બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / પ્રવાસ / alive crabs offering on shivling in crematorium temple in surat know more

ધર્મ / સુરતમાં આવેલું છે રૂંધનાથ મહાદેવ મંદિર, જ્યાં રોગ મુક્તિ માટે ચઢાવવામાં આવે છે જીવતા કરચલાં, જાણો શું છે માન્યતા

Published By: Arohi

Last Updated: 01:37 PM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોની આસ્થાનો એક અનોખો નમૂનો સૂરતમાં જોવા મળ્યો છે. અહીં લોકો સ્મશાનમાં સ્થિત શિલવિંગ પર જીવતા કરચલાં ચઢાવે છે. આટલું જ નહીં. મરનારને મોક્ષ મળે તેના માટે મૃતકોની પસંદગીની વસ્તુ પણ ચઢાવવામાં આવે છે.

  • ગુજરાતના સુરતમાં આવેલું છે આ મંદિર 
  • જ્યાં પ્રસાદમાં ચઢાવવામાં આવે છે જીવતા કરચલાં 
  • જાણો તેના વિશે શું છે માન્યતા 

ગુજરાતના સુરતમાં વર્ષમાં એક વખત સ્મશાનમાં એવો અનોખો મેળો લાગે છે જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. સ્મશાનમાં ભરાતા આ મેળામાં મૃતકોની અંતિમ ઈચ્છાપૂર્તિ માટે ન ફક્ત મૃતકોની પસંદગીની વસ્તુ ચઢાવવામાં આવે છે પરંતુ સ્મશાનના મંદિરમાં પ્રસાગના રૂપમાં જીવતા કરચલાં પણ ચઢાવવામાં આવે છે.

શિવલિંગ પર ચઢાવવામાં આવે છે જીવતા કરચલાં 
શું તમે ક્યારેય કોઈ પણ મંદિરમાં ભગવાન પર કરચલાં ચઢતા જોયા છે? જો નહીં તો એક વખત અહીંની મુલાકાત જરૂર લેજો. સૂરતના રામનાથ ઘેલા સ્મશાન ભૂમિના આ રૂંધનાથ મહાદેવ મંદિરમાં આવનાર ભક્ત જીવતા કરચલાં ચઢાવે છે. 

શિવલિંગ પર કરચલા ચઢાવતા ભક્ત વર્ષમાં એક વખત, આ મંદિરમાં માનતા પુરી થવા પર અને માનતા માંગવા માટે આવે છે. માઘ મહિનાની એકાદશી બાદ વર્ષમાં એક વખત ભક્ત અનોખો પ્રસાદ ચઢાવીને પૂજા પાઠ કરે છે. 

વર્ષમાં એક વખત જ થાય છે પૂજા 
અહીં કરચલાં ચઢાવવા પાછળની લોતોની માન્યતા છે કે આમ કરવાથી શારીરિક રોગ મુક્તિ મળે છે. ખાસકરીને કાનોની બહેરાશ મટી જાય છે. મંદિરમાં આવનાર ભક્તોના હાથોમાં અન્ય પ્રસાદ સામગ્રીની જગ્યા પર કરચલાં હોય છે. 

મૃતકોની પસંદગીની વસ્તુઓ ચઢાવવામાં આવે છે 
આ શિવ મંદિરમાં આવનાર ભક્ત ન ફક્ત શિવલિંગ પર જીવતા કરચલાં ચઢાવે છે પરંતુ સાથે જ અહીં મૃતદેહોનો અંતિમ સંસ્કાર પણ થાય છે. ત્યાં જઈને પણ પુજા પાઠ કરે છે. અહીં એ લોકો પૂજા કરે છે જેમના કોઈ પોતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોય. આ સ્મશાન ભૂમિમાં જે લોકોના અંતિમ સંસ્કાર થયા હોય તેમની સૌથી પ્રિય વસ્તુને અહીં ચઢાવવામાં આવે છે. 

કહેવામાં આવે છે કે આમ કરવાથી મૃતકને મોક્ષ મળે છે. મૃતકને જો દારૂ કે અન્ય કોઈ નશાની આદત હોય તો તે અથવા તો તેનું પ્રિય ભોજન અહીં ચઢાવવામાં આવે છે. આ બધો સામાન મૃતકનો પરિવાર અહીં આવીને ચઢાવે છે. 

રામાયણ કાળ સાથે છે તેનું કનેક્શન 
રામનાથ ઘેલા સ્મશાનના ટ્રસ્ટી હરીશ ભાઈ ઉમરીગર જણાવે છે કે આ સ્મશાન ભૂમિની કથા રામાયણ કાળ સાથે જોડાયેલી છે. તેમના અનુસાર, જ્યારે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસમાં હતા ત્યારે અહીંથી પસાર થયા હતા. આજ જગ્યા પર તેમના પિતા દશરથની મૃત્યુના સમાચાર તેમને મળ્યા હતા. ત્યારે તેમણે આ જ સ્થાન પર પિંડદાન કરીને મોક્ષની કામના કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Shivling crabs crematorium temple surat સુરત crematorium temple

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ