ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:55 AM, 2 March 2024
ADVERTISEMENT
બિગબોસ 17 પૂરું થયા પછી ફેન્સ આતુરતાથી બિગબોસ 18ની રાહ જોઈ રહ્યા છે. બિગબોસ 18 બાબતે અપડેટ્સ જાણવા મળી રહી છે. આ સીઝન માટે અલગ અલગ નામ પર ચર્ચા કરવામાં આવી રહી છે. ફેન્સ બિગ બોસ 18 માટે કન્ટેસ્ટન્ટના લિસ્ટ પર સતત નજર રાખી રહ્યા છે. સલમાન ખાનના આ શો બાબતે એક પછી એક નામ સામે આવ્યું છે, સોશિયલ મીડિયા પર આ નામ ખૂબ જ ફેમસ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બિગ બોસ 18 કન્ટેસ્ટન્ટ
રિપોર્ટ અનુસાર બિગ બોસ 18 માટે એક વ્યક્તિનું નામ સામે આવી રહ્યું છે. બિગ બોસ 18 માટે ડિજટલ કન્ટેન્ટ ક્રિએટર પૂજા શર્મા રેખાનો અપ્રોચ કરવામાં આવી રહ્યા છે. પૂજા એક ટ્રાન્સજેન્ડર છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. પૂજાને પૂછવામાં આવ્યું હતું કે, બિગ બોસ 18 માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો કે નહીં. જેના જવાબમાં પૂજાએ કહ્યું હતું કે, ‘સમય આવશે ત્યારે લોકોને ખબર પડી જશે.’ પૂજાના આ જવાબ પછી લોકોને લાગી રહ્યું છે કે, તે સલમાન ખાનના શો માટે સાઈનઅપ કરી શકે છે. આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી.
ADVERTISEMENT
પૂજાની કહાની
પૂજા શર્મા એક ટ્રાન્સજેન્ડર છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. સોશિયલ મીડિયા પર પૂજા શર્મા તગડી ફેન ફોલોઈંગ ધરાવે છે. પૂજાની કહાની લોકલ ટ્રેનમાં ડાન્સ શરૂ કરવાથી થાય છે. પૂજા લોકલ ટ્રેનમાં તૈયાર થઈને આવે છે અને ડાન્સ કરતી હતી. તેમનો લુક અને ડ્રેસિંગ સેન્સ રેખા જેવો છે. ઘણા લોકો પૂજાને રેખા કહીને બોલાવે છે. પૂજા લોક ટ્રેન હોય કે અન્ય જગ્યા લોકો પાસેથી માત્ર એક રૂપિયો જ લે છે અને લોકો ખૂબ આશીર્વાદ આપે છે. સેલેબ્સ પણ પૂજાના ફેન છે. પૂજાએ અનેક ટીવી સ્ટાર્સ અને બોલીવુડ સ્ટાર્સ સાથે ફોટો ક્લિક કર્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ