બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fashion & Beauty / Aishwarya Rai Bachchans Beauty Secret You Can Also Try At Home

બ્યૂટી / આ છે ઐશ્વર્યા રાય બચ્ચનનું સિમ્પલ બ્યૂટી સીક્રેટ, તમે પણ ઘરે જ કરી લો ટ્રાય

Published By: Bhushita

Last Updated: 11:46 AM, 18 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાં પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકેલી ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ સાંભળવા મળે છે. તેની સુંદર, ગ્લાઈંગ સ્કીનને મેન્ટેન કરવા તે સ્કિનને હાઈડ્રેટ રાખે છે. આ માટે તે વધારે પ્રમાણમાં પાણી પીએ છે અને સાથે જ ગ્લોઈંગ સ્કીન માટે હોમમેડ ફેસપેકનો પણ ઉપયોગ કરે છે. આવો જાણીએ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાનું રહસ્ય.

બોલિવૂડની અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકેલી ઐશ્વર્યા રાય બચ્ચન ભારત જ નહીં પણ દુનિયાની સુંદર એક્ટ્રેસેસિસમાંની એક છે. તેને જોઈને કોઈને પણ થાય કે તે આટલી સુંદર રહેવા શું કરતી હશે. 

સ્કીનને હાઈડ્રેટેડ રાખે છે ઐશ્વર્યા
સ્કીનને હાઈડ્રેટેડ રાખવા માટે તે ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીએ છે. આ સિવાય તે માને છે કે ગ્લોઈંગ સ્કીન માટે વોટર થેરાપી બેસ્ટ છે. તમે શરીરને જેટલું હાઈડ્રેટેડ રાખશો તેટલા વધારે ટોક્સિન્સ શરીરમાંથી બહાર નીકળશે. અને સ્કીનને તાજગી મળશે.
 
ચહેરા પર ચણાના લોટનો ઘરેલૂ ઉબટન લગાવે છે
પાણી પીવા સિવાય ઐશ્વર્યા ઘરે બનાવેલા ઉબટનનો ઉપયોગ કરે છે. બહારના કેમિકલ વાળા પ્રોડક્ટ્સ ઐશ્વર્યાને પસંદ નથી.  તે તો ઘરે જ ચણાના લોટમાં દૂધ અને હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવી લે છે અને તેને ચહેરા પર લગાવી લે છે. તે સ્કીનને મોશ્ચરાઈઝ કરવા માટે દહીંનો ઉપયોગ કરે છે અને ફેસ માસ્ક માટે ખીરાના જ્યૂસનો ઉપયોગ કરે છે. 

ખાન-પાન અને યોગથી સ્કિનને રાખે છે ગ્લોઈંગ
તમે જે પણ ખાઓ છો તેની સીધી અસર તમારી સ્કીન પર પડે છે. ઐશ્વર્યા તેની સ્કીનને ગ્લોઈંગ અને મેન્ટેન રાખવા માટે હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયટનો ઉપયોગ કરે છે. આ માટે એશ ઓઈલી ચીજો ખાવાનું ટાળે છે. સાથે જ બોઈલ્ડ ફૂડનો વધારે ઉપયોગ કરે છે. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર લેવાના બદલે થોડા થોડા સમયાંતરે કંઈક ને કંઈક ખાતી રહે છે. તે જિમ જવાનું ટાળે છે અને ઘરે જ પાવર યોગ અને બ્રિસ્ક વોક કરવાનું પસંદ કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aishwarya Rai Bachchan BeautySecrets Home Based Things ઐશ્વર્યાનું બ્યૂટી સીક્રેટ ઘરેલૂ ઉબટન વોટર થેરાપી Beauty Secrets

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ