બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / અમિત શાહ બનશે ભાવનગરનાં મહેમાન, ભાવનગરનાં કમલમનું લોકાર્પણ કરશે

આનંદો / અમિત શાહ બનશે ભાવનગરનાં મહેમાન, ભાવનગરનાં કમલમનું લોકાર્પણ કરશે

Last Updated: 07:47 PM, 17 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જિલ્લાનું આગામી તારીખ 20 નવેમ્બરના રોજ નારી ચોકડી ખાતે આવેલ જિલ્લા કાર્યાલયનો ઉદ્ઘાટન કરવા માટે ગ્રહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાવનગરની પાવન ધરતી પર પધારેલી રહ્યા છે

Bhavnagar News : આગામી 20 નવેમ્બરના રોજ "ભાવ કમલમ" કાર્યાલયના ઉદ્ઘાટન માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાવનગર આવશે. આગામી 20 નવેમ્બરના રોજ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભવ્ય કાર્યાલય “ભાવ કમલમ”ના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાવનગરના આંગણે પધારી રહ્યા છે જેના ભાગરૂપે શહેર અને જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી પૂરી પાડી હતી,

જીતુવાઘાણીએ આપી માહિતી

આ અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાનું આગામી તારીખ 20 નવેમ્બરના રોજ નારી ચોકડી ખાતે આવેલ જિલ્લા કાર્યાલયનો ઉદ્ઘાટન કરવા માટે ગ્રહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાવનગરની પાવન ધરતી પર પધારેલી રહ્યા છે અને પ્રદેશ અધ્યક્ષ પહેલીવાર ભાવનગરની ધરતી પર પધાર્યા છે ત્યારે તેના અદકેરા સ્વાગત માટે ની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે તેમજ બિહારની મોટી જીત પછી ગુજરાતમાં ગૃહ મંત્રી પહેલી જ વાર ગુજરાતમાં પધારી રહ્યા છે એમાં પણ ખાસ ભાવનગર પધારી રહ્યા છે ત્યારે તેમનું વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

વધુ વાંચો: દિલ્હી બ્લાસ્ટમાં સનસનીખેજ ખુલાસો, ઘટનાસ્થળે આર્મી-પોલીસ દ્વારા વપરાતાં 3 કારતૂસ મળ્યાં

બિહાર ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ગુજરાત પ્રવાસે

બિહારમાં ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ગુજરાતમાં પહેલીવાર પધારી રહ્યા છે એમાં પણ ભાવનગરમાં ગૃહ મંત્રી પધારી રહ્યા છે ત્યારે અદકેરું સ્વાગત કરવામાં આવશે તેમજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, તાલુકા પંચાયત તથા મહાનગરપાલિકામાં આવી રહી છે તેનું પણ માર્ગદર્શન આપશે આગામી 2027ની ચૂંટણીનો પાયો બિહારે નાખી દીધો છે ત્યારે એ પ્રકારે એ દિશામાં જન વિશ્વાસ 2027 માં ભાજપ ને મળે આગામી ચૂંટણી માં મળે તે માટે કાર્યકર્તા સજ્જ થઈ ફિલ્ડ માં જશે.

જગદીશ વિશ્વકર્મા પણ રહેશે હાજર

20 નવેમ્બરના રોજ યોજાનાર આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીથી ભાવનગર જિલ્લાના ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નવનિર્મિત કાર્યાલય પાર્ટીની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનશે, જે ભાજપની સંગઠન શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરશે.તેમણે જણાવ્યું હતું કે “ભાવ કમલમ” કાર્યાલય જિલ્લાના સંગઠનાત્મક કાર્યોને વધુ વેગ આપશે અને કાર્યકરો માટે એક પ્રેરણા સ્ત્રોત બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bhavnagar news amit shah inaugurate Kamalam Amit Shah to visit Bhavnagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ