બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Alia Bhatt said on not showing her daughter's face to the world, 'I don't hide it but I feel scared...'

ગપશપ / દુનિયાને દીકરી ચહેરો ન બતાવવા પર બોલી આલિયા ભટ્ટ, 'છુપાવતી નથી પણ મને ડર લાગે...'

Megha

Last Updated: 04:38 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ભટ્ટે એક વાતચીત દરમિયાન તેને તેની પુત્રી રાહાનો ચહેરો દુનિયાથી છુપાવવા વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં આલિયાએ શેર કર્યું કે તે રાહાને છુપાવી રહી નથી પણ ..

  • આલિયા ભટ્ટની દીકરી રાહા નો જન્મદિવસ 6 નવેમ્બરે  
  • રણબીર- આલિયા એ હજુ સુધી રાહાનો ચહેરો લોકોને બતાવ્યો નથી 
  • આલિયાને પુત્રી રાહાનો ચહેરો દુનિયાથી છુપાવવા વિશે પૂછવામાં આવ્યું

આલિયા ભટ્ટ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે , જે હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને પણ સારી રીતે મેનેજ કરી રહી છે. 14 એપ્રિલ 2022ના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કરનાર આલિયાએ 6 નવેમ્બર 2022ના રોજ તેની પુત્રી રાહા કપૂરનું સ્વાગત કર્યું. તેમની પુત્રી 6 નવેમ્બર 2023ના રોજ 1 વર્ષની થવાની છે, પરંતુ તેઓએ હજુ સુધી તેનો ચહેરો જાહેર કર્યો નથી. હવે, આલિયાએ તેના તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી.

તાજેતરમાં, આલિયા ભટ્ટે એક વાતચીત દરમિયાન તેને તેની પુત્રી રાહાનો ચહેરો દુનિયાથી છુપાવવા વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં આલિયાએ શેર કર્યું કે તે રાહાને છુપાવી રહી નથી, પરંતુ નવા માતાપિતા હોવાને કારણે, તે તેના બાળકના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થતા જોઈને અસ્વસ્થ થઈ જાય છે.

આલિયાએ કહ્યું, "હું નથી ઈચ્છતી કે એવું લાગે કે હું મારી દીકરીને છુપાવી રહી છું. મને તેના પર ગર્વ છે. જો કેમેરા અત્યારે ન ફરતા હોત, તો હું તેની એક મોટી તસવીર સ્ક્રીન પર મૂકત. હું તેને પ્રેમ કરું છું. મને અમારા બાળક પર ગર્વ છે, પણ અમે નવા માતા-પિતા છીએ. અમને ખબર નથી કે ઇન્ટરનેટ પર તેનો ચહેરો છપાવવાથી અમને કેવું લાગશે, તે માંડ એક વર્ષની છે. તે હજી ઘણી નાની છે. એવું નથી કે અમે કોઈને તેનો ચહેરો જોવા નથી દેતા."

રાહાના જન્મ પછી આલિયાનું જીવન બદલાઈ ગયું છે
વાતચીત દરમિયાન આલિયા ભટ્ટે કહ્યું કે, માતા બન્યા બાદ તેની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. અભિનેત્રીએ શેર કર્યું કે જ્યારે રાહાનો જન્મ થયો, ત્યારે બધું બદલાઈ ગયું અને તેમના બંને પરિવારો એક સાથે આવ્યા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ