બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Ali Merchant Wedding: This actor became groom for the third time, marriage took place in Lucknow

મનોરંજન / 38 વર્ષના આ એક્ટરે કર્યા ત્રીજી વખત લગ્ન, દિવાળી પછી યોજાશે રિસેપ્શન, PHOTOS વાયરલ

Megha

Last Updated: 10:04 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

38 વર્ષના અલી મર્ચન્ટે ત્રીજી વખત લગ્ન કર્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર અલી મર્ચન્ટ અને અંદલીબના લગ્નની તસવીરો હાલ વાયરલ થઈ રહી છે.

  • 38 વર્ષના અલી મર્ચન્ટે ત્રીજી વખત લગ્ન કર્યા 
  • અલી મર્ચન્ટ અને અંદલીબના લગ્નની તસવીરો વાયરલ 
  • લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા

'લોક અપ' અને 'બિગ બોસ' જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂકેલા અલી મર્ચન્ટે 2 નવેમ્બરના રોજ ત્રીજી વખત લગ્ન કર્યા હતા. 38 વર્ષના અલી મર્ચન્ટે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં 2 નવેમ્બર 2023ના રોજ અંદલિબ ઝૈદી સાથે લગ્ન કર્યા હતા. તેની ઘણી તસવીરો સામે આવી છે.

સોશિયલ મીડિયા પર અલી મર્ચન્ટ અને અંદલીબના લગ્નની તસવીરો સામે આવતા જ તે વાયરલ થઈ ગઈ હતી. ફેન્સને આ કપલના લગ્નની તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. બંનેના લગ્ન પરંપરાગત રીતિ રિવાજ મુજબ થયા હતા. લગ્નમાં અલી અને અંદલિબના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

નોંધનીય છે કે અલી મર્ચન્ટે બે લગ્ન કર્યા હતા અને હવે આ તેના ત્રીજા લગ્ન છે. પ્રથમ લગ્ન સારા ખાન સાથે કર્યા હતા જેનું બે મહિનામાં બ્રેકઅપ થયું હતું. ત્યારબાદ તેના બીજા લગ્ન અનમ મર્ચન્ટ સાથે થયા અને 5 વર્ષ પછી તે તેનાથી પણ અલગ થઈ ગયો હતો. અલી મર્ચન્ટે હવે મોડલ અંદલીબ ઝૈદી સાથે લગ્ન કર્યા છે. બંનેની મુલાકાત એક ફેશન શો દરમિયાન થઈ હતી. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલના લગ્નનું રિસેપ્શન 15 નવેમ્બરે મુંબઈમાં યોજાશે. તેના ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ કપલની હલ્દીની તસવીરો પણ સામે આવી હતી, જેને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ