બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Alia Bhatt Birthday Alia has invested in crores in business too, know her net worth.

Alia Bhatt Birthday / માત્ર ફિલ્મોથી જ નહીં, બિઝનેસમાં પણ આલિયાનું છે કરોડોમાં ઇન્વેસ્ટ, નેટવર્થ સાંભળી ચોંકી ઉઠશો

Megha

Last Updated: 08:59 AM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરણ જોહરની ફિલ્મથી આલિયા એ ડેબ્યૂ કર્યું હતું અને તેને પોતાની ડેબ્યૂ ફિલ્મથી જ દર્શકોના દિલ જીતી લીધા હતા. એવામાં ચાલો જાણીએ આલિયા ભટ્ટની કારકિર્દીની સફર અને નેટવર્થ વિશે...

બૉલીવુડની સૌથી ક્યૂટ કહેવાતી ઍક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આલિયા બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે જે ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને અભિનય પ્રતિભાથી ભરપૂર છે. 2012માં 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી ડેબ્યૂ કર્યું ત્યારથી, આલિયાએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. એક્ટિંગ સિવાય આલિયા બિઝનેસમાં પોતાની અલગ છાપ છોડી છે. એવામાં ચાલો જાણીએ તેમની કારકિર્દીની સફર અને નેટવર્થ વિશે...

95 વર્ષની વયે આલિયા ભટ્ટના નાનાનું નિધન, ઇમોશનલ પોસ્ટ શેર કરી લખ્યું 'My  grandpa. My hero' | alia bhatt grandfather passed away at the age of 93  soni razdan mahesh bhatt post

આલિયાનો જન્મ 15 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયો હતો. તે પ્રખ્યાત નિર્દેશક મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની પુત્રી છે. આલિયાએ બાળ કલાકાર તરીકે પણ ફિલ્મોમાં કામ કર્યું છે. આલિયા ભટ્ટ પહેલીવાર વર્ષ 1999માં મોટા પડદા પર જોવા મળી હતી. તેણે અક્ષય કુમાર અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ 'સંઘર્ષ'માં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તે પ્રીતિ ઝિન્ટાના બાળપણનો રોલ કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં આલિયાનો રોલ નાનો હતો, પરંતુ આલિયાએ એક છાપ છોડી હતી.

કરણ જોહરની ફિલ્મથી આલિયા એ ડેબ્યૂ કર્યું હતું અને તેને પોતાની ડેબ્યૂ ફિલ્મથી જ દર્શકોના દિલ જીતી લીધા હતા. આલિયા 'સ્ટુડન્ટ ઑફ ધ યર'માં વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. આ બાદ તેને પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે. જેમાં હાઈવે, ડિયર જિંદગી, બદ્રીનાથ કી દુલ્હનિયા, ગલીબોય, રાઝી, ડાર્લિંગ્સ, ગંગુબાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મોના નામ સામેલ છે. આલિયાની એક્ટિંગ દરેક ફિલ્મ સાથે એક લેવલ વધુ સારી બની છે.

રણબીર કપૂર થયો ટ્રોલ તો પત્ની આલિયા થઈ લાલ ચોળ, ટ્રોલર કરનારાઓને આપ્યો  જડબાતોડ જવાબ / Alia Bhatt gave a jaw-dropping reply to those who trolled  husband Ranbir Kapoor, said- 'Sometimes they

હવે જો તેની નેટવર્થ વિશે વાત કરીએ તો રિપોર્ટ અનુસાર, આલિયા ભટ્ટની કુલ સંપત્તિ લગભગ 299 કરોડ રૂપિયા છે. આલિયા કોઈપણ ફિલ્મ કરવા માટે લગભગ 20 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તે જાહેરાત માટે લગભગ 1-2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સાથે જ ઇન્ડસ્ટ્રીમાં બોલિવૂડની બીજી સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી છે. એક બિઝનેસવુમન તરીકે આલિયાની સફર સ્ટાઈલ ક્રેકરથી શરૂ થઈ હતી. અહેવાલો અનુસાર, આલિયા અગરબત્તી અને ધૂપ બનાવતી કંપનીમાં પણ રોકાણ કરે છે. 

વધુ વાંચો : બનવું છે બિગ બીના પડોશી? તો તૈયાર થઇ જાઓ, 'જલસા'ની બાજુના જ બંગલાની થશે હરાજી, જાણો કિંમત

અંગત જીવનની વાત કરીએ તો આલિયાએ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા છે અને બંને સફળ લગ્ન જીવન જીવી રહ્યા છે. આલિયા અને રણબીરની લવ સ્ટોરી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના સેટથી શરૂ થઈ હતી. બંનેએ એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા. દંપતીએ નવેમ્બર 2022 માં તેમના પ્રથમ બાળક, પુત્રી રાહાનું સ્વાગત કર્યું હતું. 

VTV ગુજરાતી સમાચારની તમામ અપડેટ પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલને અનુસરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ