ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / યુવાનો અને ફિટ રહેતા લોકો માટે પણ વાયુ પ્રદૂષણ અત્યંત જોખમી, હૃદયને સુરક્ષિત રાખવા અપનાવો આ 5 ઉપાય

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / યુવાનો અને ફિટ રહેતા લોકો માટે પણ વાયુ પ્રદૂષણ અત્યંત જોખમી, હૃદયને સુરક્ષિત રાખવા અપનાવો આ 5 ઉપાય

Last Updated: 01:03 AM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાયુ પ્રદૂષણ માત્ર ફેફસાં જ નહીં પરંતુ યુવાનોના હૃદય માટે પણ મોટું જોખમ બની રહ્યું છે, તેથી કાર્ડિયોલોજિસ્ટની સલાહ મુજબ સાવચેતી રાખવી જરૂરી છે.

1/6

photoStories-logo

1. યુવાનો અને ફિટ રહેતા લોકો માટે પણ વાયુ પ્રદૂષણ અત્યંત જોખમી, હૃદયને સુરક્ષિત રાખવા અપનાવો આ 5 ઉપાય

હવાઈ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે સામાન્ય રીતે બાળકો અને વડીલોને વધુ જોખમ હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે યુવાન અને તંદુરસ્ત લોકો આ જોખમથી સુરક્ષિત છે. હકીકતમાં, પ્રદૂષિત હવા યુવાનોના હૃદય માટે પણ અત્યંત જોખમી સાબિત થઈ રહી છે. આ ગંભીર જોખમથી બચવા માટે હૃદયરોગ નિષ્ણાતો દ્વારા કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વાયુ પ્રદૂષણ મોટું ટેન્શન

જ્યારે કોઈ યુવાનને હૃદયને સ્વસ્થ રાખવા વિશે પૂછવામાં આવે, ત્યારે સામાન્ય રીતે વ્યાયામ, પૌષ્ટિક આહાર અને યોગ્ય વજન જાળવવાની વાત સામે આવે છે. પરંતુ તેઓ જે હવામાં શ્વાસ લઈ રહ્યા છે તેની ગુણવત્તા તરફ ભાગ્યે જ ધ્યાન આપવામાં આવે છે. હવે વાયુ પ્રદૂષણને માત્ર ફેફસાં માટે જ નહીં, પરંતુ હૃદય માટે પણ નુકસાનકારક માનવામાં આવે છે. તાજેતરના વિવિધ સંશોધનો દર્શાવે છે કે પ્રદૂષિત હવા ઊંચા હાઈ બ્લડ પ્રેશર, રક્તવાહિનીઓની અયોગ્ય કાર્યપ્રણાલી અને હૃદયરોગના વધતા જોખમ સાથે સીધી રીતે જોડાયેલી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તંદુરસ્ત અને ફિટ વ્યક્તિઓ પણ આ જોખમથી અછૂતી નથી. માત્ર યુવાન અને ફિટ હોવું એ પ્રદૂષણના નુકસાન સામે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. પ્રદૂષિત હવા હૃદય માટે કેવી રીતે જોખમી છે?

અતિ સૂક્ષ્મ કણો, ખાસ કરીને 2.5 માઈક્રોમીટરથી પણ નાના કણો સૌથી જોખમી પ્રદૂષકોમાં સામેલ છે. આ કણો એટલા સૂક્ષ્મ હોય છે કે તે ફેફસાંની અંદર ઊંડે સુધી પહોંચી જાય છે. ત્યાં પહોંચ્યા બાદ તે સોજો અને ઓક્સિડેટિવ તણાવ પેદા કરે છે, જે રક્તવાહિનીઓ સુધી પ્રસરી જાય છે અને તેનો થોડો ભાગ રક્ત પ્રવાહમાં પણ ફેલાઈ જાય છે. આ પ્રક્રિયાના પરિણામે રક્તવાહિનીઓ યોગ્ય રીતે કામ કરતી નથી, રક્તચાપ વધવા લાગે છે અને ક્રમે ક્રમે ધમનીઓમાં ચરબી જમા થવાની સમસ્યા સર્જાય છે. પ્રદૂષણના સંપર્કમાં આવવાથી અનિયમિત હૃદયની ધડકન, હૃદયરોગનો હુમલો અને સ્ટ્રોકનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. પ્રદૂષણના લાંબા ગાળાના સંપર્ક ઉપરાંત, વધુ પ્રદૂષણ વચ્ચેનો ટૂંકા ગાળાનો સંપર્ક પણ હૃદય પર ગંભીર અસર કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. યુવાન અને સ્વસ્થ લોકોએ સાવચેત રહેવું કેમ જરૂરી છે?

હૃદય સંબંધી બીમારીઓ સામાન્ય રીતે કોઈ એક કારણથી થતી નથી અને તેની અસર પણ તુરંત દેખાતી નથી. કોઈ યુવાન વ્યક્તિનું કોલેસ્ટ્રોલ અને વજન સામાન્ય હોઈ શકે છે, તેને નિયમિત કસરત કરવાની ટેવ પણ હોઈ શકે છે, છતાં તે દરરોજ ઘરની બહાર મુસાફરી દરમિયાન અથવા વ્યાયામ કરતી વખતે પ્રદૂષિત કણો શ્વાસ દ્વારા અંદર ખેંચી રહી હોય છે. સંશોધનોમાં સ્વસ્થ કિશોરોમાં પણ સૂક્ષ્મ કણોના સંપર્ક અને અસામાન્ય હૃદયની ધડકન વચ્ચેનો સંબંધ જોવા મળ્યો છે. જો કે તેનો અર્થ એ નથી કે પ્રદૂષણના સંપર્કમાં આવનાર દરેક યુવાનને હૃદયરોગ થશે જ, પરંતુ તે સ્પષ્ટ કરે છે કે માત્ર યુવાન હોવાથી કોઈ વિશેષ સુરક્ષા મળતી નથી. જે શહેરોમાં પ્રદૂષણનું ભારણ અત્યંત વધારે છે, ત્યાં આ જોખમ વધુ ગંભીર બને છે કારણ કે લોકો મહિનાઓ અને વર્ષો સુધી આવી હવામાં રહે છે. ધીમે ધીમે આ પ્રદૂષણ ધૂમ્રપાન અથવા ઊંચા કોલેસ્ટ્રોલ જેવા હૃદયરોગના અન્ય કારણો સાથે મળીને જોખમને અનેકગણું વધારી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. વધુ પ્રદૂષણવાળા દિવસોમાં વ્યાયામ અંગે શું ધ્યાન રાખવું?

હૃદયને સ્વસ્થ રાખવા માટે શારીરિક વ્યાયામ અનિવાર્ય છે, પરંતુ ગંભીર પ્રદૂષણ વચ્ચે બહાર સખત કસરત કરવાથી પ્રદૂષિત હવા વધુ ઝડપથી અને ઊંડે સુધી શ્વાસમાં જાય છે. તેથી, બહાર વ્યાયામ કરતા પહેલા હંમેશાં હવાની ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) ચકાસી લેવો હિતાવહ છે. પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય ત્યારે દોડવું, સાયકલ ચલાવવી અને સઘન વર્કઆઉટ કરવાને બદલે ઘરની અંદર જ વ્યાયામ કરવાનું વધુ યોગ્ય છે. ભીડભાડ વાળા રસ્તાઓ અને વ્યસ્ત સમયથી અલગ સમયે મુસાફરી કરીને પણ આ જોખમને ઘટાડી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હૃદયની તંદુરસ્તી જાળવવાના મહત્વપૂર્ણ ઉપાયો

વિશ્વસનીય માધ્યમથી હવાની ગુણવત્તાના અપડેટ મેળવો અને જરૂર જણાય તો બહાર જવાની યોજનાઓમાં ફેરફાર કરો. પ્રદૂષણની સ્થિતિ જોઈને તમારા વ્યાયામના સમય અને સ્થળમાં યોગ્ય ફેરફાર કરો. ઘરની અંદરની હવાની ગુણવત્તા સુધારો અને સારી ગુણવત્તાવાળા એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો. રક્તચાપ, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર જેવા નિયમિત આરોગ્ય તપાસ (ચેકઅપ) કરવતા રહો. ધૂમ્રપાનથી સંપૂર્ણપણે દૂર રહો કારણ કે તે હૃદયરોગનું જોખમ અનેકગણું વધારી દે છે. જે લોકોને અગાઉથી જ હૃદયની બીમારી છે, તેમણે પોતાના ડિક્ટરની સલાહ લઈને વધારાના બચાવના પગલાં જાણી લેવા જોઈએ. આ ઉપાયો દવાઓ, સંતુલિત આહાર અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ સાથે મળીને સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે. એ વાત હંમેશાં ધ્યાનમાં રાખવી કે પ્રદૂષણનું જોખમ માત્ર વડીલો અને બાળકો પૂરતું મર્યાદિત નથી, અને યુવાન કે ફિટ હોવું પણ તમને આ જોખમથી બચાવતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

HeartHealth HealthNews AirPollution
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ