બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Amreli BJP Controversy Activists supported by two big leaders of BJP

અમરેલી / ભાજપના બે મોટા નેતાઓના સમર્થિત કાર્યકરો બાખડ્યા, પૈસાની લેતી દેતી મુદ્દે થઇ બબાલ

Ajit Jadeja

Last Updated: 12:27 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠા અને વડોદરા બાદ હવે અમરેલીમાં પણ ભાજપના કાર્યકરોનો જૂથવાદ જોવા મળી રહ્યો છે

લોકસભા ચૂંટણી સમયે ભાજપમાં આંતરિક ઉકળતો ચરૂ સામે આવી રહ્યો છે. સાબરકાંઠા અને વડોદરા બાદ હવે અમરેલીમાં પણ ભાજપના કાર્યકરોનો જૂથવાદ જોવા મળી રહ્યો છે. અમરેલી ભાજપના જ કાર્યકર્તાઓ એકબીજાના લોહી તરસ્યા બન્યા છે. રાજકોટમાં રૂપાલાનો મુદ્દો શાંત પડ્યો નથી ત્યાં ભાજપ માટે વધુ એક મુસીબત ઉભી થઇ છે.

અમરેલીમાં મોડીરાત્રે હુમલો

લોકસભાની ચૂંટણી લઈ દેશમાં રાજકીય માહોલ ગરમ બન્યું છે. ક્યાંક ઉમેદવારોનો વિરોધ ચાલી રહ્યો છે તો ક્યાંક ઉમેદવારો મતદારોને રિજવવા માટે મેદાને ઉતર્યા છે. ગુજરાતમાં પણ રાજકિય પક્ષોમાં કાર્યકરોમાં નારાજગી સામે આવી રહી છે. અમરેલીના બે મોટા નેતાઓના સમર્થિત કાર્યકરો બાખડ્યા હોવાના સમાચાર આવ્યા છે. સાંસદ નારણ કાછડીયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થકોમાં પૈસાની લેતી દેતીમાં બબાલ થઇ હોવાનું કાર્યકરો કહી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં બંન્ને પક્ષે સામસામે હુમલો થયાના આક્ષેપ કરાયા હતા. સંદિપ માંગરોળિયા અને હિરેન વિરરિયાએ સામસામે હુમલો કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. બંને કાર્યકરો હોસ્પિટલમાં દાખલ થતા પોલીસે કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. 

ભાજપનાં બન્ને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો

અમરેલી ભાજપના જ કાર્યકર્તાઓ આમને સામને આવ્યા છે. સાંસદ નારણ કાછડીયા અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થકોમાં બબાલ થઇ છે. જે પૈસાની લેતી દેતીમાં થઇ હોવાનું કહેવાય છે. સમગ્ર ઘટનામાં બંન્ને પક્ષે સામ સામે હુમલો થયાના આક્ષેપ કર્યા છે. હિરેન વીરડિયા અને તેના મિત્ર પર અમરેલી પાલિકાના સભ્ય સંદીપ માંગરોળીયાએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યા છે. જ્યારે સામે સંદીપ માંગરોળીયાએ પોતાના પર હિરેન વીરડિયા,સાંસદ અને તેમના સમર્થકોએ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. ભાજપનાં બન્ને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ છે.

 

સાંસદ મામલો શાંત પાડવા દોડ્યા

મોડી રાતે બબાલ થતા ભાજપના કાર્યકર્તાઓના ટોળેટોળાં પણ હોસ્પિટલમાં ઉમટ્યા હતા, ભાજપનાં બન્ને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમરેલીના મામલાને શાંત કરવા માટે સાંસદ નારણ કાછડિયા પણ પહોંચ્યા હતા. જોકે સાંસદ કાછડિયા અને કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપીની માહિતી સામે આવી રહી છે.

વડોદરામાં ભાજપમાં પણ વિવાદ

લોકસભા ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરા બેઠક પર ઉમેદવાર બદલ્યા બાદ પણ નવા ઉમેદવારને લઈ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરામાં ભાજપના ઉમેદવાર ડૉ. હેમાંગ જોષીનો યુવા મોરચાએ જ વિરોધ કર્યો છે.ભાજપે વોર્ડ 5ના યુવા મોરચા કાર્યાલય મંત્રીએ ઉમેદવારને લઇ પોતાનો રોષ ઠાલવ્યો છે. પ્રિતેશ શાહે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના લાઇવ સ્ટ્રીમિંગમાં કોમેન્ટ કરી પોતાનો રોષ ઠાલવતો ફરી એકવાર વડોદરાનો રાજકારણ ગરમાયું છે. 

આ પણ વાંચો :  પરશોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ વકર્યો, લાઠી સ્ટેટના રાજવી પરિવારના વંશજે કર્યો બદનક્ષીનો દાવો

ભાજપમાં આંતરિક વિખવાદ વધ્યો

શિસ્તબંધ પાર્ટી હોવાનો ભાજપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ ગુજરાત ભાજપમાં અત્યારે આંતરિક વિખવાદ વધી રહ્યો છે.પરશોત્તમ રૂપાલા વિવાદ શાંત પડ્યો નથી, ત્યાં હવે અમરેલીમાં લોકસભા બેઠકના ઉમેદવારને લઈને પક્ષના જ બે જૂથ વચ્ચે મારામારી થઇ છે. ચૂંટણી પહેલા અમરેલીનો જુથવાદ પણ ટીકીટ અને ઉમેદવારને લઇને જ થયો હોવાનું સુત્રો કહી રહ્યા છે. હાલના ઉમેદવારને બદલીને નવા ઉમેદવારને ટિકિટ આપવાની રજૂઆત હિરેન વિરડીયાએ કરી હોવાનું જાણવા મળ્યુ છે આ સંદર્ભે જ હૂમલો થયો હોવાનું કહેવાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ