ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:12 PM, 2 March 2024
ADVERTISEMENT
અમેરિકામાં વધુ એક ભારતીયને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. બદમાશોએ ફેમસ ભરતનાટ્યમ ડાન્સર અમરનાથ ઘોષની હત્યા કરી છે. અમરનાથ ઘોષ તેમના પરિવારમાં એકનું એક સંતાન હતો. અમરનાથ ઘોષે બાળપણમાં તેમના પિતાને ગુમાવી દીધા હતા અને ત્રણ વર્ષ પહેલા તેમના માતાનું મૃત્યુ થયું હતું. અમેરિકાના મિસૌરીમાં સેંટ લુઈસમાં આ પ્રકારની ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરોએ તાબડતોબ ફાયરિંગ કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ હુમલા પછી એશિયાઈ મૂળના લોકોમાં ડરનો માહોલ છે. અમરનાથ ઘોષની મિત્ર અને ફેમસ ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યએ અમરનાથના મૃત્યુની જાણકારી આપી છે. ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહૂનું પાત્ર ભજવનાર દેવોલીના ભટ્ટાચાર્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ.જયશંકરને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.
ADVERTISEMENT
ભારત સરકાર પાસે મદદ માંગી
અમરનાથ ઘોષની મિત્ર અને ફેમસ ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, ‘ગત મંગળવારે સાંજે અમરનાથ ઘોષની હત્યા કરવામાં આવી. એવું લાગી રહ્યું છે કે, આ મામલાને દબાવવાની કોશિશ કરવામાં આવી રહ્યા છે. હત્યાનું કારણ અકબંધ છે. આરોપીઓની ઓળખ થઈ નથી. અમરનાથ ઘોષના મોત બાબતે તેમની કોઈ પોતાની વ્યક્તિ ન્યાય માંગવા માટે હાજર ના હોવાને કારણે પોલીસ આ કેસ પર ધ્યાન નથી આપી રહી.’ જેથી ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી છે.
My friend #Amarnathghosh was shot & killed in St louis academy neigbourhood, US on tuesday evening.
— Devoleena Bhattacharjee (@Devoleena_23) March 1, 2024
Only child in the family, mother died 3 years back. Father passed away during his childhood.
Well the reason , accused details everything are not revealed yet or perhaps no one…
ADVERTISEMENT
અમરનાથ ઘોષ કોણ છે?
અમરનાથ ઘોષ મૂળ કોલકત્તાના રહેવાસી હતા અને ચેન્નઈમાં આર્ટ ટીચર હતા. કોલકત્તામાં મોટા થયા અને ત્યાં જ શિક્ષણ મેળવ્યું. અમરનાથ ઘોષ એક ફેમસ ભરતનાટ્યમ ડાન્સર હતા અને PH.d કરી હતી. અમરનાથ ઘોષ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ અને કુચીપુડી આર્ટ એકેડમી ચેન્નઈના પૂર્વ વિદ્યાર્થી હતા. તેઓ સેંટ લુઈસમાં વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ ફાઈન આર્ટ્સ (MFA) ની સ્ટડી કરી રહ્યા હતા.
ADVERTISEMENT
દેવોલીના ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, કેટલાક મિત્ર તેમનો મૃતદેહ મેળવવા માટે કાયદાકીય કાર્યવાહી કરી રહ્યા છે, જેથી તેમના અંતિમ સંસ્કાર કરી શકાય. આ બાબતે હજુ સુધી અપડેટ મળી નથી. શિકાગોમાં ભારતીય દૂતાવાસે અમરનાથ ઘોષના પરિવારજન અને મિત્રો પાસે સંવેદના વ્યક્ત કરીને જણાવ્યું છે કે, આ સમગ્ર મામલે નજર રાખવામાં આવી છે.
વધુ વાંચો: Bigg Boss 18નો પ્રથમ કન્ટેસ્ટન્ટ ફાઈનલ! જાણો કોના નામ પર સલમાન ખાને મારી અંતિમ મહોર
ADVERTISEMENT
છેલ્લા કેટલાક મહિનાથી અમેરિકામાં ભારતીય પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. 1 જાન્યુઆરીથી 1 માર્ચ 2024 સુધીમાં અનેક ભારતીયની હત્યા થઈ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ