બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Amit Chavda and paresh dhanani civil hospital dhaman1
ADVERTISEMENT
રાજ્યમાં કોરોનાના સંકટ વચ્ચે 'ધમણ-1' ને લઇને રાજકારણ ગરમાયું છે. જેને લઇને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતનું પ્રતિનિધિમંડળ સિવિલ હોસ્પિટલમી મુલાકાતે પહોંચ્યું હતું.
ધમણ-1ને લઇને ધાનાણીના સરકાર પર પ્રહાર
ADVERTISEMENT
વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણાએ સરકાર પર ધમણને લઇને આકરા પ્રહાર કરતાં કહ્યું કે મુખ્યમંત્રી રૂપાણીએ સમર્પિત કરેલ વેન્ટિલેટરને માત્ર 24 કલાકમાં મંજૂરી આપવામાં આવી. ધમણનો પ્રયોગ સમગ્ર ગુજરાતની હોસ્પિટલમાં કરાયો. વૈશ્વિક મહામારી દરમિયાન અમદાવાદ એપી સેન્ટર તરીકે ઉભર્યું. 866 જેટલા વેન્ટિલેન્ટરનો કોરોનાના દર્દીઓ પર પ્રયોગ કરાયો. ધમણ-1થી સારવાર ન થતી હોવાનું ડોકટરો દ્વારા જણાવામાં આવ્યું હતું. વેન્ટિલેટરની સક્ષમ ઓથોરિટી પાસેથી મંજૂરી લેવામાં આવી નથી. 1 લાખના રૂપિયાના ધમણની પાછળ 3 લાખ રૂપિયાનો ખર્ય થયો.
અમિત ચાવડાએ કોરોનાને લઇને લીધી સિવિલની મુલાકાત
કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. અમિત ચાવડાએ કહ્યું કે અમે જ્યારે મુલાકાત લીધી ત્યારે સિવિલ સુપરિટેન્ડન્ટ હોસ્પિટલમાં હાજર નહોતાં. ધમણ-1 કઇ પણ જાતનું વેન્ટિલેટર નથી. કોરોનાને લઇને રાજ્ય સરકારને હાઇકોર્ટે ફટકાર લગાવી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ સ્મશાન તરીકે ઓળખાતી થઇ. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે 4 દિવસ પહેલા સિવિલની મુલાકાતની જાણ કરી હતી. તેમ છતાં સુપ્રિન્ટેન્ડેન્ટ ગેરહાજર હતાં.
આ દરમિયાન ઇન્ચાર્જ ડોકટર મોદી પણ હાજર ન રહ્યાં. તબીબો પાસે ધમણ-1ને લઇને કોઇપણ માહિતી નથી. ધમણ-1 વેન્ટિલેટર ન હોવાનો તબીબોએ સ્વીકાર્યું. છેલ્લા તબક્કે દર્દીઓ હોસ્પિટલમાં આવતા બચાવી શકાતા નથી. રેસિડેન્ટ તબીબોને એક્સપર્ટ ડોકટરોની મદદ મળતી નથી. કોરોનાને લઇને આખી જવાબદારી જુનિયર ડોકટરને સોંપાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.