બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Alpesh Thakor addressed a massive public meeting at Wadana and refused to treat anti social elements with dignity

ગુજ'રાજ'2022 / '..મર્યાદામાં રહેજો અઠવાડિયા પછી અડ્ડા બંધ જ થઈ જશે', અલ્પેશ ઠાકોરની ખુલ્લી ચેતવણી

Mahadev Dave

Last Updated: 11:17 PM, 30 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્પેશ ઠાકોરે વડાણા ખાતે જંગી જનસભા સંબોધી અસામાજિક તત્વોને શાનમા સમજી જવા હુંકાર કર્યો હતો.

  • અલ્પેશ ઠાકોરે વડાણા ખાતે જંગી જનસભા સંબોધી
  • સરકાર ભાજપની જ બનશે : અલ્પેશ ઠાકોર
  • અસામાજિક તત્વોને શાનમાં સમજી જવા લલકાર 

ગુજરાત ચુંટણીને લઇને વડાણા ખાતે અલ્પેશ ઠાકોરે જંગી જનસભા સંબોધી હતી. જેમા તેમણે વાવના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને ટેકો આપ્યો હતો. આ દરમિયાન વિરોધીઓને મર્યાદામાં રહેવા ટકોર કરી દીધી છે.  સાથે ચુંટણી બાદ સત્તામાં તો ભાજપ જ આવશે તેવો દાવો કરી અસામાજિક તત્વોને શાનમાં સમજી જવા લલકાર કર્યો હતો .


ભાજપની જ સરકાર બનશે : અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે અસામાજિક તત્વો પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, લોકોને ડરાવનારાઓ ચેતી જજો  કારણ કે ચુંટણી બાદ પણ ભાજપનું જ શાસન આવશે.  વધુમા તેમણે કહ્યું હતું કે અમારી સજ્જનતાને નબળાઈ ન સમજતા અને વિરોધીઓને મર્યાદા ન વટવા ચોખ્ખા શબ્દોમા કહ્યું હતું. સભામા સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો લોકોને ડરાવવાનો પ્રયત્ન કરે છે. ગામમાં પ્રવેશ કરવા નહીં દઇએ. તો પરિણામ બાદ સરકાર ભાજપની જ બનવાની છે. જેમા લોકોને આમ ડરાવનારાઓના બધા અડ્ડા બંધ કરી  દેવામા આવશે. 
 
કોંગ્રેસના રાજમાં ગુંડાઓનું રાજ ચાલતું હતું 
વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, આ કઈ કોંગ્રેસનું શાસન નથી, કોંગ્રેસના રાજમાં ગુંડાઓનું રાજ ચાલતું હતું. અત્યારે તો છપ્પનની છાતીવાળા મોદીનું શાસન છે.  બીજી કે ચૂંટણી છે એટલે જેટલા દબાવવા હોય એટલા દબાવી લઈએ તો એવા ભ્રમમા ન રહેવા જણાવ્યું હતું. ગુજરાતના લોકોને કોઈ ડરાવી નહીં શકે. આવા અસામાજિક તત્વોને જવાબ આપવા ભાજપના કાર્યકર્તા બેઠા છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Alpesh Thakor Gujarat elections 2022 અલ્પેશ ઠાકોર ગુજરાત ચૂંટણી વડાણા Gujarat Elections 2022
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ