ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / American New Jersey doctor Nilesh Rana Emotionally wrote poem Death Certificate

કોરોના વાયરસ / ફિલ્મ આનંદના અમિતાભની જેમ કોરોનાની લડાઈના એક હિરોએ ભાવુક થઈને લખી 'ડૅથ સર્ટિફિકેટ' કવિતા

Published By: Hiren

Last Updated: 10:45 PM, 15 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આનંદ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની આ કવિતા થકી જે સંવાદ થયો છે તે હાલની સ્થિતિને બરાબર બંધ બેસતો છે. આ ફિલ્મના હિરોની જેમ કોરોનાની લડાઈના એક હિરોએ પણ કવિતા લખી છે. ડૉક્ટર નિલેશ રાણા અમેરિકાના ન્યુજર્સીમાં રહે છે. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી ત્યાંની એક હોસ્પીટલમાં ફરજ બજાવે છે. પરંતુ હાલની કોરોનાની સ્થિતિ વચ્ચે તેમનું કામ વધી ગયું છે. તેમને સતત કોરોનાના દર્દીઓની વચ્ચે રહેવું તેમજ દર્દીઓના મોતને નજીકને જોવા તેનું ડેથ સર્ટિફિકેટ બનાવવું. આ બધી ઘટનાથી તેમણે ભાવુક થઈને કવિતા લખી હતી.

ADVERTISEMENT

  • કવિતામાં છલકાયું ડૉક્ટરનું દર્દ
  • મૃત્યુના તાંડવને જેઓ જુએ છે નજીકથી
  • દર્દીઓનું દુઃખ, તબીબની પીડા

એક તરફ આનંદ ફિલ્મમાં ડૉ. બેનર્ઝીનુ પાત્ર ભવનાર અમિતાભ બચ્ચન પોતાની ડાયરીમાં લખે છે કે, મેડીકલ પ્રોફેશનમાં એવો પણ સમય આવે છે જ્યારે ડૉક્ટર પાસે કોઇ રસ્તો રહેતો નથી અને તે પોતાની સામે જ દર્દીને મોત તરફ જતા જોવે છે. ત્યારે રીયલ લાઇફમાં ડૉક્ટર નિલેશ રાણાએ પણ પોતાની કવિતામાં એવુ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પણ હાલ આ ડૉક્ટરનું સ્વરૂપ પણ બેહાલ છે. રોજ જે હાથથી દર્દીની સેવા કરે છે, તે જ હાથથી તેનું મોતનું સર્ટીફીકેટ લખે છે. આ સ્થિતિને અટકાવવા તેઓ કોરોનાથી બચવા માટે લોકોને સલાહ પણ આપી રહ્યા છે. 

ડેથ સર્ટિફિકેટ

લખુ ડેથ સર્ટિફિકેટ જે હાથે, હું રોજ જમું તે હાથે
આને કહવે સુખ મળે જે મજબૂરી સંગાથે

જ્યારે બંધ થાય છે આંખો, ટૂટી જાય છે શ્વાસો
નિષ્ફળતાનો કડવો ઘુટડો મારે જાણે તમાશો

કટાર વાગે કળતર કેરી, નાવ ડૂબી જઇ કાંઠે
આને કહેવું સુખ મળે જે મજબૂરી સંગાથે

સત્ય કહેવાના શપથ લીધા પણ આંસુ ક્યાંથી ખાળુ
દુઃખનું મહાભારત રોકવા મારામાં યુધિષ્ઠિરને મારુ

આંખો કોરી અને ભીતર રડે, ગમ વહેંચ્યું કોની સાથે
આને કહેવું સુખ મળે જે મજબૂરી સંગાથે

લોકો કહે ઇશ્વરનો હાથ છું તોયે નડી લાચારી
સ.. સફળતાનો ઘુંટવામાં વહી જીંદગી સારી

અવતાર નથી હું માણસ છું એ વાત કઠે છે રાતે
આને કહેવું સુખ મળે જે મજબૂરી સંગાથે

લખુ ડેથ સર્ટિફિકેટ જે હાથે, હું રોજ જમું તે હાથે
આને કહેવુ સુખ મળે જે મજબૂરી સંગાથે

કોરોના મહામારી એટલી હદે વકરી છે કે, હાલ આખી દુનિયામાં દરેકના મોઢે માત્ર એક જ વાત છે, ઘરે રહો સુરક્ષિત રહો. ત્યારે આજે મૂળ ભારતીય ડૉક્ટર નિલેષ રાણાએ પણ લોકોના મોતના સર્ટીફીકેટ લખતા-લખતા એવું જણાવ્યુ કે, હવે બસ દરેક લોકો પોતાનું ધ્યાન રાખે કેમ કે, ડૉક્ટર ભગવાનનું સ્વરૂપ છે, ખુદ ભગવાન નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus US dr. Nilesh Rana અમેરિકા કોરોના વાયરસ નિલેશ રાણા coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ