બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Amitabh Bachchan was seen with the Mumbai police car, Big B said 'Girfatar'

મનોરંજન / મુંબઈ પોલીસની ગાડી સાથે જોવા મળ્યા અમિતાભ બચ્ચન, બિગ બીએ કહ્યું- 'ગિરફતાર'

Megha

Last Updated: 01:38 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચને હાલ એક ફોટો શેર કર્યો છે જેમાં તે મુંબઈ પોલીસના વાહન પર હાથ મૂકીને ઉભા છે અને કેપ્શનમાં લખ્યું છે, 'ગિરફતાર'

  • અમિતાભ બચ્ચને તેમના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો
  • બિગ-બી મુંબઈ પોલીસના વાહન પર હાથ મૂકીને ઉભા છે
  • ફોટોના કેપ્શનમાં લખ્યું છે, 'ગિરફતાર'

અમિતાભ બચ્ચનની ધરપકડ કરવામાં આવી છે. અમે આ નથી કહી રહ્યા, અમિતાભ બચ્ચને તેમના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે અને તેની સાથે લખ્યું છે, 'ગિરફ્તાર'. જણાવી દઈએ કલે બિગ બીએ મજાક કરી છે. આ ફોટોમાં તે મુંબઈ પોલીસના વાહન સાથે જોવા મળી રહ્યો છે અને ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં ઉભો છે. તે તેની આગામી ફિલ્મનું શૂટ હોઈ શકે છે અથવા બોલિવૂડ મેગાસ્ટાર, જે ઘણીવાર તેના ચાહકો માટે વિવિધ ફોટા શેર કરે છે, તેણે રેન્ડમ ફોટો ક્લિક કરીને અપલોડ કર્યો છે. 

જો કે આ ફોટો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે અને અમિતાભ બચ્ચનના ચાહકોએ આ ફોટો પર કોમેન્ટ કરી રહ્યા છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચન ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં મુંબઈ પોલીસના વાહન પર હાથ મૂકીને ઉભા છે. આ ફોટામાં તે કંઇક વિચારતો જોવા મળી રહ્યો છે જેમાં તેને કેપ્શનમાં લખ્યું છે, 'ગિરફતાર' આ રીતે અમિતાભ બચ્ચન સંપૂર્ણ સ્વેગમાં ઉભા છે. જો કે, થોડા દિવસો પહેલા, તે હેલ્મેટ વિના બાઇક ચલાવવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. 

અમિતાભ બચ્ચનના આ ફોટો પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. આ ફોટો પર એક વ્યક્તિએ લખ્યું છે, 'ડોનકો પકડના મુશ્કીલ હી નહીં ના મુમકિન હૈ... સર.' ત્યાં બીજી કોમેન્ટ આવી છે કે કોઈ ભૂતનાથને કોઈ ન પકડી શકે.

બાઇક પર બેસીને શૂટિંગ લોકેશન પર પહોંચ્યા હતા બિગ-બી
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની એક તસવીરને કારણે ચર્ચામાં આવ્યા છે. હકીકતમાં, તાજેતરમાં જ બિગ બીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો પોસ્ટ કરીને કહ્યું કે, તેઓ સેટ પર પહોંચવા માટે એક અજાણ્યા વ્યક્તિ પાસેથી લિફ્ટ લીધી હતી અને બાઇક પર બેસીને શૂટિંગ લોકેશન પર પહોંચ્યા હતા, પરંતુ આ ફોટો જોતા જ હંગામો શરૂ થયો હતો.

અમિતાભ બચ્ચનની થઇ રહી છે ટીકા
આ તસવીર વાયરલ થયા બાદ લોકોએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું કે, અમિતાભ બચ્ચન અને બાઇક ચલાવનાર વ્યક્તિએ હેલ્મેટ પહેર્યુ નથી. એટલું જ નહીં, અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર પણ બરાબર ટ્રોલ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે અમિતાભ બચ્ચને પોતાનો ખુલાસો કર્યો છે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર એક પોસ્ટ શેર કરતા આ સમગ્ર મામલાને ખુલાસો કર્યો છે. તેઓએ કહ્યું કે, બેલાર્ડ એસ્ટેટની એક ગલીમાં શૂટિંગ માટે પરવાનગી લેવામાં આવી હતી. રવિવારના રોજ શૂટ માટે પરવાનગી લેવામાં આવી હતી, કારણ કે તે દિવસે તમામ ઓફિસો બંધ હોય છે અને ત્યાં કોઈ પબ્લિક કે ટ્રાફિક નથી. તેણે લખ્યું, 'મેં જે ડ્રેસ પહેર્યો છે તે આ ફિલ્મ માટેનો મારો કોશ્ચ્યુમ છે. હું ક્રૂ મેમ્બરની બાઇક પર બેસીને મજાક કરી રહ્યો હતો. ત્યાં બાઇક બિલકુલ ચલાવવામાં આવી ન હતી અને મેં કહ્યું કે મેં સમય બચાવવા માટે મુસાફરી કરી હતી.

મેં ટ્રાફિક રુલ્સને નથી તોડ્યો
તેઓએ આગળ લખ્યું, 'પરંતુ હા, જો સમયની પાબંદીની સમસ્યા હતી, તો હું ચોક્કસપણે તે કરતો. હું હેલ્મેટ પહેરતો હતો અને ટ્રાફિક માર્ગદર્શિકાના તમામ નિયમોનું પાલન કરતો હતો. આ કરવા માટે હું એકલો નથી. અક્ષય કુમાર સમયસર લોકેશન પર પહોંચવા માટે આમ કરતો જોવા મળ્યો હતો. અમિતાભ બચ્ચને બ્લોગના અંતમાં લખ્યું છે કે તમારી ચિંતા, કાળજી, પ્રેમ અને ટ્રોલિંગ માટે આભાર. આ સિવાય બિગ બીએ એ પણ જણાવ્યું કે તેમણે ટ્રાફિકના કોઈ નિયમ તોડ્યા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ