બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / airtel-extended-fixed-line-broadband-airtel-big-byte-offer-till-october-2018

NULL / Airtel પોતાના ગ્રાહકોને ફ્રીમાં આપશે 1000GB ડેટા જાણો ઑફર વિશે

vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જો તમે પણ બ્રૉડબેન્ડ સર્વિસ યૂઝ કરતા હોય અને સાથે જ તમે Airtelના ગ્રાહક છો તો Airtel તમારા માટે એક શાનદાર ઑફર લઇને આવી રહ્યું છે. એરટેલે પોતાના Airtel Big Byte Offerને ઑક્ટોબર 2018 સુધી આગળ વધારી દીધી છે. આ ઑફર પહેલીવાર મે 2017માં લૉન્ચ કરવામાં આવી હતી અને તેની વેલિડિટી 21 માર્ચ 2018 સુધી હતી. એરટેલના આ પ્લાનમાં 1000GB સુધી ફ્રી ડેટા આપવામાં આવે છે. 

Airtelની આ ઑફર હેઢળ નવા ગ્રાહકોને 1000GB સુધી ફ્રી ડેટા આપવામાં આવે છે. આ અંગે કંપનીએ જણાવ્યું છે કે જો તમારો ડેટા ચાલુ મહિને પૂરો ન થાય તો તેને આગામી મહિને પણ યૂઝ કરી શકાશે. આ ઑફર હેઠળ Airtel પાસે બે V-Fiber પ્લાન છે જેની કિંમત 1099 રૂપિયા અને 1299 રૂપિયા છે જો કે આ કિંમત ફક્ત દિલ્હી સર્કલ માટે છે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે અન્ય સર્કલ માટે પણ આ ઑફર ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવશે.

1099 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં 1000Mbpsની સ્પીડ સાથે 250GB ડેટા મળશે ને 1000GB ડેટા એક્સ્ટ્રા મળશે. સાથે જ આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને STD કૉલિંગ તથા 1 વર્ષ માટે એમેઝોન પ્રાઇમનું સબસ્ક્રીપ્શન પણ મળશે.

તેવામાં 1299 રૂપિયાના પ્લાનમાં 350 GBડેટા એક મહિનાની વેલિડિટી સાથે 100Mbpsની સ્પીડ મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને STD કૉલિંગ તથા 1 વર્ષ માટે એમેઝોન પ્રાઇમનું સબસ્ક્રીપ્શન પણ મળશે. આ પ્લાનમાં 1000GB ડેટા બોનસ તરીકે મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ