બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / બજારમાં મળતા ઓછા ભાવથી દુઃખી ખેડૂત, 50 વીઘાની ડુંગળી ફ્રીમાં વહેંચી

બોટાદ / બજારમાં મળતા ઓછા ભાવથી દુઃખી ખેડૂત, 50 વીઘાની ડુંગળી ફ્રીમાં વહેંચી

Published By: Mit Soni

Last Updated: 10:57 PM, 2 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદ જિલ્લામાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. જિલ્લાના ખેડૂતો ફ્રિમાં ડૂગળી વેચી રહ્યા છે. ત્યારે આવો જાણીએ શું છે ખેડૂતોની સ્થિતી.

બોટાદ જિલ્લામાં ડુંગળીના ભાવ સતત ઘટતા એક ખેડૂતે ફ્રિમાં ડૂંગળી વેચી છે. મનસુખ પરમાર નામના આ ખેડૂતે પોતાના 50 વીઘાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ બજારમાં મળતા અત્યંત ઓછા ભાવને કારણે તેમને પાકનો ખર્ચ પણ ન નીકળે તેવો પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. અનેક દિવસો સુધી માર્કેટમાં જઈ ભાવ પૂછ્યા, છતાં આશાના કણકણ જેટલો પણ વધારો ન થતા ખેડૂતે અંતે એક અનોખો નિર્ણય લીધો છે પોતાના ગામના અને આસપાસના લોકોને ડુંગળી વિનામૂલ્યે વહેંચવાની જાહેરાત કરી છે.

મનસુખભાઈએ જણાવ્યું કે, "ડુંગળીનો ભાવ એટલો ઓછો છે કે જો હું તેને બજારમાં લઈ જાઉં તો ટ્રેક્ટર ભાડું અને મજૂરોનો ખર્ચ પણ ન નીકળે. એથી સારું તો લોકો ને ફ્રીમાં આપી દઉં, ઓછામાં ઓછું કોઈના ઘરમાં ઉપયોગ તો થશે."

ખેડૂતનો આ નિર્ણય સાંભળતા જ લોકો તેમના ખેતર પાસે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા. ટ્રોલીમાં, બેગમાં અને થેલામાં જેટલી ડુંગળી સમાઈ શકે એટલી લઈને લોકો ઘરે પાછા વળ્યા. ઘણા લોકો ખેડૂતની પરિસ્થિતિ સાંભળી ભાવનાવશ થઈ ગયા.

સ્થાનિક લોકોનું કહેવું છે કે બજારમાં હાલ ડુંગળીનો ભાવ એટલો નીચે ગયો છે કે 1 કિલો ડુંગળીનો ભાવ ઉત્પાદનના ખર્ચ કરતા પણ ઓછો છે. મોટાભાગના ખેડૂતોએ ડુંગળી વેંચવા કરતાં ખેતરમાં જ ગાડીને નષ્ટ કરી દેવાની પરિસ્થિતિ ઉભી થઈ રહી છે.

vtv app promotion

મનસુખભાઈએ 50 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. વાવેતરથી લઈને પાક પાકવા સુધીનો ખર્ચ, મજૂરી, પાણી, ખાતર, દવાઓ બધું મળીને લાખો રૂપિયા ખર્ચાયા હતા. પરંતુ બજારમાં તેમને 1–2 રૂપિયા કિલો જેટલો ઓછો ભાવ મળતો હતો. આટલો ઓછો ભાવ મળવાથી ખેડૂતને નુકસાન જ થાય, નફો તો દૂરની વાત.

વધુ વાંચો: બેંકના બાબુઓની હર્ષ સંઘવીએ ઝાટકણી કાઢી, તમારી બેદરકારીનાં કારણે કરોડો રૂપિયાનું નુકસાન

આ ઘટનાએ જિલ્લાના અન્ય ખેડૂતોની સ્થિતિ પણ સ્પષ્ટ કરી છે. ઘણા ખેડૂતો હાલમાં ડુંગળીના નબળા ભાવથી ત્રસ્ત છે. તેઓ સરકાર પાસે બજારમાં દખલ કરીને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે.

ખેડૂત સંગઠનોનું પણ કહેવું છે કે જો આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો ખેડૂત ડુંગળીનું વાવેતર ઘટાડશે, અને ભાવમાં વધુ ઊથલપાથલ સર્જાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

low market price onion free distribution Botad farmer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ