બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ધારાસભ્ય હસમુખ પટેલ વિરુદ્ધ કાર્યકરોનો બળવો, અંગત અદાવતમાં વધુ રસ સહિતના મેસેજ વાયરલ
Last Updated: 11:58 AM, 15 March 2026
અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ ભાજપનો મોટો મતભેદ સામે આવ્યો છે, જેમાં અમરાઈવાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે કાર્યકરોએ બળવો કર્યો છે. ભાજપના જ એક વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો છે. જેમાં ધારાસભ્ય પર 'હિટલરશાહી' ચલાવવાનો, સિનિયર કાર્યકરોની અવગણના કરવાનો અને લોકસેવાને બદલે અંગત અદાવત રાખવાના ગંભીર આક્ષેપો સાથેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે.
ADVERTISEMENT
NRI યુવકને માર મારવાથી લઈને સોસાયટીઓના રોડના કામ અટકાવવા સુધીના વિવાદોમાં ઘેરાયેલા ધારાસભ્યની કાર્યશૈલીથી નારાજ કાર્યકરોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જો મતભેદનો અંત નહીં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપને જ હારનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ક્યારે થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી? આ તારીખે જાહેર થશે, મહત્વના સમાચાર
ADVERTISEMENT
MLAને સંપર્ક કરતા તેમણે ફોન રિસિવ ન કર્યો
ચૂંટણીમાં જીતવા માટે તેમજ કોંગ્રેસના વોટબેંકવાળી અમદાવાદની અમરાઈવાડી વિધાનસભામાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે મતભેદએ હવે વિવાદનું સ્વરુપ લીધુ છે. ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના વિવાદો અને તેમની કાર્યશૈલીથી વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ નારાજ છે. ધારાસભ્ય પોતાની મનમાની કરી રહ્યા હોવાની અને સિનિયર કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ બાબતને લઇ જ્યારે મીડિયા સાથે સંપર્ક કર્યો ત્યારે અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડો. હસમુખ પટેલે ફોન ઉપાડ્યો નહોતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.