બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ajay Singh Jam, serving as ATDO in Kheda Vaso, died of heart attack while on duty.

ખેડા / વસોમાં ચાલુ ફરજે અધિકારીનું હાર્ટ બંધ, ATDOને એટેક આવતા ઘટનાસ્થળે જ મોત, વતનમાં સોપો પડ્યો

Dinesh

Last Updated: 05:29 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack News: ખેડાના વસો તાલુકા પંચાયતમાં ATDO તરીકે ફરજ બજાવતા અજયસિંહ જામનું ચાલુ ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યું થયું છે.

 

  • ફરજ ઉપર હાજર ATDOને આવ્યો હાર્ટએટેક
  • ATDO અજયસિંહ જામનું થયુ મૃત્યુ
  • હાર્ટએટેક આવતા અધિકારીનું થયુ મૃત્યુ


Heart Attack News : છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક હાર્ટ એટક બાદ મોતના સમાચાર સામે આવ્યા છે. ખેડાના વસોમાં ફરજ ઉપર હાજર ATDOને હાર્ટએટેક આવતા મૃત્યું થયું છે. ATDO અજયસિંહ જામનું હાર્ટ એટેકથી અવસાન થતાં કેચેરીમાં શોકનું માહોલ છવાયો છે. 

અજયસિંહ જામ

હાથજ ગામના વતની અજયસિંહ જામનું હાર્ટ એટેકથી મૃત્યુ
અજયસિંહ વિસ્તરણ અધિકારી અને ATDO તરીકે ફરજ બજાવતા હતા. તાલુકા પંચાયતમાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય તલાટી મહામંત્રી પણ અજયસિંહ જામ રહી ચુક્યા છે. નડીયાદ નજીક હાથજ ગામના વતની છે. 

લગ્ન કે પ્રસંગમાં વાગતું DJ બન્યું હાર્ટનું દુશ્મન? એક બાદ એક ઘટનાઑ બાદ નવી  સ્ટડીમાં ખુલાસો | DJ playing at a wedding or event became the enemy of the  heart? One incident

હાર્ટ ઍટેક આવવાના શું કારણો છે?
હાર્ટ ઍટેક  આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ VTVને જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ ઍટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે. 

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/હાર્ટ-એટેક' title='હાર્ટ એટેક'>હાર્ટ એટેક</a> આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

એમડી ડોક્ટર મયંક ઠક્કરે હોર્ટ એટેકને લઈ શું જણાવ્યું ?
કોરોના સ્પેશિયાલિસ્ટ તને એમડી ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, લાંબો સમય કોરોના ચાલ્યો હોય તો લોહી ઘટ રહેતું હોય એવું બને તો હાર્ટ એટેક આવી શકે. અથવા વધુ પડતું ક્ષમતા બહારનું વર્ક કરો તો પણ હાર્ટ એટેક આવવાની શક્યતાઓ વધી રહે છે આનું એક જ સોલ્યુશન છે. છ કે બાર મહિને રિપોર્ટ કરાવી હેલ્થ ચેકઅપ કરતું રહેવું પડે. જેમાં ચરબીનું પ્રમાણ લોહીની ઘટ છે કે નહીં તે જોતું રહેવું પડે. રિપોર્ટ કરવાતું રહેવું તેની જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે.

હાર્ટ એટેકમાં વધારો થવાના કારણો 
ડોક્ટરનું માનવુ છે કે,  યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે તો ઘણા હોસ્પિટલમાં લઇ ગયા બાદ મૃત્યુ પામે છે. આવો, ડોક્ટરના મતે  હાલના સમયમાં હાર્ટ એટેકમાં વધારો થવાના મુખ્ય કારણો વિશે જાણીએ...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ