બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / amrish der is my friend and he can join bjp anytime says C R Patil

રાજકારણ / અમરીશ ડેરને એક દિવસ ખખડાવવાના છે, મારો અધિકાર છે, તેમના માટે ભાજપમાં જગ્યા ખાલી જ છે : પાટીલ

Published By: Ronak

Last Updated: 04:05 PM, 18 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના ધારીમાં આજે એક સમૂહલગ્નમાં સંબોધન દરમ્યાન સી. આર પાટીલના એક નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને કોંગ્રેસ માટે ચિંતા ઊભી થઈ છે.

  • અમરિશ ડેરને લઈ સી. આર. પાટીલનું મોટું નિવેદન 
  • પાટીલના નિવેદન કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો 
  • નિવેદનને લઈને ગુજરાત કોંગ્રેસમાં ચિંતાનો માહોલ 

 

ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે આજે અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને લઈને નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ નિવેદનથી રાજકીય ગલિયારોમાં ચર્ચા ઊભી થઈ ગઈ છે. પાટીલે કહ્યું હતું અમરીશ ડેર તો ભાજપના કાર્યકર્તા હતા અને કામ કરી ચૂક્યા છે. મારા પણ મિત્ર છે અને મારે તો ડેરને એક વખત ખખડાવવાના છે, મારો અધિકાર છે. અમરીશ ડેર માટે ભાજપમાં જગ્યા ખાલી જ છે. જેમ બસમાં આપણે આપણા મિત્રો માટે જગ્યા ખાલી રાખીએ તેમ તેમની માટે ભાજપમાં જગ્યા ખાલી જ છે. તેમણે આગળ એમ પણ કહ્યું હતું કે ભાજપની પાર્ટીના ઘણા લોકો ડેરના ખાસ મિત્રો છે. 

ચૂંટણી પહેલા પાટીલનું આ સૂચક નિવેદન

મહત્વનું છે કે અમરીશ ડેરનું ભાજપમાં જોડાવવાની વાતોને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે ત્યારે સી. આર પાટીલના આ નિવેદને બળતામાં ઘી હોમવા જેવું છે. કારણ કે ગઈ કાલે જ હજુ ભાજપના મંત્રી મુકેશ પટેલ સાથે અમરીશ ડેરની મુલાકાત અને તેમની તસવીરને પગલે આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો હતો. ત્યારે ફરી એક વખત અમરીશ ડેરના ગઢમાં જ પાટીલના નિવેદનથી કોંગ્રેસ નેતાનું ભાજપમાં જોડાવાના તર્કને વેગ મળ્યો. જો કે જ્યારે અમરીશ ડેર ભાજપમાં જોડાશે કે નહીં તેવા સવાલ સામે પાટીલે મૌન સેવ્યું હતું. 

હું ક્યાંય જવાનો નથી: અમરીશ ડેર 

સમગ્ર મામલે સીઆર પાટીલના નીવેદનને લઈને અમરીશ ડેરે નિવેદન આપતા કહ્યું કે હા  મે ભૂતકાળમાં ભાજપ માટે કામ કર્યું છે પરંતુ હું હાલ જનતાના આશીર્વાદથી કોંગ્રેસમાં ચુટાઈને  આવ્યો છું. મારે અહીયાજ રહેવાનું છે હું ક્યાંય નથી જવાનો. સાથેજ અમીરશ ડેરે એવું પણ કહ્યું કે દરેક વ્યક્તિને વાણી  સ્વાતંત્રતાનો અધિકાર મળ્યો છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું મને મારા વિસ્તારની જનતાએ આશિર્વાદ આપ્યા છે. 
 

ભાજપના નેતા ભરત ડાંગરે કહ્યું આ ચૂંટણીલક્ષી નિવેદન નથી

આ મામલે ભાજપના નેતા ભરત ડાંગરે કહ્યું કે આ કોઈ ચૂંટણીલક્ષી નિવેદન નથી. સી. આર પાટીલે આહીર સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે નહીં કે કોઈ ચૂંટણીની સભામાં. અમરીશ ડેર ત્યાંના સ્થાનિક નેતા છે અને સી.આર પાટીલ અને ભાજપ સાથે જૂનો સંબંધ છે ત્યારે તેમણે આ લાગણી વ્યક્ત કરી હોય.

કોંગ્રેસના લલિત કગથરાએ આ ચર્ચાને વખોડી

જ્યારે બીજી બાજુ કોંગ્રેસના લલિત કગથરાએ અમરીશ ડેરના ભાજપમાં જવાને લઈને વાત કરતા કહ્યું હતું કે ભાજપ પહેલેથી આ રીતે નેતાઓના ખરીદ-વેચાણની નીતિ કરતું આવ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જઈને નેતાઓ તેમના માટે બદલાઈ જતા હોય છે અને કોંગ્રેસમાં હોય ત્યારે ખરાબ હોય છે તેવી નીતિ ભાજપની રહી છે. આવામાં હવે અમારા સારા ગણાતા નેતા અમરીશ ડેર પર ડોળો માંડ્યો છે.

રાજકારણ ગરમાયું
અંબરીશ ડેર ગુજરાત કોંગ્રેસનો જાણીતો અને દિગ્ગજ ચહેરો જે છેલ્લા 5 દિવસમાં 2 ભાજપના મોટા નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે. મંત્રી મુકેશ પટેલ સાથેની મુલાકાત બાદ અંબરીશ ડેરે ટ્વીટ કર્યું હતું અને  ફક્ત શુભેચ્છા મુલાકાત હોવાનું રટણ પણ કર્યું હતું. જે બાદ આજે અમરેલીના બાબરીયા ધાર ગામે સમૂહ લગ્નમાં સી આર પાટીલ સાથે મંચ શેર કર્યો હતો. ગુજરાતના રાજનીતિક વિશેષજ્ઞો આ મુલાકાતને અલગ રીતે જોઈ રહ્યા છે

જાફરાબાદમાં અંબરીશ ડેરના ફાર્મહાઉસ પર મુલાકાત
16 નવેમ્બરના રોજ રાજ્ય સરકારના મંત્રી અને કોંગ્રેસના MLA વચ્ચે મુલાકાત થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. મંત્રી મુકેશ પટેલ અને અંબરીશ ડેર વચ્ચે અમરેલીના જાફરાબાદમાં અંબરીશ ડેરના ફાર્મહાઉસ પર બેઠક થઈ હતી. પહેલા તો બંને નેતાઓ વચ્ચે બંધ બારણે થઇ બેઠક  બાદમાં ફાર્મ હાઉસ પર ખુલ્લામાં બેસી ફોટો સેશન પણ કર્યું હતું. મુલાકાતની વાત વહેતી થતાં જ  સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. હવે સી આર પાટીલ અને અંબરીશ ડેરની લગ્ન મંચ પર મુલાકાત અનેક ઈશારાઓ કરી રહી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Amrish Der C R patil politics અમરીશ ડેર રાજકારણ સી આર પાટીલ Gujarat politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ