બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amreli police helped the junior clerk examinees

SHORT & SIMPLE / જુનિયર ક્લાર્ક પરીક્ષાઃ ટ્રકના કારણે ટ્રાફિકજામ થતાં મૂંઝવણમાં મુકાયા પરીક્ષાર્થીઓ, જાંબાજ પોલીસે કરી મદદ

Malay

Last Updated: 03:49 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાંભાના નાની ધારી નજીક બંધ પડેલા ટ્રકને કારણે રસ્તો બ્લોક થતાં 11 પરીક્ષાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જે બાદ અમરેલી પોલીસે તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડ્યા હતા.

  • પોલીસની સરાહનીય કામગીરી
  • ઉમેદવારોને કેન્દ્ર સુધી પહોંચાડ્યા
  • ટ્રાફિકજામને કારણે અટવાયા હતા ઉમેદવારો

રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થઈ છે. રાજ્યના 3 હજાર કેન્દ્ર પર 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. પેપર વધુ લાંબુ હોવાને કારણે ઉમેદવારોને સમય ઓછો પડ્યો હોવાનું જણાવા મળી રહ્યું છે. તો આજે પરીક્ષા આપવા જતી વખતે અનેક પરીક્ષાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, આ દરમિયાન ગુજરાત પોલીસના જાંબાજ કર્મચારીઓ દેવદૂત બનીને ઉભર્યાં હતા. 

અમરેલી પોલીસે પરીક્ષાર્થીઓની કરી મદદ 
અમરેલીના ખાંભાના નાની ધારી નજીક બંધ પડેલા ટ્રકને કારણે 11 પરીક્ષાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે પોલીસ દેવદૂત બની પહોંચી હતી અને 60 કિલોમીટર જેટલા દૂરના અંતરે 11 પરીક્ષાર્થીઓને પહોંચાડ્યા હતા. મળતી માહિતી અનુસાર, ખાંભાના નાની ધારી નજીક હાઈવે પર ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન કોડીનાર-કૃષ્ણનગર એસટી બસમાં પરીક્ષા આપવા અમરેલી જઈ રહેલા પરીક્ષાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. 

સમયસર પહોંચાડ્યા પરીક્ષા કેન્દ્ર ખાતે
જેથી આ તમામે ટ્રાફિક હળવો કરાવી રહેલા પોલીસકર્મીઓને પોતાની સમસ્યા જણાવી હતી. જે બાદ ગીર સોમનાથ જિલ્લાના 11 પરીક્ષાર્થીઓને પોલીસ વાનમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સમયસર સેન્ટર પર પહોંચાડવા બદલ વિદ્યાર્થીઓએ પોલીસનો આભાર માન્યો હતો.. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ