બ્રેકિંગ ન્યુઝ
કલ્કિ ફિલ્મ 2898માં અમિતાભ બચ્ચન અશ્વત્થામાનો રોલ કરી રહ્યાં છે. તેમના લુકે દર્શકોના મનમાં ફિલ્મ અંગે ઉત્સુકતા જાગી છે. આ ક્લિપમાં અમિતાભ બચ્ચનની શિવલિંગની પૂજા કરતાં જોવા મળી રહ્યાં છે અને માથા પર જખમો દર્શાવાયા છે. તેમના માથે મણી (રત્ન) ચમકી રહી છે. તેઓ પોતાને દ્રોણાચાર્ય પુત્ર અશ્વત્થામા તરીકે ઓળખાવે છે. ભગવાન કૃષ્ણે દ્રોણાચાર્યને અમરતાનો અભિશાપ આપ્યો હતો. મહાભારતની આ કથા ભારે લોકપ્રિય છે. ટીઝરમાં બચ્ચન બોલતાં દેખાય છે કે દ્વાપર યુગથી દશાવતારની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે અશ્વત્થામા આજે પણ જીવંત છે.
ADVERTISEMENT
Ashwatthama Intro🔥
— Kalki 2898AD FC (@Kalki2898AD_FC) April 21, 2024
(Full teaser has dialogues in all languages)#Kalki2898AD #Prabhas pic.twitter.com/S6s8f9akqQ
ADVERTISEMENT
અશ્વત્થામાએ પણ યુદ્ધની કુશળતા શીખી
અશ્વત્થામા દ્રોણાચાર્ય અને કૃપીનો પુત્ર હતો. તે એક એવો યોદ્ધો હતો જેને શક્તિશાળી શસ્ત્રોનો ઉપયોગ કરવાનું જ્ઞાન હતું પરંતુ તે જલદીથી પિત્તો ગુમાવે એવો આદમી પણ હતો.
તેના કારણે લાખો લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. દ્રોણાચાર્યએ પાંડવો અને કૌરવોને યુદ્ધની કુશળતા શીખવી. અશ્વત્થામાએ તે લોકો સાથે યુદ્ધની કળા પણ શીખી હતી. અશ્વત્થામાને ધનુષ-બાણ ચલાવતાં પણ આવડતું હતું, પણ આ કળામાં અર્જુનને દ્રોણાચાર્યે શ્રેષ્ઠ બનાવ્યો હતો. અર્જુન જાણતો હતો કે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કરવો જે વિશ્વનો નાશ કરી શકે.
દ્રોણાચાર્યે પુત્ર મોહને કારણે બ્રહ્માસ્ત્ર ચલાવતાં શીખવ્યું
દ્રોણાચાર્યે અર્જુનને માત્ર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનું જ શીખવ્યું હતું એ તો સૌ કોઈ જાણતા હતા, પણ પુત્ર મોહને કારણે તેમણે અશ્વત્થામાને પણ જ્ઞાન આપ્યું હતું. આ પછી અશ્વત્થામાનો ઘમંડ વધતો ગયો. અશ્વત્થામા કુરુક્ષેત્રના યુદ્ધમાં કૌરવો વતી લડતો હતો. યુદ્ધના દસમા દિવસે ભીષ્મના મૃત્યુ પછી દ્રોણાચાર્યને યુદ્ધના સેનાપતિ બનાવવામાં આવ્યા હતા. દ્રોણાચાર્ય શસ્ત્રોના નિષ્ણાત હતા. તેનાથી બચવા માટે કૃષ્ણએ પાંડવો સાથે મળીને તેમને નબળા પાડવાની યોજના બનાવી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભીમ અશ્વત્થામા નામના હાથીને મારી નાખશે અને વાત ફેલાઈ જશે કે અશ્વત્થામા માર્યો ગયો છે. હાથીના મૃત્યુ પછી, જ્યારે દ્રોણાચાર્યએ સાંભળ્યું કે અશ્વત્થામા માર્યો ગયો છે, ત્યારે તે નબળો પડી ગયો અને તેને મારી નાખવામાં આવ્યો. દ્રુપદના પુત્ર દ્રીદાદ્યુમ્ન દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
Teaser for #AmitabhBachchan
— justSP 🍿 ☉ (@SakshamPateria) April 21, 2024
as Ashwatthama from ‘KALKI 2898 AD’.
It stars Prabhas, Kamal Haasan, Deepika Padukone and Disha Patani.#Kalki2898AD in theatres 2024. pic.twitter.com/eiAfZS8JWo
ADVERTISEMENT
પિતાનો મોતનો બદલો છોડ્યું બ્રહ્માસ્ત્ર
અશ્વત્થામાને જ્યારે પાંડવો અને કૃષ્ણની આ યુક્તિની ખબર પડી ત્યારે તે ભારે ગુસ્સે થયો અને તરત બ્રહ્માસ્ત્ર છોડી દીધું હતું પરંતુ હકીકતમાં છેલ્લા વિકલ્પ તરીકે અને કોઈ માર્ગ ન બચે ફક્ત ત્યારે જ આ અસ્ત્ર ચલાવવાનું વચન હતું પરંતુ તેણે તે તોડ્યું. અશ્વત્થામાએ આ કામ કરતા જ દરેક પાંડવ અને પૂરી સેના માટે આકાશમાંથી એક તીર નીકળ્યું, જેથી બધા એક સાથે ખતમ થઈ શકે. કૃષ્ણ જાણતા હતા કે તેને કેવી રીતે તોડવું. તેમણે પાંડવ સેનાને કહ્યું કે હથિયાર ફેંકી દો કારણ કે નારાયણસ્ત્ર ફક્ત તે જ લોકોને મારી શકે છે જેમની પાસે શસ્ત્રો છે. જો તેનો ઉપયોગ માત્ર એક જ વાર થઈ શકે તો નારાયણસ્ત્રનો વિનાશ થયો અને બધા જ પાંડવો બચી ગયા.
ભગવાન કૃષ્ણે કેમ આપ્યો અમરતાનો શાપ
મહાભારતનું યુદ્ધ સમાપ્ત થવા લાગ્યું, કૌરવો હારવા લાગ્યા, પછી અશ્વત્થામાએ પાંડવોનો નાશ કરવાની યોજના બનાવી. ધૃષ્ટદ્યુમ્નની હત્યા કર્યા પછી, તેણે 5 સૂતેલા લોકોને પાંડવો સમજીને મારી નાખ્યા, તેઓ દ્રૌપદીના પુત્રો હતા. સવારે પાંડવોએ આ બધું જોયું તો હાહાકાર મચી ગયો. આ પછી અશ્વત્થામાએ ગર્ભવતી ઉત્તરાને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો જેથી અર્જુનનો વંશ સમાપ્ત થઈ જાય. કૃષ્ણએ ગુસ્સામાં અશ્વત્થામાને શ્રાપ આપ્યો કે તે રક્તપિત્ત બનીને અમર થઈ જશે. એવી વેદના થશે અને તેનાથી મુક્તિ પણ નહીં મળે. અશ્વત્થામા આજે જીવતો હોવાનું મનાય છે અને તે અજાત બાળકની હત્યા કરવાનો પ્રયાસ કરવા બદલ સજા ભોગવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.