બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / નવરાત્રી પર આ મંદિરમાં દર્શન આપે છે 'અજગર દાદા', જાણો માન્યતા અને રોચક કથા
Last Updated: 08:54 PM, 30 September 2024
ભારતમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. જ્યાં અનેક ચમત્કાર પણ જોડાયેલા છે. આવું જ એક મંદિર મધ્યપ્રદેશના સાગરમાં બાઘરાજ વિસ્તાર આવેલું છે. જ્યાં હરસિદ્ધિ માતાનું મંદિર છે. મંદિર પરિસરમાં એક ગુફા છે. તે ગુફામાં એક મોટો અજગર રહે છે. અહીંના અજગરથી ડરવાને બદલે લોકો તેમની દરરોજ પૂજા કરે છે. ગુફા મારફતે તેમને જળ ચઢાવવામાં આવે છે અને ફૂલ પણ અર્પણ કરવામાં આવે છે. અહીંના લોકો તેમને ‘અજગર દાદા’ કહીને બોલાવે છે. એવી માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન જે પણ તેમને જુએ છે તેમનું નસીબ ચમકે જાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો : નવરાત્રીના પ્રથમ નોરતે ચઢાવો આ ભોગ, માતા શૈલપુત્રી થશે પ્રસન્ન
આ મંદિરમાં એવી માન્યતા છે કે, અહીંયા અજગર દાદા રક્ષક તરીકે બિરાજમાન છે. તેના લીધે આજદિન સુધી આ સમગ્ર વિસ્તારમાં ક્યારેય કોઈને સાપ કરડવાની ઘટના બની નથી. ઘણા દાયકાઓથી લોકો અહીંયા આ ચમત્કાર જોઈ રહ્યા છે. અહીંયા જ્યારે પણ નવરાત્રિ આવે છે અથવા મંદિર પરિસરમાં કોઈ મોટી ધાર્મિક વિધિ કરવામાં આવે છે ત્યારે અજગર દાદા કાળા સાપ અથવા નાના અજગરના રૂપમાં દેખાડો આપે છે.
ADVERTISEMENT
મંદિરની ગુફામાં 10-15 વર્ષ પહેલાં અજગર કેટલીક વખત ગુફાની બહાર બે-ત્રણ ફૂટ સુધી બહાર આવતા હતા. તેમની લંબાઈ 15-20 ફૂટ જેટલી હોતી. અને જાડાઈ ઘરના થાંભલા જેટલી હોતી. હવે તે ઘણા વૃદ્ધ થઈ ગયા છે જેથી લોકોએ તેમને ઘણા વર્ષોથી ગુફામાંથી બહાર નીકળતા જોયા નથી. આ વિસ્તારના લોકોની માન્યતા છે કે, તે આજે પણ સાક્ષાત રૂપમાં બિરાજમાન છે. તેમની કૃપાથી આ વિસ્તાર પહાડો, જંગલો અને ખેતરોથી ઘેરાયેલો હોવા છતાં અહીંયા કોઈને સાપ કરડવાની ઘટના બની નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
મંદિરના પૂજારીએ આગળ જણાવ્યું કે, જ્યારે અજગર દાદા દર્શન આપે છે ત્યારે લોકોના ટોળા તેમને જોવા ઉમટી પડે છે. લોકો તેમને સ્પર્શ કરે છે, તેમને પ્રણામ કરે છે, ફૂલ અર્પણ કરે છે. પરંતુ આજ સુધી કોઈને તેમનાથી નુકસાન થયું નથી. અહીંયા પૂર્વજો કહી ગયા છે કે બાઘરાજ દાદાની કૃપાથી અહીંયા આવી કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.