ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GSRTC ની બસ ઢાળ ન ચડી શકતા ખીણમાં ખાબકી, 9 લોકો ઘાયલ, 2 ગંભીર
Last Updated: 08:09 PM, 23 July 2025
ADVERTISEMENT
AMBAJI News : ખેડબ્રહ્માથી ધાનેરા જતી ડીસા ડેપોની બસને અકસ્માત નડ્યો હતો. દાંતાથી નજીક કુંવારશીના ઘાટમાં બસ ખાબકતા ભારે નાસભાગ મચી ગઇ હતી. ઉંડી ખાઇમાં બસ ખાબકતા સ્હેજમાં બચી ગઇ હતી. 10 ફુટ ઉંડા ખાડામાં જ ફસાઇ ગઇ હતી. જો કે બસમાં આશરે 40 જેટલા મુસાફરો હતા. તમામનો બચાવ કરવામાં આવ્યો હતો. પરંતુ 8 લોકો ઘાયલ થતા તમામને સારવાર માટે દાંતા ખસેડવામાં આવ્યાહ તા. જે પૈકી 2 ની સ્થિતિ વધારે ગંભીર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
ADVERTISEMENT
બસ ખેડબ્રહ્માથી ધાનેરા તરફ જઇ રહી હતી
બસ ખેડબ્રહ્માથી ધાનેરાના તરફ જઇ રહી હતી. ડીસા ડેપોની એસટી બસ હતી. જો કે જ્યારે તે એક ઉંચા ઘાટ નજીક પહોંચી ત્યારે ઢાળ ચડી નહી શકવાનાં કારણે પાછળ ગબડવા લાગી હતી. ડ્રાઇવરે બ્રેક મારવા છતા પણ બસ ગબડવા લાગી હતી. જેથી ડ્રાઇવરે સમય સુચકતા વાપરીને નજીકનાં રોડનાં બેરિયર સાથે બસ અથડાવી હતી. જેથી બસ અટકી જાય પરંતુ બેરિયર ખુબ જ નબળું અને જર્જરિત હોવાનાં કારણે બસ બેરિયર તોડીને નીચે ખાડામાં ખાબકી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : RTO ના મેમોના નામે ઠગાઇ, સાવધાન રહેવાની સલાહ પણ ડેટા લિક ક્યાંથી થાય છે તે મામલે મૌન
બેરિયર તોડીને બસ ખીણમાં ખાબકી
ADVERTISEMENT
બસ 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા આસપાસનાં લોકો એકત્ર થઇ ગયા હતા. તત્કાલ પોલીસ અને 108 ને પણ જાણ કરવામાં આવી હતી. જ્યારે ધડાકા સાથે બસ ખાડામાં ઉતરી જતા અનેક લોકોને ઇજાઓ પણ પહોંચી હતી. તમામ લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. 40 લોકો પૈકી 8 લોકો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કુલ આઠ પેસેન્જરોને દાંતા સારવાર માટે લઈ જવાયા હતા. અકસ્માતમાં હાલમાં 2 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT