ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / An alarming rise in the number of deaths due to heart attacks in Rajkot
ADVERTISEMENT
ADVERTISEMENT
Heart Attack News: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે હાર્ટ અટેકના કિસ્સા કોરોના બાદ સતત વધ્યા છે. રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ વ્યક્તિઓ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. ગરબા રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.

ADVERTISEMENT
છેલ્લા 12 દિવસમાં 13ના મૃત્યુ
ત્યારે રાજકોટની વાત કરીએ તો છેલ્લા 12 દિવસમાં 13 વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં છે. રાજકોટ છેલ્લા 24 કલાકમાં 2 વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં 38 અને 42 વર્ષના 2 વ્યક્તિના 24 કલાકમાં મોત થયા છે. જ્યારે 17થી 28 ઓક્ટોબર સુધીમાં 13 લોકોના હ્રદય થંભી ગયા છે. રાજકોટમાં છેલ્લા 12 દિવસમાં વશરામ મોહનભાઇ ધંધુકિયા (ઉ.વ.45), રમેશ જેરામભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.50), સવાઇસિંહ હાલાજી સોઢા (ઉ.વ.55), જયેશભાઈ ઝાલાવડીયા (ઉ.વ.44), કંચનબેન રાજેશકુમાર સક્સેના (ઉ.વ.48), આશિષ પરષોત્તમભાઈ અકબરી (ઉ.વ.40), રણજીત ઉપેન્દ્રભાઈ યાદવ (ઉ.વ.24), ગોરધનભાઈ રાખોલીયા (ઉ.વ.45), ઘુઘાભાઇ મોહનભાઇ સારદીયા (ઉ.વ.58), ગુણવંતભાઇ ચનાભાઇ ચાવડા (ઉ.વ.38), પરષોત્તમભાઇ રતિભાઇ જાદવ (ઉ.વ.53), ધીમંતકુમાર વ્યાસ (ઉ.વ.62) અને શક્તિસિંહ ઝાલા (ઉ.વ.42)નું હાર્ટ એટેકથી નિધન થયું છે.
હાર્ટ એટેક આવવાના શું કારણો છે?
હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ VTVને જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ એટેકનો મુખ્ય કારણ છે.
ADVERTISEMENT

હાર્ટ એટેકના દર્દીઓમાં થયો છે વધારો
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ રોગ સામાન્ય બની રહ્યો છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના ઘણા કારણો હોઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હાર્ટ એટેકનું કારણ તણાવ છે. આ તણાવમાંથી છુટકારો મેળવવા માટે આજના યુવાનો મોટાભાગે ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર બની રહ્યા છે. જે હૃદય સંબંધિત રોગોને વધુ પ્રોત્સાહન આપે છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક કારણો જે યુવાનોમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારી શકે છે.
ADVERTISEMENT
નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણો શું છે
1. કામનું પ્રેશર
આજના સમયમાં યુવાનો કામનું એટલું દબાણ લે છે કે આ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકનું કારણ બની શકે છે. આખો સમય કોમ્પ્યુટર કે ફોન પર કામમાં વ્યસ્ત રહેવું અને આહાર અને કસરતને અવગણવાથી હૃદયરોગનું જોખમ વધી શકે છે.
2. ધૂમ્રપાન અથવા આલ્કોહોલ
કામના દબાણ અને તણાવને ઘટાડવા માટે આજના યુવાનો ઘણીવાર ધૂમ્રપાન અથવા દારૂ પીવા તરફ આકર્ષાય છે. આ બંને વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ પરંતુ હાર્ટ એટેકનું મોટું કારણ પણ બની શકે છે.
ADVERTISEMENT

3. સ્થૂળતા
વધુ પડતી સ્થૂળતા શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે. આજના સમયમાં યુવાનોમાં જંક ફૂડ ખાવાની આદત છે. કસરતનો અભાવ, સ્ટ્રેસ, આ બધી બાબતો તેમને સ્થૂળતા તરફ લઈ જઈ શકે છે અને વધુ પડતી સ્થૂળતા હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
4. જંક અને ફાસ્ટ ફૂડ
આપણી ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારની આદતો આપણા આખા શરીર પર નકારાત્મક અસર કરે છે. યુવાનોમાં એવું જોવા મળે છે કે ફળો, શાકભાજી અને અનાજને બદલે તેઓ જંક ફૂડ, પેક્ડ ફૂડ અથવા રેડી ટુ ઈટ ફૂડ (ફાસ્ટ ફૂડ) પર વધુ આધાર રાખે છે. આ ખોરાક આપણા શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેની સીધી અસર આપણા હૃદય પર પડી શકે છે.
5. તણાવ
યુવાનોમાં હાર્ટ એટેકનું સૌથી સામાન્ય કારણ તણાવ છે. તણાવ શરીરને ઘણી રીતે અસર કરી શકે છે. તે હૃદયના ધબકારા પર અસર કરી શકે છે અને હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો