ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત સહિત અન્ય જગ્યાએ રામી ગ્રૂપ ઓફ હોટેલ્સ પર આઈટી દરોડા: 10 શહેરોમાં તપાસ, 38 સ્થળે રેડ
Last Updated: 02:49 PM, 3 December 2025
ADVERTISEMENT
દેશના જાણીતા હૉસ્પિટાલિટી બ્રાન્ડ રામી ગ્રૂપ ઓફ હોટેલ્સ પર આજે ઇનકમ ટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે વિશાળ દરોડાની કામગીરી હાથ ધરી. સ્રોતોના જણાવ્યા મુજબ, દેશના લગભગ 10 શહેરોમાં એકસાથે તપાસ શરૂ કરવામાં આવી છે અને કુલ 38 સ્થળોએ આઈટી ટીમોએ રેડ પાડી છે.
ADVERTISEMENT
ભુજ, મુંબઈ સહિત અનેક શહેરોમાં તપાસ ચાલુ
ADVERTISEMENT
માહિતી મુજબ, આ તપાસ ભુજ, મુંબઈ સહિત અનેક શહેરોમાં ચાલી રહી છે જ્યાં રામી ગ્રૂપની હોટેલ્સ, ઓફિસો અને સંકળાયેલા વ્યાપારી સંસ્થાઓમાં દસ્તાવેજોની તપાસ, ડિજિટલ ડેટાના વિશ્લેષણ અને આર્થિક વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
ગલ્ફ દેશોમાં પણ વ્યાપક હોટેલ નેટવર્ક
રામી ગ્રૂપ ભારત સાથે સાથે ગલ્ફ દેશોમાં પણ વ્યાપક હોટેલ નેટવર્ક ધરાવે છે. હાલમાં ગ્રૂપ અંદાજે 52 જેટલી હોટેલ્સનું સંચાલન કરે છે, જેના કારણે ગ્રૂપની આવક, રોકાણ અને અન્ય નાણાકીય વ્યવહારોને લઈને આઈટી વિભાગની નજર લાંબા સમયથી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બજારમાં મળતા ઓછા ભાવથી દુઃખી ખેડૂત, 50 વીઘાની ડુંગળી ફ્રીમાં વહેંચી
ADVERTISEMENT
આઈટી અધિકારીઓના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન મળનારી માહિતીના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. ગ્રૂપ તરફથી હજી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરિસ્થિતિને લઈને હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાઓ ગરમાઈ છે અને આવનારા કલાકોમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો