બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / અન્ય જિલ્લા / Anant-Radhika's grand pre-wedding celebration reached many dignitaries

જામનગર / પંડ્યા બ્રધર્સ, ત્રણેય ખાન, અક્ષય કુમારથી લઈને આનંદ મહિન્દ્રા સુધી...: જુઓ કયા સેલિબ્રિટિઝ પહોંચ્યા જામનગર

Dinesh

Last Updated: 07:45 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant- Radhika Pre Wedding: મહેન્દ્રસિંહ ધોની અને અનુ મલિક પરિવાર સાથે પહોંચ્યા છે. રાની મુખર્જી, ઇશાન કિશન અને ઇવાન્કા ટ્રમ્પ સહિતના લોકો જામનગરના આંગણે મહેમાન બન્યા

અનંત-રાધિકાનું  ભવ્ય પ્રિ વેડિંગનું સેલિબ્રેશન જામનગરમાં ચાલી રહ્યું છે. ત્યારે અંબાણી પરિવારના આંગણે ઉત્સવમાં ભાગ લેવા માટે વિશ્વભરના મોટા લોકો જામનગરના મહેમાન બન્યા છે. મહેન્દ્રસિંહ ધોની અને અનુ મલિક પરિવાર સાથે પહોંચ્યા છે. રાની મુખર્જી, ઇશાન કિશન અને ઇવાન્કા ટ્રમ્પ સહિતના લોકો જામનગરના આંગણે મહેમાન બન્યા છે.

ફિલ્મ સ્ટાર અને ક્રિકેટર્સનો જમાવડો 
પ્રિ વેડિંગના શુભ અવસરે બોલિવુડ સ્ટાર અમિર ખાન પણ જામનગરમાં પહોંચ્યા છે. તો સાથો સાથ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અને તેમનો પરિવાર પણ જામનગર આવી પહોંચ્યો છે. એલિજ અગ્નિહોત્રી અને રાણી મુખર્જી પણ જામનગરના મહેમાન બન્યા છે. અક્ષય કુમાર અને ક્રિકેટર્સ હાર્દિક અને કુણાલ પંડ્યા જામનગરમાં આવ્યા છે. 

 

આદર પૂનાવાલા જમાનગરના મહેમાન બન્યા
એક્ટર જાવેદ જાફરી પરિવાર સાથે જામનગર પહોંચ્યા છે. કોવિડ વેક્સિન બનાવનાર કંપનીના માલિક આદર પૂનાવાલા પણ અંબાણી પરિવારના મહેમાન બન્યા છે

બોલિવૂડ સેલેબ્સનો જામનગરમાં મેળાવડો 
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સેલેબ્સ એક પછી એક જામનગર પહોંચવા લાગ્યા છે. સલમાન ખાન, અભિષેક બચ્ચન, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ પ્રી-વેડિંગ બેશનો ભાગ બનવા જામનગર પહોંચી ગયા..

વાંચવા જેવું:  અનંત-રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમની માટે જામનગરમાં ઝાકમઝોળ, વાયરલ થયો વેડિંગ વેન્યુનો વીડિયો

900થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્સના પ્રિ-વેડિંગને લઈને દેશ-વિદેશી મહેમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને એમની સુરક્ષા માટે 900થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 7 SP, 12થી વધુ DYSP તથા પીઆઇ અને પીએસઆઇ સહિત 900 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવશે. ખાસ કરીને એરપોર્ટથી લઈને રિલાયન્સ ટાઉનશિપ સુધીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ