બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / air conditioner best temperature for good sleep in summers

હેલ્થ ટિપ્સ / Air Conditioner કેટલા પર ચલાવવું જોઈએ? જેથી શરીરને ન થાય કોઈ નુકસાન અને ઉંઘ પણ ઘસઘસાટ આવે

Bijal Vyas

Last Updated: 11:33 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમીની સિઝનમાં એસી દરેક વ્યક્તિ ઉપયોગ કરે છે, પરંતુ એસી કેટલા પર ઠંડક રાખી શકે, જે શરીર માટે યોગ્ય પણ હોય તેના વિશે જાણકારી મેળવીએ....

  • શાંત ઊંઘ માટે રૂમનું તાપમાન 18.3 ડિગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ
  • ઉનાળામાં તેમના રૂમનું તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધારે રાખવું વધુ સારું
  • ખૂબ નાના બાળકોને ભારે ધાબળા અથવા રજાઇમાં સૂવાડવાનું ટાળવું જોઈએ

Best Room Temperature: ગરમી શરુ થવાની સાથે લોકો એસી ચાલુ કરીને શાંતિથી સુઇ જાય છે. પણ તમે જાણો છો કે, તમારા રૂમનું તાપમાન તમારી ઊંઘ પર ઊંડી અસર કરે છે. એક વોટિંગ સ્ટડીમાં જાણવા મળ્યું કે, રૂમને ઠંડુ રાખવાથી તમને ગાઢ અને સારી રીતે ઊંઘવામાં મદદ મળે છે. આ વોટિંગમાં સામેલ પાંચમાંથી ચાર લોકોએ કહ્યું કે સારી ઊંઘ માટે રૂમનું તાપમાન બહારના તાપમાન કરતાં ઓછું હોવું ખૂબ જ જરૂરી છે. તે દરેક વ્યક્તિની પોતાની સગવડતા પર આધાર રાખે છે, રૂમનું તાપમાન કેટલું ઓછું રાખવું? ગાઢ ઊંઘ માટે રુમનું શ્રેષ્ઠ તાપમાન શું હોવું જોઈએ તે અંગે ઘણા સંશોધનો અને અભ્યાસો કરવામાં આવ્યા છે?

ડોક્ટરોના મતે, શાંત ઊંઘ માટે રૂમનું તાપમાન 18.3 ડિગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ. તમે તમારી અનુકૂળતા મુજબ તેને થોડું ઓછું અથવા થોડું વધારે રાખી શકો છો. તેમ છતાં, મોટાભાગના ડોકટરો માને છે કે રુમના તાપમાનને 15.6 થી 19.4 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રાખવું એ ગાઢ ઊંઘ માટે શ્રેષ્ઠ સ્તર છે. આ તમારા શરીરને સૌથી આરામદાયક અનુભૂતિ મળશે. આપણું શરીર સાંજ પછી સામાન્ય તાપમાનમાં ઘટાડો કરે છે. તેથી, રુમના તાપમાનને બહારના તાપમાનથી ઘટાડીને, તમે તમારા શરીરને સંદેશ આપી શકો છો કે સૂવાનો સમય થઇ ગયો છે.

Topic | VTV Gujarati


બાળકોના રુમમાં કેટલુ તાપમાન રાખવુ?
ખૂબ નાના બાળકોને ઠંડી વધુ લાગે છે. તેથી, ઉનાળામાં તેમના રૂમનું તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધારે રાખવું વધુ સારું છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તેમના રૂમનું તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે, તો તેમને આરામની ઊંઘ આવશે અને તેઓ જાગશે ત્યારે સારું અનુભવશે. વાસ્તવમાં, તેમનું શરીર ખૂબ નાનું અને વિકાસ કરી રહ્યુ હોય છે. તેમનું શરીર વડીલો કરતાં તેમની આસપાસના તાપમાન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. બીજી તરફ, જો નાના બાળકોના રૂમનું તાપમાન ખૂબ ગરમ હોય, તો સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમનું જોખમ વધી જાય છે. તેથી, ડોકટરો તેમના રૂમનું તાપમાન યોગ્ય રાખવાની સલાહ આપે છે.

કેવી રીતે ખબર પડે કે બાળકોને લાગી રહી છે ગરમી?
ડૉક્ટરો કહે છે કે ખૂબ નાના બાળકોને ભારે ધાબળા અથવા રજાઇમાં સૂવાડવાનું ટાળવું જોઈએ. તેઓએ એવા કપડાં પહેરવા જોઈએ, જેથી તેમના શરીરનું તાપમાન સ્થિર રહે. માતા-પિતાએ સૂતી વખતે બાળકોના પેટ અને ગરદનના પાછળના ભાગને સ્પર્શ કરીને તેમના શરીરનું તાપમાન વધી રહ્યું નથી કે કેમ તે તપાસવું જોઈએ. વિવિધ સંશોધનો અનુસાર, બાળકો 11 અઠવાડિયાની ઉંમર સુધીમાં તાપમાનના સંદર્ભમાં પરિપક્વ બને છે. આ ઉંમર સુધીમાં, પુખ્ત વયના લોકોની જેમ, તેમના શરીરનું સામાન્ય તાપમાન સૂવાના 4 કલાકની અંદર 97.5 ફારેનહાઇટ એટલે કે 36.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

રુમ વધારે ગરમ રહે તો શું થઇ શકે છે?
રુમના ગરમ તાપમાનથી અસુવિધા અને બેચેની થઈ શકે છે. જો તમારા રૂમમાં ઘણી બધી વસ્તુઓ રાખવામાં આવે છે, તો તેનું તાપમાન પણ વધારે હોઈ શકે છે. જેના કારણે તમે સૂતી વખતે પરસેવાથી ભીના થઈ શકો છો. આ કારણે તમે ડિહાઇડ્રેશનની ફરિયાદ થઇ શકે છે. તમારે પાણી પીવા માટે રાત્રે વારંવાર ઉઠવું પડી શકે છે. ખૂબ ગરમ રુમમાં સૂઈ રહેલા વ્યક્તિ માટે થાકનું કારણ બની શકે છે. તેનાથી તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. શરીરનું તાપમાન માત્ર ઊંઘની શરૂઆતને જ અસર કરતું નથી, પરંતુ ઊંઘની ગુણવત્તાને પણ અસર કરે છે. આ કારણે તમને બ્લડ પ્રેશરને લગતી સમસ્યા પણ થઈ શકે છે. આટલું જ નહીં, ઊંઘની અછત અને બ્લડ પ્રેશરની અનિયમિતતા પણ રોગો સામે લડવાની તમારી ક્ષમતાને અસર કરે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ