બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / Amidst the news of breaking up with Disha Patani, Tiger did something that made fans happy

મનોરંજન / દિશા પટણી સાથે બ્રેકઅપનાં સમાચાર વચ્ચે ટાઈગરે કર્યું એવું કામ, ચાહકો થઈ ગયા ખુશ

Megha

Last Updated: 02:04 PM, 31 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કે બ્રેકઅપની આવી ખબરો વચ્ચે ટાઈગર શ્રોફે દિશા માટે કંઇક આવું કર્યું કે જેને જોઇને ફેન્સ ઘણાં ખુશ થઇ ગયા હતા.

  • 6 વર્ષ પછી ટાઈગર અને દિશાએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લઇ લીધો 
  • ટાઈગર શ્રોફે દિશા માટે કંઇક આવું કર્યું કે જેને જોઇને ફેન્સ ઘણાં ખુશ થઇ ગયા
  • બંને એક સાથે પહેલા પણ ઘણી ફિલ્મો કરી ચૂક્યા છે

બીટાઉનનાં ફેમસ કપલ ટાઈગર શ્રોફ અને દિશા પાટની હંમેશા ચર્ચાનો વિષય બનીને રહે છે. ટાઈગર અને દિશા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. રીપોર્ટ અનુસાર 6 વર્ષ પછી ટાઈગર અને દિશાએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લઇ લીધો હતો . સાથે જ આ બ્રેકઅપ બંનેએ સમજી વિચારીને કર્યું છે. જો કે હજુ સુધી ટાઈગર અને દિશાએ ના એમના રીલેશનશિપને કન્ફર્મ કર્યું છે કે ના તો તેમના બ્રેકઅપને લઈને કોઈ નિવેદન આપ્યું છે. જો કે બ્રેકઅપની આવી ખબરો વચ્ચે ટાઈગર શ્રોફે દિશા માટે કંઇક આવું કર્યું કે જેને જોઇને ફેન્સ ઘણાં ખુશ થઇ ગયા હતા. 

દિશાની ફિલ્મ એક વિલન રીટર્ન હાલ જ રીલીઝ થઇ છે અને આ ફિલ્મના લીડ રોલમાં દિશા સાથે જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતારીયા જોવા મળે છે. દિશાનો આ ફિલ્મમાં નેગેટીવ કિરદાર છે. આ બધા વચ્ચે ટાઈગરે દિશાની આ ફિલ્મ જોઈ અને તેણી ખુબ પ્રસંશા કરી હતી. 

ટાઈગરે તેના instagram અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે જેમાં તેને દિશાની ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે અને સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે,' શું શાનદાર ફિલ્મ છે અને આખી કાસ્ટનું ખૂબ જ સારું પર્ફોમન્સ છે. બધાને ખૂબ શુભકામનાઓ. આ સાથે જ તેને આખી કાસ્ટને આ સ્ટોરીમાં ટેગ કર્યા છે. 

આ કારણે થયું બ્રેકઅપ 

રિપોર્ટ અનુસાર દિશા અને ટાઈગરના બ્રેકઅપનું કારણ એ છે કે દિશા તેમના રિલેશનને લગ્નમાં પરિવર્તિત કરવા માંગતી હતી અને ટાઈગર હાલ લગ્ન માટે તૈયાર નહતા અને એ પછી બંને એ અલગ થવાનો નિર્ણય લીધો હતો. 

સાથે કરશે કામ 

જો કે બંનેના બ્રેકઅપના સમાચાર જોર પકડી રહ્યા છે પણ બંને એક સાથે ફિલ્મમાં નજર આવશે. બંને એક સાથે પહેલા પણ ઘણી ફિલ્મો કરી ચૂક્યા છે અને આવનાર સમયમાં પણ એક સાથે નજર આવશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ