બ્રેકિંગ ન્યુઝ
VTV / All students pass without examination in Tamilnadu
ADVERTISEMENT
રાજ્યના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ નિયમ 110 હેઠળ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે, 2020-21ના શૈક્ષણિક વર્ષમાં આ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા નહીં યોજાય અને વિદ્યાર્થીઓને સીધા જ સત્રમાં પાસ કરી દેવામાં આવશે.
વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની અપીલને ધ્યાને લઈને લેવાયો નિર્ણય
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહામારીને કારણે સર્જાયેલ અસામાન્ય સ્થિતિને જોતા શિક્ષકો અને વિદ્યાર્થીઓની અપીલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઇન અભ્યાસ કરી શકતા હતા.
શિક્ષણ મંત્રીએ શાળાઓ ન શરૂ કરવાની કરી વાત
ADVERTISEMENT
આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજ્યમાં 1થી8 માટે શાળાઓ શરૂ કરવા મામલે રાજ્યના શિક્ષણમંત્રીએ ના પાડી હતી. 12 ફેબ્રુઆરીના રોજ કે.એ.સેનગોટ્ટિયને કહ્યું કે, અત્યારે શાળા ફરી શરૂ કરવાનો નિર્ણય નથી લેવાયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.