રાજ્યોના એજન્ટોને કુરિયર મારફતે મોકલી આપતો હતો. આરોપી પ્રતિક પ્રતિ સ્ટીકર 15થી 20 હજાર રૂપિયા વસૂલતો હતો. તપાસમાં સામે આવ્યું કે, અત્યાર સુધીમાં આ વ્યક્તિએ 700 કરતા વધારે લોકો સાથે આવા સ્ટીકર બનાવીને ઠગાઇ કરી છે. અલગ અલગ રાજ્યોના એજન્ટો દ્વારા આ ઠગાઇ આચરવામાં આવી છે. આ સ્ટીકર તે કોરલ ડ્રો સોફ્ટવેર દ્વારા બનાવતો હતો.

દરોડા બાદ ધરપકડ

સુરત એસઓજી અને પીસીબીની ટીમે માહિતીના આધારે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા સમોર રેસીડેન્સીના ફ્લેટ નંબર 202 માં દરોડો પાડ્યો હતો. જ્યાં લેપટોપ પર કોરલ ડ્રો સોફ્ટવેરમાં બનાવટી વિઝા સ્ટીકર બનાવતા પ્રતીક શાહ નામના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ઝડપાતા ચકચાર મચી ગઇ છે. પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં આરોપીએ યુકે, કેનેડા, યુરોપ, સરબીયા, મેકેડોનિયા જેવા અલગ અલગ દેશોના બનાવટી વિઝા સ્ટીકર બનાવ્યા હોવાની કબુલાત આપી હતી. આ તમામ દેશોના નકલી વિઝાના ફોર્મેટ તેણે તૈયાર રાખીને સુવ્યવસ્થિત કૌભાંડ ચલાવતો હતો.

દરોડામાં અનેક મહત્વપુર્ણ પુરાવા મળ્યા

આરોપીના ફ્લેટમાંથી અલગ અલગ દેશોના 5 જેટલા બનાવટી વિઝા સ્ટીકર, 8 કલર પ્રિન્ટર, અલગ અલગ દેશોના સ્ટેમ્પ અને સિક્કા, બે પેપર કટર, બે યુવી લેઝર ટોર્ચ, એક એમ્બોઝ મશીન મળી આવ્યું છે. ઉપરાંત બે કોર્નર કટર મશીન, સ્કેલ, નવ ઇન્કની બોટલો, યુરોપ કેનેડા, મેકેડોનિયા, સર્બિયા, યુકે જેવા દેશના પેપરોનો જથ્થો, 5 મોબાઇલ, બે કલર પ્રિન્ટર, તેમજ એક hp કંપનીનું લેપટોપ સહિત કુલ 1.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

વધુ વાંચો: Audio Clip: 'તમે ગુંડા છો, ધમકાવો છો?', અને કૉલ કરનાર યુવાનને રમણ વોરાએ તતડાવ્યો!

અનેક એજન્ટોની જાળ પાથરી હતી

આરોપી પ્રતીક શાહ, ટ્રાવેલિંગ એજન્સી ચલાવતા અનેક એજન્ટો સાથે સુવ્યવસ્થિત કૌભાંડ ચલાવતો હતો. વિદેશ જવા ઇચ્છુક વ્યક્તિઓને વિઝા આપવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા બાદ નકલી વિઝા પકડાવી દેતો હતો. વિઝા એવા બનાવટી બનાવતો હતો કે તેને જોઈને લોકોને ખ્યાલ પણ નહોતો આવતો કે વિઝા નકલી છે.

અલીબાબા પરથી માલ મંગાવતો

પ્રતીક શાહ ચાઈનીઝ એપ્લિકેશન અલીબાબા પરથી અલગ અલગ દેશના હોલમાર્ક પેપર મંગાવતો હતો. પોતાના લેપટોપ પર કોરલ ડ્રો સોફ્ટવેરની મદદથી વિઝાના ફોર્મેટ પર એડિટિંગ કરી, બનાવટી વિઝા સ્ટીકર બનાવીને લોકોને ઠગતો હતો. એક વિઝા દીઠ 15થી 20 હજાર રૂપિયા વસૂલતો હતો.

અન્ય અનેક ગુનાઓમાં પણ સંડોવણી

આરોપી પ્રતીક શાહ વિરુદ્ધ ભૂતકાળમાં અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં નવ, વડોદરા ગોરવા પોલીસ સ્ટેશનમાં એક અને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુના દાખલ થઇ ચુક્યા છે. અનેક ગુનાઓમાં તે જામીન પર બહાર છે. જો કે તેમ છતા તેણે પોતાનાં બેનંબરના ધંધા હજી સુધી બંધ કર્યા નથી.

700 જેટલા બનાવટી વિઝા સ્ટીકર લોકોને ચીપકાવ્યા

પ્રતીક શાહે અત્યાર સુધીમાં દિલ્હી, પંજાબ, ચંદીગઢ, હરિયાણા જેવા રાજ્યોના એજન્ટોની પોતાની જાળમાં 700 થી વધારે લોકોને વિઝા સ્ટીકર કુરિયર મારફતે મોકલી મસમોટું કૌભાંડ આચર્યું છે. દરેક એજન્ટ તેને પ્રતિ વિઝા સ્ટીકર 15થી 20 હજાર રૂપિયા ચુવકતોહ તો. જેથી તેણે આશરે 10 કરોડ રૂપિયા કરતા પણ મોટુ કૌભાંડ આચર્યું હોવાની શક્યતા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. અનેક રાજ્યોમાં આ કૌભાંડના તાર જોડાઇ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

visas for any country are ready in 10 minutes fake visa factory caught in Surat fake visa factory
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ