બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Amidst the controversy over the death of children, a lack of staff at this government hospital in Ahmedabad
ADVERTISEMENT
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અને સમગ્ર રાજ્યમાં પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલ, નવી એસવીપી હોસ્પિટલ કાર્યરત થયા બાદ મૃતપ્રાય હાલતમાં છે. આ હોસ્પિટલની તમામ સુપર સ્પેશિયાલિસ્ટ સેવા એસવીપી હોસ્પિટલમાં ખસેડાઇ હોઇ ગરીબ દર્દીઓનો અન્ય તંત્ર સંચાલિત એલ.જી. હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલ તરફની ધસારો વધ્યો છે. જોકે આ બંને હોસ્પિટલમાં અનુભવી ડોકટર સહિત પેરા મેડિકલ સ્ટાફની ઘટ હોઇ અહીં સારવાર માટે દોડી આવતા દર્દીઓની હાલાકીમાં વધારો થયો છે.
એલ.જી. હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલમાં વી.એસ. હોસ્પિટલના દર્દીઓ વધ્યા હોવાનું તો તંત્ર સ્વીકારે છે. અગાઉ જે ગરીબ દર્દીઓ સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં દોટ મૂકતા હતા તેવા દર્દીઓ હવે આશાભરી નજરથી એલ.પી. હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલ તરફ વળ્યા છે. પરંતુ આ બંને હોસ્પિટલમાં પણ દર્દીઓ અનુભવી ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ વગર હેરાન-પરેશાન થઇ રહ્યા છે.
એલ.જી. હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલમાં ડોકટર, નર્સ, વોર્ડબોય સહિતના મેડિકલ-પેરામેડિકલ સ્ટાફમાં શેડ્યૂલની જગ્યા કરતાં ૩૦ ટકા ઘટ હોવાની ચર્ચા હોસ્પિટલ કમિટીમાં અવારનવાર થઇ ચૂકી છે. જોકે 'મેટાના શિખાઉ ડોકટરો ગરીબ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ હોઇ હોસ્પિટલ કમિટીના કેટલાક સભ્ય પણ તંત્રથી ખફા છે.
ખાસ કરીને ઓર્થોપેડિક વિભાગ, પ્રસૂતાનો વિભાગ અને બાળકોના વિભાગમાં દર્દીઓને અનુભવી ડોકટરોનો લાભ મળતો ન હોઇ તેનો હોસ્પિટલ કમિટીના સભ્યોમાં ગણગણાટ વધ્યો છે. અાજે મળનારી હોસ્પિટલ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ હોસ્પિટલોમાં નવજાત શિશુના મોતના આંકડાનો મુદ્દો જોરશોરથી ઊછળશે. આ અંગે કોઇ સત્તાવાર માહિતી શાસકો પાસે નથી તેમ છતાં શાસકોનો નવજાત શિશુના મોતનો મામલે મ્યુનિ. હોસ્પિટલ 'સલામત' હોવાનો દાવો છે. આ અંગે હોસ્પિટલ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કહે છે, આજની બેઠકમાં નવજાત શિશુના મૃત્યુનો આંકડો તંત્ર પાસેથી મેળવીશ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.