બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Amitabh Bachchan announces KBC registration

ગુડ ન્યૂઝ / અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ-15નું રજિસ્ટ્રેશન શરુ, આવી રીતે પૂરુ કરો હોટ સીટનું સપનું

Dinesh

Last Updated: 09:09 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોન બનેગા કરોડપતિની 15મી સિઝન માટે શનિવારથી જ રજિસ્ટ્રશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમિતાભ બચ્ચને આ અંગેની જાણકારી આપી હતી.

  • અમિતાભ બચ્ચને KBC રજિસ્ટ્રેશનની કરી જાહેરાત
  • આ શૉ વર્ષ 2007માં કિંગ ખાન શાહરૂખ ખાને હોસ્ટ કર્યું હતું
  • 'કૌન બનેગા કરોડપતિ 15' માટે રજિસ્ટ્રેશન કરવાની બે રીત 


ફરી એક વાર અમિતાભ બચ્ચન તેમનો લોકપ્રિય શૉ કૌન બનેગા કરોડપતિ લઈને આવી રહ્યાં છે. જેમાં સારા સમાચાર એ છે કે, જે શૉમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રશન શરૂ થઈ ચુક્યો છે. કોન બનેગા કરોડપતિની 15મી સિઝન માટે શનિવારથી જ રજિસ્ટ્રશન પ્રક્રિયા શરૂ કરવમાં આવી છે. અમિતાભ બચ્ચને આ અંગેની જાણકારી આપી હતી. કોન બનેગા કરોડપતિ સિઝન 15માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન સહિતની તમને વિગતે જાણકારી આપીએ

અમિતાભ બચ્ચને KBC રજિસ્ટ્રેશની કરી જાહેરાત
80 વર્ષના અમિતાભ બચ્ચને  તેમના ટ્ટિટર પર જાહેરાત કરતા જણાવ્યું છે કે, કૌન બનેગા કરોડપતિની 15મી સિઝન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 29 એપ્રિલના રાત્રીના 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આ ટ્વીટ પછી આ શૉનાં ચાહકો આ શૉ માટે ઉત્સાહિત છે. તેમજ અનેક લોકો આ શોધખોળમાં  લાગી ગયા છે કે, આ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, તો તમને એ પણ અમે જણાવી દઈએ.   

કોન બનેગા કરોડપતિનો ઇતિહાસ
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને વર્ષ 2000માં શો 'કૌન બનેગા કરોડપતિ'ની શરૂઆત કરી હતી. તેઓ પહેલેથી જ આ શૉના હોસ્ટની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેબીસીની ત્રીજી સીઝન વર્ષ 2007માં કિંગ ખાન શાહરૂખ ખાને હોસ્ટ કર્યું હતું.

કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવશો
'કૌન બનેગા કરોડપતિ 15' માટે રજિસ્ટ્રેશન કરવાની બે રીત છે. પ્રથમ તમે SMS દ્વારા અને બીજું એપ દ્વારા નોંધણી કરાવી શકો છો. જો મેસેજ દ્વારા KBC 2023 માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તે જાણો.

  • મેસેજમાં KBC ટાઈપ કરો
  • પછી સ્પેસ દબાવો અને પ્રશ્નનનો સાચો જવાબ લખો
  • પછી સ્પેસ દબાવો અને નંબરમાં તમારી ઉંમર લખો
  • પછી વધુ એક સ્પેસ આપો અને મેલ/ફીમેલ લખો
  • પછી 509093 પર મેસેજ મોકલી આપો

SonyLiv દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકો છે
સૌથી પહેલા પ્લે સ્ટોર પરથી સોની લિવ એપ ડાઉનલોડ કરો ત્યારબાદ તમારો ફોન નંબર એન્ટર કરીને આ એપમાં લોગિન કરો. પછી KBC રજીસ્ટ્રેશન પેજ પર જાઓ. અહીં પ્રશ્નો અને વિકલ્પો આપવામાં આવશે. જેમાં સાચા જવાબ પર ક્લિક કરો.

કેબીસીનો પ્રથમ સવાલ
અમિતાભ બચ્ચને કૌન બનેગા 'કરોડપતિ સિઝન 15'ના રજિસ્ટ્રેશનની શરૂઆત સાથે એક પ્રશ્ન પૂછ્યો હતો. 
પ્રશ્ન છે: "2023માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ અબ્દેલ ફતહ અલ-સીસી કયા દેશના રાષ્ટ્રપતિ છે?"
વિકલ્પો છે-
A- સાઉદી અરેબિયા
B- ઈરાન
C-મોરક્કો
D-મિસ્ત્ર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ