બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / allahbad highcourt judge said cow slaughtering should be banned

દેશ / ગૌહત્યા પર લગાવો પ્રતિબંધ: ઈલાહાબાદ હાઇકોર્ટે કરી ટિપ્પણી, કહ્યું આવા લોકો નર્કમાં સડે છે

Vaidehi

Last Updated: 11:19 AM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દૂ ધર્મ ગ્રંથો વિશે વાત કરતાં અલ્હાબાદ હાઈકોર્ટે જસ્ટિસ અહમદે ગાયનાં મહત્વને લઈને ટિપ્પણી કરી છે. તેમણે કેન્દ્ર પાસે ગાયને સંરક્ષિત પશુ ઘોષિત કરવાનું આહ્વાન પણ કર્યું છે.

  • અલ્હાબાદ હાઈકોર્ટ જજે સમજાવ્યું ગાયનું મહત્વ
  • કેસની સુનાવણી દરમિયાન હિંદૂ ધર્મ ગ્રંથોનો કર્યો ઉલ્લેખ
  • ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર સરકારને કર્યો અનુરોધ

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ગૌ હત્યાને લઈને અગત્યની ટિપ્પણી કરી છે. બેંચએ હિંદૂ ધર્મ ગ્રંથોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગાયની હત્યા કરનારો વ્યક્તિ નર્કમાં સડે છે. પીઠે કેન્દ્ર સરકારને ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવા અને તેને સંરક્ષિત પશુ ઘોષિત કરવા માટે રાષ્ટ્રવ્યાપી કાયદો બનાવવાનો અનુરોધ પણ કર્યો છે.

ગાયની રક્ષા અને સમ્માન થવું જોઈએ- હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટનાં જસ્ટિસ શમીન અહમદે એક ઢોરની હત્યાનાં આરોપીની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે, 'તમામ ધર્મોનું સમ્માન કરવું મહત્વપૂર્ણ છે કારણકે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે.'  જસ્ટિસ અહમદે કહ્યું કે હિન્દૂ ધર્મ સહિત તમામ ધર્મોનું સમ્માન કરવું જોઈએ, જે માને છે કે ગાયની રક્ષા અને સમ્માન થવું જોઈએ કારણકે તે દૈવીય અને પ્રાકૃતિક ભલાઈનું પ્રતિનિધિત્વ કરે છે. 

બારાબંકીની છે આ ઘટના
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે બારાબંકીનાં એક વ્યક્તિની સામે એક ગાયની હત્યા કરવાનો અને માંસનાં વેંચાણનાં આરોપમાં FIR રદ કરવાથી ઈનકાર કર્યો છે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવાનો કાયદો લાવવા અને ગાયને સંરક્ષિત રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાનું આહ્વાન પણ કર્યું છે.

ગાયનાં તમામ અંગોનો છે ગ્રંથોમાં ઉલ્લેખ
અલ્હાબાદ હાઈકોર્ટે શુદ્ધિકરણ અને તપસ્યાનાં ઉદેશ્યો માટે ગાયનાં મહત્વ પર પણ ધ્યાન આપ્યું જેમાં પંચગવ્ય ગાયથી પ્રાપ્ત પાંચ ઉત્પાદ દૂધ, માખણ, દહીં, મૂત્ર અને છાણ શામેલ છે. પૌરાણિક માન્યતાઓ અને પરંપરાઓ અંગે વાત કરતાં કોર્ટે કહ્યું કે 'ગાયનાં પગ 4 વેદોનાં પ્રતીક છે અને તેના શિંગડા દેવતાઓનું પ્રતીક છે, તેનો ચહેરો સૂર્ય અને ચંદ્રમા અને તેનો ખભ્ભો અગ્નિનું પ્રતીક છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ