બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / રશિયા મુદ્દે ભારતને મોટી રાહત, અમેરિકાએ 500% ટેરિફનો દંડ ઘટાડ્યો, જાણો હવે કેટલો ટેરિફ લાગશે

વિશ્વ / રશિયા મુદ્દે ભારતને મોટી રાહત, અમેરિકાએ 500% ટેરિફનો દંડ ઘટાડ્યો, જાણો હવે કેટલો ટેરિફ લાગશે

Nidhi Panchal

Last Updated: 10:31 AM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને અસર કરી શકે તેવી એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે અમેરિકાએ પોતાના અગાઉના કડક વલણમાં ફેરફાર કરતા હવે 500 ટકાના બદલે 100 ટકા વધારાના ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસની ખરીદી કરતા દેશો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં રહેલા અમેરિકાએ હવે પોતાના વલણમાં મોટો ફેરફાર કર્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ અમેરિકાએ ભારત જેવા દેશો પર 500 ટકા સુધીનો વધારાનો ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ હવે નવા ડ્રાફ્ટમાં આ મર્યાદા ઘટાડીને 100 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ ફેરફાર ભારત સહિત અનેક દેશો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

trump-normal

ડ્રાફ્ટ તાજેતરમાં અમેરિકી સેનેટમાં રજૂ કરવામાં આવ્યો

અહેવાલ મુજબ, રશિયા સંબંધિત પ્રતિબંધો માટેનો નવો ડ્રાફ્ટ તાજેતરમાં અમેરિકી સેનેટમાં રજૂ કરવામાં આવ્યો છે. નવા બિલમાં ભારત અને ચીન જેવા દેશો પર પ્રસ્તાવિત ભારે ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉના પ્રસ્તાવમાં 500 ટકા સુધીના ટેરિફની જોગવાઈ હતી, જ્યારે સુધારેલા ડ્રાફ્ટમાં હવે મહત્તમ ટેરિફ 100 ટકા રાખવાનો પ્રસ્તાવ છે.

500 ટકા ટેરિફ લાદવાના પ્રસ્તાવના સમર્થનમાં

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારત પર 500 ટકા ટેરિફ લાદવાના પ્રસ્તાવના સમર્થનમાં હતા. ટ્રમ્પ વહીવટીતંત્ર દરમિયાન આ સંબંધિત બિલ અમેરિકી સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. હવે નવા પ્રસ્તાવમાં અમેરિકાએ પોતાનું વલણ નરમ કરતાં ટેરિફમાં મોટો ઘટાડો સૂચવ્યો છે.

અમેરિકાએ વલણ કેમ બદલ્યું?

અહેવાલો અનુસાર, આ બિલને રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષોના કાયદા નિર્માતાઓનું સમર્થન મળી રહ્યું છે. અમેરિકાનું માનવું છે કે જે દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદે છે, તેઓ પરોક્ષ રીતે રશિયાને નાણાકીય લાભ પહોંચાડે છે. અમેરિકા અગાઉ પણ અનેક વખત કહી ચૂક્યું છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાને આર્થિક મદદ પહોંચાડે છે.

trump-simple-3

ગયા વર્ષે પણ અમેરિકા આ મુદ્દે ભારતમાંથી આયાત થતા ઉત્પાદનો પર 50 ટકા વધારાનો ટેક્સ લાવ્યો હતો. જોકે બાદમાં આ ટેક્સ ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર 500 ટકા ટેરિફના બદલે 100 ટકા ટેરિફનો પ્રસ્તાવ મૂકાતા અમેરિકાના વલણમાં નરમાશ જોવા મળી રહી છે.

નિષ્ણાતો શું માને છે?

નિષ્ણાતોનું માનવું છે કે જો અમેરિકા ખરેખર 500 ટકા જેટલો ભારે ટેરિફ લાદે તો તેની સીધી અસર વૈશ્વિક તેલ બજાર પર પડી શકે છે. ભારત અને ચીન જેવા મોટા ખરીદદારો સાથે અમેરિકાના વ્યૂહાત્મક અને વેપારી સંબંધો પણ બગડી શકે છે. અમેરિકા છેલ્લા ઘણા મહિનાઓથી ભારત સાથે વેપાર કરાર અંગે સતત ચર્ચા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અત્યંત ઊંચો ટેરિફ લાદવાથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો પર પણ અસર પડી શકે છે. આ કારણોસર અમેરિકા હવે વધુ વ્યવહારુ અભિગમ અપનાવતું જોવા મળી રહ્યું છે.

લિન્ડસે ગ્રેહામ વિશે શું કહેવામાં આવ્યું છે?

આ કાયદાના સૌથી પ્રબળ સમર્થકોમાં રિપબ્લિકન યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામનું નામ આગળ હતું. તેમણે યુક્રેનને અમેરિકાની સહાયનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું અને ભારત જેવા દેશો રશિયા પાસેથી તેલ ખરીદે છે તેના પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. 500 ટકા ટેરિફનો મૂળ પ્રસ્તાવ પણ તેમની સાથે જોડાયેલો હતો. ત્યારબાદ નવા બિલમાં ટેરિફ ઘટાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

ભારત અને ચીન સહિત આ દેશો નિશાના પર

અમેરિકી સેનેટના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બિલનો મુખ્ય ઉદ્દેશ એવા દેશો પર દબાણ વધારવાનો છે, જે રશિયન ક્રૂડ ઓઇલ અને ગેસના મોટા ખરીદદારો છે. ક્રૂડ ઓઇલ ખરીદતા દેશોમાં ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાન મુખ્ય લક્ષ્યમાં છે. જ્યારે કુદરતી ગેસ ખરીદતા દેશોમાં ચીન, ફ્રાન્સ, જાપાન, હંગેરી અને બેલ્જિયમનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : અમદાવાદ ગ્રામ્યમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરતી માફિયા ટોળકીઓ બેફામ બની , ગ્રામજનોમાં રોષ

જો કે નવા બિલમાં એક મહત્વપૂર્ણ જોગવાઈ પણ રાખવામાં આવી છે. જો કોઈ દેશ રશિયા પર પોતાની ઊર્જા નિર્ભરતા ઘટાડવા માટે અસરકારક પગલાં લેશે, તો તેને આ પ્રતિબંધોમાંથી છૂટછાટ મળી શકે છે. આ જોગવાઈનો લાભ જાપાન, ફ્રાન્સ, હંગેરી અને બેલ્જિયમ જેવા દેશોને મળી શકે છે. અમેરિકાના નવા પ્રસ્તાવ બાદ હવે ભારત સહિત અનેક દેશોની નજર અમેરિકી સેનેટમાં આ બિલ પર થનારી આગળની કાર્યવાહી પર છે. જો બિલ વર્તમાન સ્વરૂપમાં મંજૂર થશે તો અગાઉની સરખામણીએ ભારત પરનો સંભવિત વેપારી દબાણ નોંધપાત્ર રીતે ઓછો થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Russia Oil India USA Tariff
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ