ભારતીયો વૈશ્વિક રાજકારણમાં પણ મહત્ત્વપૂર્ણ પદ પર બિરાજમાન થાય છે તે એકદમ નવી અને જાણવા જેવી વાત છે. કમલા હેરિસ ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં વિજયી બને છે તે એક મહત્ત્વનું પગલું હોઈ શકે છે
વૈશ્વિક રાજકારણમાં પણ ભારતીય મૂળના લોકોનો દબદબો
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ ગયા વર્ષે અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનાર સીઇઓ બન્યા
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બિડેન વિવેક મૂર્તિને હેલ્થ સેક્રેટરીના પદ પર નિયુક્ત કરશે
126 વર્ષમાં પહેલી વાર જૂતાં બનાવનારી સ્વિસ કંપની બાટાએ એક ભારતીય સંદીપ કટારિયાને પોતાના ગ્લોબલ સીઇઓ નિયુક્ત કર્યા છે. તેઓ આઇઆઇટી-દિલ્હીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. આ વર્ષે ટેકિનકલ ફિલ્ડમાં કામ કરવાની રીતો બદલવામાં ભારતીયોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં ગીતા ગોપીનાથે આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રીના રૂપમાં એક વર્ષ પૂરું કર્યું છે. અરવિંદ કૃષ્ણા આઇબીએમના સીઇઓ છે. વી વર્ક કંપનીના સીઇઓના રૂપમાં સંદીપ માતૃનીને બોર્ડમાં લાવવાની પણ તૈયારીઓ કરાઇ છે.
સંદીપ કટારિયા
સુંદર પિચાઇ ગયા વર્ષે અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનાર સીઇઓ બન્યા
બધાં જાણે છે કે ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ ગયા વર્ષે અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનાર સીઇઓ બન્યા. ગયા વર્ષે તેમને 2144.53 કરોડ રૂપિયા સેલરી અપાઇ હતી. આ સિવાય પણ બધાંનાં મોંએ જે નામ છે તે માઇક્રોસોફ્ટના સત્ય નડેલા, પેપ્સિકોનાં સીઇઓ ઈન્દિરા નૂઇ, એડોબ સિસ્ટમ્સના સીઇઓ શાંતનુ નારાયણ. દાયકાઓથી વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતીયો અગ્રણી રહ્યા એ તો જૂના સમાચાર છે. ભારતીય મૂળના 128 વૈજ્ઞાનિકો વિશ્વભરમાં ભારતનું નામ ઉજ્જ્વળ કરી રહ્યા છે તે પણ નવી વાત નથી.
સુંદર પિચાઇ
તો પછી નવું શું છે. ભારતીયો વૈશ્વિક રાજકારણમાં પણ મહત્ત્વપૂર્ણ પદ પર બિરાજમાન થાય છે તે એકદમ નવી અને જાણવા જેવી વાત છે. કમલા હેરિસ ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણીઓમાં વિજયી બને છે તે એક મહત્ત્વનું પગલું હોઇ શકે છે. એક ભારતીય માતા, જે એક વૈજ્ઞાનિક હતી તેની પુત્રી આ સ્તર પર પહોંચે તે ખરેખર ગર્વની વાત છે, જોકે આ એકમાત્ર ઉદાહરણ નથી.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બિડેન વિવેક મૂર્તિને હેલ્થ સેક્રેટરીના પદ પર નિયુક્ત કરશે
નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બિડેન ખૂબ જ જલ્દી વિવેક મૂર્તિને હેલ્થ સેક્રેટરીના પદ પર નિયુક્ત કરશે. તેઓ જનરલ સર્જન છે. આ પહેલાં તેમણે નીરા ટંડનને મેનેજમેન્ટ અને બજેટ કાર્યાલયના ડિરેક્ટરના રૂપમાં પસંદ કર્યાં છે. ટંડન આ પ્રભાવશાળી પદની કમાન સંભાળનાર પહેલાં અશ્વેત મહિલા હશે. નિક્કી હેલી ટ્રમ્પ સરકારમાં અમેરિકાની યુએનઓમાં રાજદૂત રહી ચૂક્યાં છે.
વિવેક મૂર્તિ
બ્રિટિશ ઇતિહાસમાં આ સરકારને સૌથી દેશી સરકાર કહેવાઇ
વધુ એક મહત્ત્વનું અને પ્રભાવશાળી પદ છે ઇંગ્લેન્ડમાં ઋષિ સુનકનું. તેઓ ઇન્ફોસિસના સહસંસ્થાપક અને પૂર્વ અધ્યક્ષ નારાયણ મૂર્તિના જમાઇ છે. તેઓ એક બ્રિટિશ રાજનેતા છે. તેઓ ફેબ્રુઆરી-2020થી નાણાપ્રધાન છે. બ્રિટિશ ઇતિહાસમાં આ સરકારને સૌથી દેશી સરકાર કહેવાઇ છે. ૫૨ વર્ષીય આગ્રામાં જન્મેલા આલોક શર્માને વ્યવસાય, ઊર્જા અને ઔદ્યોગિક રણનીતિ માટે રાજ્ય સચિવપદે નિયુક્ત કરાયા છે. પ્રીતિ પટેલ ગૃહ સચિવ બન્યાં છે, જે બ્રિટન સરકારમાં પોતાનો બીજો કાર્યકાળ પૂરો કરી રહ્યાં છે.
કેનેડામાં હરજિત સજ્જન સહિત આઠ બીજા શીખ પ્રધાન ટ્રુડોની મિનિસ્ટ્રીમાં સામેલ છે. સમયે સમયે તેમના પર પંજાબની બાબતોમાં દખલઅંદાજીનો મુદ્દો પણ ઊઠતો રહે છે, એ ન ભૂલવું જોઇએ કે ભારતીય પ્રધાનોના સમર્થન વગર આ સરકાર અસ્થિર થઇ જશે. ફિજી કે સિંગાપોર જેવા દેશનો સવાલ છે તો અનેક ભારતીય ત્યાંની સરકારમાં કાર્યરત છે, પરંતુ નવેમ્બરની બીજી તારીખે પહેલી વાર ન્યૂઝીલેન્ડમાં પ્રિયાંક રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડના પહેલા ભારતીય મૂળના પ્રધાન બન્યા. વડા પ્રધાન જૈસિંડા આર્ડર્ને પાંચ નવા પ્રધાનને પોતાની કાર્યકારિણીમાં સામેલ કર્યા છે. ડોક્ટર ગૌરવ શર્મા 25 નવેમ્બરે ન્યૂઝીલેન્ડના સૌથી યુવા અને નવા ચૂંટાયેલા સાંસદમાં સામેલ થયા છે.
હરજિત સજ્જન
અનીતા આનંદ કેનેડાની કેબિનેટમાં સામેલ થનારાં પહેલાં હિંદુ મહિલા
કમલાપ્રસાદ બિસેસર ભારતીય મૂળના છે અને આજકાલ સંયુક્ત રાષ્ટ્રીય કોંગ્રેસનું નેતૃત્વ કરે છે. તેઓ ત્રિનિદાદ અને ટોબેગોના વિપક્ષ નેતા છે. તેઓ 2010થી 2015 સુધી દેશના પહેલા વડા પ્રધાન બન્યા હતા. આ રીતે અનીતા આનંદ કેનેડાની કેબિનેટમાં સામેલ થનારાં પહેલાં હિંદુ મહિલા છે.
દાદાભાઇ નવરોજી 1892થી 1895 સુધી બ્રિટિશ સંસદમાં પ્રધાન હતા
આ પહેલો અવસર નથી કે પ્રવાસી ભારતીયો બીજા દેશોમાં રાજકારણમાં આવ્યા છે, પરંતુ આ પહેલાં દાદાભાઇ નવરોજી 1892થી 1895 સુધી બ્રિટિશ સંસદમાં પ્રધાન હતા. તેમણે સૌથી પહેલાં ઇન્ડિયન મની ડ્રેનની વાત પોતાના પહેલા ભાષણમાં સંસદમાં કહી હતી કે અંગ્રેજો કેવી રીતે ભારતમાંથી પૈસા લઇ જઇ રહ્યા છે. હવે ભારતીય મહિલાઓ પણ જે રીતે વિદેશમાં રાજકારણમાં નામ કમાઇ રહી છે તે આપણા દેશ માટે ગૌરવદાયક બાબત છે.