બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 24 કલાકમાં 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં 8.78 ઈંચ, સુરેન્દ્રનગરમાં ડેમ તૂટ્યો

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / 24 કલાકમાં 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં 8.78 ઈંચ, સુરેન્દ્રનગરમાં ડેમ તૂટ્યો

Last Updated: 01:03 PM, 2 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. છેલ્લા 24 કલાકમાં 257 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક ગામોમાં પૂર, ડેમ ઓવરફ્લો અને માર્ગ વ્યવહાર ખોરવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.

1/6

photoStories-logo

1. રાજ્યના 257 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લામાં નોંધાયો છે, જ્યાં મોરબી શહેરમાં 8.78 ઈંચ અને ટંકારામાં 7.64 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં 7 ઈંચ અને મોરબીના હળવદમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 25 તાલુકામાં 3થી 6 ઈંચ અને 102 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તાલુકાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. આજે (2 ઓગસ્ટ) સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પણ કપરાડા, ઉમરપાડા, માણાવદર, જેતપુર પાવી સહિત 44 તાલુકામાં 1 મિમીથી લઈને અડધા ઈંચ સુધી વરસાદ નોંધાતા વરસાદી માહોલ યથાવત રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દક્ષિણ ગુજરાતમાં વ્યાપક તારાજી સર્જાઈ

શનિવારે પડેલા ભારે વરસાદથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક તારાજી સર્જાઈ હતી. સૌથી વધુ અસર મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળી હતી. સુરેન્દ્રનગરના લખતર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ગામો સંપર્કવિહોણા બન્યા હતા અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. વઢવાણનો ભોગાવો-2 (ધોળીધજા) ડેમ તેમજ ધ્રાંગધ્રાનું રણમલ તળાવ ઓવરફ્લો થયું હતું. સુરતમાં ફરી ખાડીપૂરના કારણે સણીયા હેમાદ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નવસારી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ઊંઝા અને વડોદરા સહિતના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 8 ઈંચથી વધુ અનરાધાર વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં ગઈકાલે નોંધાયેલા 8 ઈંચથી વધુ અનરાધાર વરસાદને કારણે ભાથરીયા ગામના ડેમનો પાળો આજે સવારે તૂટી ગયો હતો. ભારે પાણીની આવકને ડેમ સહન કરી શક્યો ન હતો, જેના કારણે ધસી આવેલા પાણીના જોરદાર પ્રવાહથી ભાથરીયા ગામની સીમમાં ચારેય તરફ જળબંબાકાર સર્જાયો હતો. ખેતરોમાં ઉભો પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મોટા પાયે જમીનનું ધોવાણ પણ નોંધાયું છે. ગામ પહેલાથી જ સંપર્કવિહોણું બન્યું હોવાથી સ્થાનિક યુવા સરપંચ અને તાલુકા ભાજપ મહામંત્રીએ વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈને રાહત કામગીરી હાથ ધરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ભારે વરસાદ બાદ કંકાવટી નદીમાં ઘોડાપૂર

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પણ ભારે વરસાદ બાદ કંકાવટી નદીમાં ઘોડાપૂર આવતાં જૂના માલણીયાદ ગામ નજીક ખેતરોમાં કામ કરતા શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલાઓ સહિત કુલ 12 લોકો ફસાઈ ગયા હતા. સ્થાનિક તંત્ર, ફાયર બ્રિગેડ અને SDRFની કામગીરી બાદ કલેક્ટરની સૂચનાથી કચ્છથી આવેલી NDRFની ટીમે રવિવારે વહેલી સવારે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન 2 મહિલાઓ સહિત 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે નદીના સામા કાંઠે ફસાયેલા બાળકો સહિતના અન્ય 7 લોકો પરિવારજનોની મદદથી સુરક્ષિત બહાર આવી જતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય

હાલ ગુજરાતમાં વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ રાજ્યના તમામ બંદરો પર નંબર-3નું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં 149.6 મીમી વરસાદ સાથે પાંચમી વખત રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી કુલ 439.9 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 380.9 મીમી વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં સરેરાશ કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સુરત શહેરમાં છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ

સુરત શહેરમાં છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો હોવા છતાં લોકોની મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. લિંબાયતના કમરૂનગર વિસ્તારમાં મીઠી ખાડીના પાણી ઘૂસતાં લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતાં ગંદકીમાં વધારો થયો છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ પાણી ભરાવા, નદી-ડેમમાં જળસ્તર વધવા અને માર્ગ વ્યવહાર પ્રભાવિત થવાની સ્થિતિ યથાવત હોવાથી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Morbi Rain Surendranagar Flood Gujarat Rain Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ