ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રખડતા શ્વાનનો આતંક રોકવા AMC એક્શનમાં, લીધો સૌથી મોટો નિર્ણય
Last Updated: 09:50 AM, 3 December 2025
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં વધતા રખડતા શ્વાનોના આતંકને કાબુમાં લેવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મહત્વપૂર્ણ પગલાંની જાહેરાત કરી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા અને પ્રતિકારક સિસ્ટમ મજબૂત બનાવવા માટે હવે અલગ–અલગ જગ્યાએ નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવશે.
ADVERTISEMENT
‘નોડલ ઓફિસર’ની ખાસ નિમણૂક થશે
AMCના જણાવ્યા પ્રમાણે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, સરકારી હોસ્પિટલ તથા શૈક્ષણિક સંસ્થાઓ જેવા લોકભીડવાળા વિસ્તારમાં ‘નોડલ ઓફિસર’ની ખાસ નિમણૂક થશે. આ અધિકારીઓ રખડતા શ્વાનોને નિયંત્રિત કરવા માટેની કામગીરીનું સંકલન, દેખરેખ અને તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરશે.
ADVERTISEMENT

નોડલ ઓફિસરોને તાલીમ આપવામાં આવશે
ADVERTISEMENT
નોડલ ઓફિસરોને રખડતા કૂતરાની સમસ્યા તેમજ તેને પકડવાની તથા જનસુરક્ષા સંબંધિત તાલીમ આપવામાં આવશે. સાથે જ આ વિસ્તારોમાં સુરક્ષા સ્ટાફને પણ રખડતા શ્વાનોને દૂર રાખવાની અને જોખમી ઘટનાઓ અટકાવવા ખાસ જવાબદારી સોંપવામાં આવશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દેશમાં રામી ગ્રૂપ ઓફ હોટેલ્સ પર આઈટી દરોડા: 10 શહેરોમાં તપાસ, 38 સ્થળે રેડ
થોડા દિવસ પહેલા કૂતરા કરડવાની ઘટના સામે આવી હતી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા શહેરમાં રખડતા કૂતરાએ કરડવાની ઘટના સામે આવી હતી, જેના પગલે નાગરિકોમાં ભયનું માહોલ સર્જાયો હતો. AMCનું માનવું છે કે નોડલ ઓફિસરોની નિયુક્તિ અને તાલીમિત ટુકડીની મદદથી આવી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. AMCએ નાગરિકોને અપીલ કરી છે કે જો ક્યાંય રખડતા કૂતરાઓ ભેગા થતાં જોવા મળે તો તાત્કાલિક 155303 પર જાણ કરવી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.